ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન, કહ્યું- ‘ભારતમાં વસતા મુસલમાન રામના વંશજ’
ભારતમાં રહેતા મુસલમાનોને રામના વંશજ કહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે શિયા મુસલમાનોની જેમ ઇસ્લામ ઘર્મના બીજા લોકોએ પણ સમર્થનમાં આગળ આવવું જોઇએ.
પટના: પાતના નિવદેનોને લઇને હમેશાં ચર્ચામાં રહેતા ભારતીય જનતા પાર્ટીના (બીજેપી) ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ભારતમાં વસતા મુસલમાનોને રામના વંશજ કહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે શિયા મુસલમાનોની જેમ ઇસ્લામ ઘર્મના બીજા લોકોએ પણ સમર્થનમાં આગળ આવવું જોઇએ.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇ દેશમાં ચાલી રહેલા હાલાતો વચ્ચે કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે વિવાદિત નિવેદન આપી આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. તેમણે ભારતમાં વસતા મુસલામનો રામના વંશજ કહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે ભારત મુસલામ ભગવાન શ્રી રામના વંશજ છે, મુગલોના નથી. મંદિર નિર્માણ પર તેમને શિયાઓની જેમ આગળ આવવું જોઇએ.
વાંચવા માટે ક્લિક કરો: #Me Too: કઠુઆ રેપ કાંડના એક્ટિવિસ્ટ પર વિદ્યાર્થીએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ
ગિરિરાજ સિંહએ આ પણ કહ્યું હતું કે દેશમાં 54 જિલ્લામાં હિન્દુઓની સંખ્યા ઘટી છે અને દેશના હાલાત ખરાબ થઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે જ્યાં હિન્દુ ઓછા થયા છે ત્યાં સામાજિક સમરસતા તૂટી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહએ કહ્યું કે દેશમાં લઘુમતીઓની વ્યાખ્યા પણ બદલવી જોઇએ.
તેમણે કહ્યું કે, ‘જ્યાં પાંચ અથવા દસ ટકા મુસલામન છે ત્યાં પણ લઘુમતીઓ અને જ્યાં 90 ટકા છે ત્યાં પણ લઘુમતીઓ છે.’ રામ મંદિર નિર્માણ અને જનસંખ્યા કાયદા પર પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા ગિરિરાજ સિંહે કહ્યું કે દરેક મોર્ચા પર વોટના સોદાગર ઉભા છે. જે દિવસે જનભાગીદારી થશે તે દિવસે રામ મંદિર પણ બનશે અને જનસંખ્યા પર કાયદો પણ બનશે. રસ્તાથી સાંસદ સુધી આ વિશે પર વાત થવી જોઇએ.