દિલીપ ઘોષને બંગાળ ભાજપના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા, હવે આ નેતાને મળી કમાન
West Bengal News: દિલીપ ઘોષને બંગાળ ભાજપના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. પાર્ટીએ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે.
કોલકત્તાઃ West Bengal News: દિલીપ ઘોષને પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ પદેથી પાર્ટીએ હટાવી દીધા છે. તેમને હવે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. દિલીપ ઘોષની જગ્યાએ ડો. સુકાંતા મજૂમદારને બંગાળ ભાજપના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપે બેબી રાની મૌર્યને પણ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. તેમણે હાલમાં ઉત્તરાખંડના રાજ્યપાલ પદેથી રાજીનામુ આપ્યું હતું.
પાર્ટીના આ નિર્ણય બાદ વિધાનસભામાં નેતા વિપક્ષ શુભેંદુ અધિકારીએ ટ્વીટ કરી દિલીપ ઘોષ અને મજૂમદારને શુભેચ્છા આપી છે. તેમણે કહ્યુ કે, મને વિશ્વાસ છે કે બંને પાર્ટીને મજબૂત કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે.
મહત્વનું છે કે બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપના ચાર ધારાસભ્ય અને એક સાંસદ ટીએમસીમાં સામેલ થઈ ચુક્યા છે. આજે બાબુલ સુપ્રિયોએ કહ્યુ કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ પાર્ટીની વિધાનસભા ચૂંટણીમાં હાર માટે આશિંક રૂપથી જવાબદાર છે.
આ પણ વાંચોઃ મહંત નરેન્દ્ર ગિરીના રૂમમાંથી મળી 7 પેજની સ્યુસાઇડ નોટ, શિષ્ય આનંદ ગિરીનું લખ્યુ નામ
તેમણે કહ્યું- ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની ટિપ્પણીઓ વિદ્યાસાગર, રવીન્દ્રનાથ ટાગોર અને સત્યજીત રેની સંસ્કૃતિ સાથે મેળ ખાતી નહતી અને બંગાળીઓના લોકાચારથી અલગ રહેતી હતી. બંગાળી જનમાનસમાં પાર્ટીના પતનમાં આ પણ એક કારણ રહ્યું હતું.
જુલાઈમાં કેન્દ્રીય મંત્રી પદેથી હટાવ્યા બાદ રાજનીતિ છોડવાની જાહેરાત કરનાર સુપ્રિયો 18 સપ્ટેમ્બરે ટીએમસીમાં જોડાયા હતા. આ પહેલા બે મેએ પરિણામ આવ્યાના થોડા દિવસ બાદ મુકુલ રોય ભાજપ છોડી ટીએમસીમાં સામેલ થઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube