કોલકત્તા ડોક્ટર કેસ પર સુપ્રીમ કોર્ટે લીધો સુઓમોટો, ચીફ જસ્ટિસની બેંચ કરશે સુનાવણી

સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા જુનિયર ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ મંગળવારે આ મામલે સુનાવણી કરશે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની પૂછપરછ ચાલી રહી છે.
 

કોલકત્તા ડોક્ટર કેસ પર સુપ્રીમ કોર્ટે લીધો સુઓમોટો, ચીફ જસ્ટિસની બેંચ કરશે સુનાવણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રવિવારે કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજમાં એક મહિલા જુનિયર ડોક્ટરની સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સુઓમોટો લીધો છે. ચીફ જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠ મંગળવાર (20 ઓગસ્ટ) એ આ મામલાની સુનાવણી કરશે. જાણકારી અનુસાર આ કેસ મંગળવારે સુનાવણી માટે નક્કી કેસની યાદીમાં 66માં સ્થાન પર છે. પરંતુ તેમાં વિશેષ ઉલ્લેખ છે કે પીઠ આ કેસને પ્રાથમિકતાના આધાર પર સાંભળશે. આ ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય મેડિકલ એસોસિએશન તરફથી 24 કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાલના એક દિવસ બાદ થયું છે. 

સીબીઆઈ કરી રહી છે ઘટનાની તપાસ
કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) જે ટ્રેની ડોક્ટરની સાથે હત્યા અને બળાત્કારની તપાસ કરી રહી છે. સીબીઆઈ સરકારી હોસ્પિટલ આરજી કર મેડિકલ એન્ડ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ ડોક્ટર સંદીપ ઘોષની સતત ત્રીજા દિવસે પૂછપરછ કરી રહી છે. ન્યૂઝ એજન્સીએ એક અધિકારીના હવાલાથી કહ્યું કે કેન્દ્રીય એજન્સીએ તેને ઘટનાના એક દિવસ પહેલા અને બાદમાં કરવામાં આવેલા કોલની ડિટેલ આપવાનું પણ કહ્યું છે. 

મેડિકલ કોલેજના પ્રિન્સિપલની થઈ રહી છે પૂછપરછ
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે સીબીઆઈ ઘો,ના કોલ રેકોર્ડ સુધી પહોંચવા માટે મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર સાથે સંપર્ક કરવાનો વિચાર કરી રહી છે. કહેવામાં આવે છે કે ઘોષની શનિવારે લગભગ 13 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ઘોષની રવિવારે પણ પૂછપરછ થઈ રહી છે. 

તપાસની સ્થિતિ શું છે?
કોલકત્તાની હાઈકોર્ટે 13 ઓગસ્ટે કેસને કોલકત્તા પોલીસથી સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધો હતો. અત્યાર સુધી તે સામે આવ્યું કે ડોક્ટરની સાથે બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રોયની પત્નીએ ખલીફાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આ મામલામાં પૂર્વ ભાજપ સાંસદ લોકેટ ચેટર્જી અને બે જાણીતા ડોક્ટરોને કથિત રીતે અફવા ફેલાવવા અને મહિલા ડોક્ટરની ઓળખ જાહેર કરવા માટે સમન જાહેર કર્યું છે. અધિકારીએ જણાવ્યું કે પોલીસે ઘટના વિશે ખોટી માહિતી ફેલાવવા માટે 57 અન્ય લોકોને પણ સમન્સ પાઠવ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news