નવી દિલ્હીઃ એક વર્ષ પહેલા આજના દિવસે પ્રચંડ જનાદેશની સાથે બીજીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની સત્તા પર બિરાજમાન થયા હતા. મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં એવા નિર્ણયો લીધા છે, જેથી પહેલાથી જ નબળા વિપક્ષનો માર્ગ વધુ મુશ્કેલ બન્યો છે અને બ્રાન્ડ મોદી પહેલાથી વધુ મજબૂત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014માં નરેન્દ્ર મોદીના રૂપમાં ભાજપને કરિશ્માઈ નેતા મલ્યા. મોદી લહેરની એવી અસર થી કે માત્ર લોકસભા ચૂંટણી જ નહીં રાજ્યોની ચૂંટણીમાં પણ મોદી ફેક્ટર નિર્ણાયક રહ્યું હતું. પાંચ વર્ષ સુધી દેશમાં ભગવા લહેર જોવા મલી હતી. 2019ની ચૂંટણી પહેલા કેટલાક રાજ્યોમાં જ્યારે કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી ત રાજકીય નિષ્ણાંતોએ ભવિષ્યવાણી કરી હતી કે લોકસભા ચૂંટણીમાં મોદીનો માર્ગ મુશ્કેલ થવાનો છે. પરંતુ 2019ની મોદી લહેર વધુ પ્રચંડ નિકળી અને પરિણામ આવ્યું તો ભાજપના ખાતામાં 300થી વધુ સીટ હતી. આ બ્રાન્ડ મોદીની જ અસર છે કે આજે કેન્દ્રની સાથે-સાથે અડધા રાજ્યોમાં ભગવો છવાયેલો છે. 


મોદી સરકારઃ બીજો કાર્યકાળ, પ્રથમ વર્ષ અને ખાતામાં અનેક સિદ્ધિઓ


મોદીનું નામ, કામ પર ભાજપ
દેશની રાજનીતિમાં એક સમયમાં કોંગ્રેસ વિરુદ્ધ જે રીતે વિપક્ષ એકત્રિત હતો,તે જ રીતે મોદી વિરુદ્ધ પણ વિપક્ષે એક થવાના પ્રયાસ કર્યા, પરંતુ તેને સફળતા ન મળી. 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી વિરુદ્ધ વિપક્ષ મુકાબલો હતો પરંતુ પરિણામ એકતરફી રહ્યું હતું. મોદીનું નામ અને કામ જીતની ગેરંટી બની ગયા. ભાજપના પોસ્ટર, પત્ર, સ્ટીકરથી લઈે હોર્ડિંગ અને સોશિયલ મીડિયા સુધી માત્ર મોદી છવાયેલા રહ્યાં હતા.


મોદીનો જનતા પર જાદૂ એમ જ ચાલી રહ્યો નથી. પ્રધાનમંત્રીના રૂપમાં તેમણે ઘણા એવા કામ કર્યાં છે, જે કોઈ અન્ય રાજકીય વ્યક્તિ તેને કરતા પહેલા 10 વખત વિચારે. મોદી મોટુ રાજકીય જોખમ ઉઠાવવાની ક્ષમતા રાખે છે. તે પોતાના નિર્ણયથી ચોંકાવે છે. નોટબંધી, કલમ 370 રદ્દ કરવી, સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક તેના ઉદાહરણ છે. ત્રિપલ તલ્લાક કાયદો અને સીએએ જણાવે છે કે મોદી જે નક્કી કરી છે તે કરીને રહે છે. 


બુલેટ ટ્રેન જેવી મહત્વકાંક્ષી યોજના બનાવવી છે તો મોટા સપના દેખાડી અને તેને પૂરા કરવા છે. ઉજ્જવલા યોજના, શૌચાલય, આવાસ યોજના, કિસાન સન્માન નિધિ જેવી તેમની પહેલ તે સંદેશ આપવા માટે ઘણી છે કે તેમની પાસે સમાજના દરેક વર્ગને આપવા માટે કંઇને કંઇ છે. યોગ દિવસ, હાઉડી મોદી, નમસ્તે ટ્રમ્પનું આયોજન વિશ્વને ભારતની ધમક અને મોદીની અસરનો અનુભવ કરાવે છે. કોરોના સંકટના સમયમાં તેમની એક અપીલ પર દેશભરમાં તાળી-થાળી વગાડવી કે દીપા પ્રગટાવવા દર્શાવે છે કે જનમાનસ પર તેમની છાપ કેટલી ઉંડી છે. 


PM  મોદીનો જનતાને નામે પત્ર, કહ્યુ- 1 વર્ષમાં લેવાયેલા નિર્ણય મોટા સપનાની ઉડાન  


મોદીના નારા હિટ, નવો ટ્રેન્ડ સેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શબ્દોના પણ બાજીગર છે. માત્ર થોડા શબ્દોમાં તે પોતાનો અને પોતાની સરકારનો એજન્ડા નક્કી કરી દે છે. અને તેને જનતા સુધી પહોંચાડી પણ દે છે. સબકા સાથ સબકા વિકાસ, મોદી હૈ તો મુમકિન હૈ, મેં ભી ચોકિદાર, ન ખાઉંદા, ન ખાને દુંગા જેવા શબ્દોએ તેમને દિલ્હીથી લઈને દૂર ગામડા સુધી પહોંચાડી દીધા છે. તેમના સોશિયલ એન્જિનિયરિંગે દેશમાં જાતિ અને ધર્મની રાજનીતિના દાયકાથી ચાલી રહેલા ખેલને સમાપ્ત કરીને રાખી દીધો છે. દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ જેવા રાજ્યોના લોકસભા ચૂંટણીના પરિણામ દર્શાવે છે કે જ્યાં જનતાની પ્રથમ પસંદ ભલે ભાજપ ન હોય પરંતુ મોદી મુકાબલામાં હોય તો વિપક્ષનું ક્લીન સ્વીપ નક્કી છે. 


નબળા વિપક્ષે બનાવ્યા 
બ્રાન્ડ મોદી આજે એટલી શક્તિશાળી છે કે તેની પાછળ પીએમ મોદીની રાજકીય ઈચ્છાશક્તિ, વહીવટી ક્ષમતા, મુદ્દાની સમજ અને લીગથી હટીને વિચારવું અને નબળા વિપક્ષે તેમને નિર્વિવાદિત નેતા બનાવી દીધા છે. પરંતુ એક દ્રષ્ટિકોણ તે પણ કહે છે કે મોદી નબળા વિપક્ષને કારણે મજબૂત થયા નથી પરંતુ મોદી મજબૂત છે તેથી વિપક્ષ નબળો પડ્યો છે. દ્રષ્ટિકોણ ભલે ગમે તે હોય પરંતુ તે વાતમાં કોઈ બે મત નથી કે આજે વિપક્ષ હાંસિયામાં છે. એક સમય તો એવો આવ્યો હતો જ્યારે દેશભરમાં વિપક્ષી સરકારો ગણ્યા-ગાંઠ્યા રાજ્યો સુધી સીમિત રહી ગઈ હતી. 


આજે કોંગ્રેસ, ટીએમસી, વામપંથી દળ, ઝારખંડ મુક્તિ મોર્ચા, બીજૂ જનતા દળ અને શિવસેના જેવી પાર્ટીઓ કેટલાક પ્રદેશોમાં ભાજપને સત્તાથી દૂર રાખવામાં સફળ રહી છે પરંતુ જ્યારે મુકાબલો મોદી સામે હોય તો આ બધા લાચાર જોવા મળે છે. રાજસ્થાન, છત્તીસગઢ, બંગાળ, ઓડિશા વગેરે રાજ્યોમાં લોકસભા ચૂંટણીનું પરિણામ તેનો પૂરાવો છે. આજે સ્થિતિ તે છે કે જે રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓની સરકાર છે, તે પણ ભાજપથી ડરેલી જોવા મળે છે. કર્ણાટક અને એમપીમાં ભાજપને સત્તા પરિવર્તન કરવામાં સફળતા મળી, મહારાષ્ટ્રમાં શિવસેના ગઠબંધન હંમેશા આશંકામાં રહે છે. 


મોદીની વિરુદ્ધ વિપક્ષની એકતાનો પ્રયાસ થયો પરંતુ પ્રાદેશિક પાર્ટીઓની પોત-પોતાની મહત્વકાંક્ષા પણ તેમાં એક વિઘ્ન બની રહી. યૂપીમાં સપા-બસપા સાથે આવ્યા પરંતુ મોદી લહેર સામે ન ટકી શક્યા અને મોદી છેલ્લા છ વર્ષથી સતત નેતા નંબર-1 બનેલા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર