રાજસ્થાનમાં BJP ની ઝળહળતી જીત, Prakash Javadekar એ કહ્યું- `ખેડૂતોએ કૃષિ કાયદા પર જતાવ્યો ભરોસો`
દેશની રાજધાની દિલ્હીમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન સતત 14 દિવસથી ચાલુ છે. આ બધા વચ્ચે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે બુધવારે જણાવ્યું કે રાજસ્થાનના મોટાભાગના ખેડૂતો કૃષિ કાયદાના પક્ષમાં છે. કારણ કે રાજસ્થાનમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપને જીત મળી છે.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન સતત 14 દિવસથી ચાલુ છે. આ બધા વચ્ચે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે બુધવારે જણાવ્યું કે રાજસ્થાનના મોટાભાગના ખેડૂતો કૃષિ કાયદાના પક્ષમાં છે. કારણ કે રાજસ્થાનમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપને જીત મળી છે.
રાજસ્થાન: પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસને જબરદસ્ત ઝટકો, અનેક મંત્રીઓના ગઢમાં ભગવો લહેરાયો
જિલ્લા પરિષદ ચૂંટણીમાં 353 બેઠકો પર ભાજપની જીત
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, 'રાજસ્થાનમાં થયેલી જિલ્લા પરિષદની ચૂંટણીમાં 636 બેઠકોમાંથી 353 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જિલ્લા પરિષદની આ ચૂંટણીમાં સમગ્ર રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોના 2.5 કરોડ વોટરો હતા અને તેમાંથી મોટાભાગના ખેડૂતો હતા. જેનો અર્થ એ થયો કે ખેડૂત રાજસ્થાનમાં કૃષિ સુધારાના પક્ષમાં છે.' તેમણે કહ્યું કે, '21 જિલ્લા પરિષદની પણ ચૂંટણી થઈ, જેમાંથી 14માં ભાજપને બહુમત મળ્યું છે અને માત્ર 5માં કોંગ્રેસ બહુમત મેળવી શકી.'
Farmers Protest: સરકારે ખેડૂતોને મોકલ્યો પ્રસ્તાવ, જાણો કૃષિ કાયદામાં કયા-કયા ફેરફાર શક્ય
હૈદરાબાદમાં મળેલી જીતનો પણ કર્યો ઉલ્લેખ
પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) ચૂંટણીમાં પણ ભાજપની જીતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેલંગણામાં હાલમાં જ થયેલા ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને 49 બેઠકો મળી અને સત્તાધારી TRSએ 55 બેઠકો પર જીત મેળવી. પરંતુ મહત્વપૂર્ણ એ છે કે ભાજપને TRS કરતા વધુ મતો મળ્યા.
કોરોનાકાળમાં આ 15 'ઈમ્યુનિટી બુસ્ટર' વસ્તુઓનું ખાસ કરો સેવન, વાયરસને હરાવવામાં થશે મદદરૂપ
અરુણાચલમાં પણ ભાજપને સફળતા
પ્રકાશ જાવડેકરે હૈદરાબાદ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં પણ ભાજપને મળેલી જીતને સફળતા ગણાવી. તેમણે કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભાજપને ભારે સફળતા મળી છે. 240 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 96 નિર્વિરોધ આવી છે. ગ્રામ પંચાયતમાં 8291 સીટોમાંથી 5410 નિર્વિરોધ આવી છે.
ભાજપને પસંદ કરે છે મતદારો
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે 'આવનારા સમય માટે આ શુભ સંકેત છે કે મતદારો દક્ષિણના હોય કે પૂર્વના, બધી જગ્યાએ ભાજપના પક્ષમાં છે. કોરોના મહામારી, વૈશ્વિક આર્થિક સંકટ અને વિપક્ષના કૃષિ સુધારા પર દુષ્પ્રચાર બાદ પણ મતદારો બધી જગ્યાએ ભાજપને પસંદ કરી રહ્યા છે.'
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube