લખનઉ : ભારતીય જનતા પાર્ટીનાં MLC બુક્કલ નવાબે હનુમાન જીને મુસ્લિમ ગણાવ્યા છે. બુક્કલ નવાબ કહે છે કે હનુમાનજી સમગ્ર વિશ્વનાં હતા, દરેક ધર્મના હતા, દરેક ધર્મનાં હતા. એટલું જ નહી ભાજપનાં એમએલસી બુક્કલ નવાબ તો તેમ પણ કહે છે કે અમારૂ માનવું છે કે હનુમાન જી મુસલમાન હતા, એટલા માટે અમારા અંદર જે નામ રાખવામાં આવે છે, રહેમાન, રમજાન, ફરમાન, જિશાન, કુર્બાન જેવા જેટલા પણ નામ રાખવામાં આવે ચે, તેઓ આશરે આશરે હનુમાનજીનાં નામ પર જ રાખવામાં આવે છે. બુક્કલ નવાબના અનુસાર હનુમાનનાં નામે કોઇ હિન્દુ પોતાનું નામ નથી રાખતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા બુક્કલ નવાબ જણાવે કે તેઓ હિંદુ છે કે મુસલમાન
બુક્કલ નવાબે નિવેદન બાદ અયોધ્યાનાં સંતો તથા બાબરી મસ્જિદ પક્ષકારની આકરી નિંદા પ્રતિક્રિયા આવી છે. શ્રીરામ જન્મભુમિ ન્યાસા અધ્યક્ષ મહંત ગોપાલદાસે બુક્કલ નવાબનાં નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે, મુસ્લિમ ભાઇઓનો આભાર કે તેઓ હનુમાન જીને માનવા લાગ્યા છે. જો કે હનુમાનજીએ તમામ ધર્મોનો સમાવેશ છે. બીજી તરફ શ્રી રામલલાનાં મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્ર દાસે કહ્યું કે, જ્યારે હનુમાનજીનો જન્મ થયો હતો તે સમયે ઇસ્લામનો જન્મ નહોતો થયો. એવા નિવેદન દેવી-
દેવતાઓનું અપમાનન કરનારા છે. બુક્કલ નવાબે આવી વાત ન કરવી જોઇએ. 

બાબરી મસ્જિદ પક્ષકાર ઇકબાલ અંસારી બુક્કલનાં નવાબ પર સવાલ પેદા કર્યા છે. ઇકબાલ અંસારીએ કહ્યું કે, બુક્કલ નવાબ જણાવે કે તેઓ હિંદુ છે કે મુસલમાન. બુક્કલ નવાબ માત્ર કબુતરબાજી કર્યા કરે છે, તેમને દીન ધર્મની માહિતી નથી. તેમનું એવું નિવેદન સમાજને ભડકાવનારૂ છે. જો કે બુક્કલ નવાબનાં આ નિવેદનથી અંતર જાળવતા યૂપી સરકારનાં સીનિયર કેબિનેટ મંત્રી સુરેશ ખન્ના કહે છે કે તેઓ પોતે હનુમાનજીનાં મોટા ભક્ત છે. પોતાનાં વિધાનસભા વિસ્તારમાં હનુમાનજીની સૌથી મોટી મુર્તિ પણ બનાવી છે. અમે જેની આરાધના કરીએ છીએ તે ભગવાનને જાતીમાં કઇ રીતે વહેંચી શકીએ. ભગવાનને જાતીઓમાંવ હેંચવા ખોટી બાત છે.