નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખની જાહેરાત થતાં જ ભાજપ એક્શનમાં છે... પાર્ટીએ ચૂંટણી માટે જોરદાર તૈયારી શરૂ કરી દીધી છે... આગામી અઠવાડિયાથી પાર્ટી ધુઆંધાર ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે... ખાસ રણનીતિ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં આ વખતે પાર્ટી એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહી છે.... ત્યારે ભાજપે ચૂંટણી માટે શું પ્લાન બનાવ્યો?... જોઈશું આ રિપોર્ટમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરમાં વાગ્યા ચૂંટણીના પડઘમ...
ભાજપે સારા પ્રદર્શન માટે કમર કસી....
આગામી અઠવાડિયાથી શરૂ થશે ધુંઆધાર પ્રચાર....


પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં આખરે 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે... ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકીય પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે... જેમાં ભાજપે જીત મેળવવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે... જેમાં રવિવારે યોજાયેલી બેઠક બાદ ભાજપના નેતાએ તો જીતનો દાવો પણ કરી દીધો.


આ પણ વાંચોઃ કોલકત્તા ડોક્ટર કેસ પર સુપ્રીમ કોર્ટે લીધો સુઓમોટો, ચીફ જસ્ટિસની બેંચ કરશે સુનાવણી


બેઠકમાં ભાજપે જમ્મુ કાશ્મીરમાં જીત માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે... જે અંતર્ગત પાર્ટી 80 ટકા નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. નવા ચહેરાઓને તક આપવામાં આવશે. આગામી અઠવાડિયાથી ધુંઆધાર પ્રચાર શરૂ થશે. PM મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા પ્રચાર કરશે. કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કરવામાં નહીં આવે.


જમ્મુ કાશ્મીરમાં પણ ભાજપે ભરતી મેળો શરૂ કરી દીધો... જેમાં જમ્મુ કાશ્મીર અપની પાર્ટીના ઉપાધ્યક્ષ જુલ્ફિકાર અલી ચૌધરીએ કેસરિયા કરી લીધા... તે ગઠબંધન સરકારમાં પીડીપી કોટાથી મંત્રી પણ રહ્યા હતા


જમ્મુ કાશ્મીરની 90 બેઠકો માટે 3 તબક્કામાં મતદાન થશે... જેની શરૂઆત 18 સપ્ટેમ્બરથી થઈ રહી છે... ત્યારે એ જોવાનું રહેશે કે જમ્મુ કાશ્મીરના મતદારો કઈ પાર્ટીને પોતાના પ્રદેશની કમાન સોંપે છે?