પટેલ પહેલા PM હોત તો દેશની તસ્વીર જ અલગ હોત: મોદી
BJP national executive council meeting second day પ્રસંગે વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા
નવી દિલ્હી : મિશન 2019ને ધ્યાને રાખી દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલ ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં 10 હજાર કાર્યકર્તા, તમામ સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા હતા.
વારસામાં મળેલા નબળી જમીનને અમે મજબુત કરી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે રીતે તમે પોતાનાં ઘરમાં સેવક ઇચ્છો છો તેવી રીતે જ નક્કી કરો કે દેશને કેવો પ્રધાન સેવક જોઇએ. મારૂ બુથ સૌથી મજબુત તેને આગળ વધારવું પડશે. અમને વારસામાં નબળી જમીન મળી હતી. જો કે અમે તે જમીનને મજબુત બનાવી છે અને આગામી 5 વર્ષોમાં તેને વધારે મજબુત બનાવીશું. મોદીએ કહ્યું કે, શું તમે એવો સેવક પસંદ કરશો જે તમારા ઘરનાં પૈસા ચોરી કરીને પોતાના પરિવારમાં વહેંચે? જે પાડોશીઓને ઘરની બધી વાતો કહે. જે રીતે તમે ઘરનો નોકર ખુબ જ સાવચેતીથી પસંદ કરો છો તો દેશનો પ્રધાન સેવક પણ સાવચેતીથી જ પસંદ કરો.
નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે વડાપ્રધાનનો હુમલો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ, તેમનાં સંબંધીઓ તથા મિત્રો જામીન પર બહાર છે. હેરાલ્ડ કેસ અમારા સમયનો નથી, તે 2012થી ચાલી રહ્યો છે. તે સમયે કેન્દ્રમાં રિમોટ કંટ્રોલ વાળી સરકાર હતી. આ કેસમાં અનેક તપાસ એજન્સીઓએ અનેક સમન અને નોટિસો આપેલી છે. જો કે કોંગ્રેસની ફર્સ્ટ ફેમિલી પોતાની જાતને સૌથી ઉંચી માને છે. તેમણે કોઇ પણ સંસ્થાને મહત્વ નથી આપ્યું.
કોંગ્રેસને દેશની સંપ્રભુતા સાથે કોઇ જ લેવા દેવા નથી. તેઓ એવી યોજનાઓ પર પણ વિરોધ કરશે જેનાથી દેશનું ભલુ થાય તેમ હોય. જ્યારે જ્યારે અમે દેશ હિતમાં કામ કર્યું ત્યારે ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો છે.
ગઠબંધનની રમત તો હાલ ટ્રેલર, તમામ લોકો એક જ વ્યક્તિની વિરુદ્ધ
વડાપ્રધાને કહ્યું કે, એક જુની કહેવત છે કે જે સુઇ ગયું હોય તેને ઉઠાડી શકાય પરંતુ સુવાનું બહાનું કરીને સુઇ રહ્યો હોય તેને ઉઠાવી શકાય નહી. જે દળોનો જન્મ કોંગ્રેસ અને કોંગ્રેસ વિરોધીઓ તરીકે થયો છે. તે કોંગ્રેસી દળો આજે એક થઇ રહ્યા છે. તેલંગાણામાં ગઠબંધન ખુબ જ ખરાબ રીતે પરાજીત થઇ છે અને કર્ણાટકમાં જ્યાં સરકાર બની છે ત્યાના મુખ્યમંત્રી કહે છે કે તેઓ ક્લાર્ક બનીને રહી ગયા. હાલ તો આ ટ્રેલર છે ગઠબંધનની ફિલ્મ હજી બાકી છે. આ પહેલો પ્રસંગ છે જ્યારે એખ વ્યક્તિનાં વિરોધમાં બધા એક થઇ રહ્યા છે. તેમનો ઇરાદો શું છે કે તે આપણે સમજવાનું છે અને લોકોએ સમજવાનું છે કે તે બધા મળીને એક મજબુર સરકાર બનાવવા માંગે છે જેથી દુકાન ચાલુ રહે. તેઓ મજબુર સરકાર ચલાવવા માંગે છે જેથી તેમના ઘરના લોકોનું ભલુ થઇ શકે. જો કે જનતા મજબુત સરકાર ઇચ્છે છે, જેથી દેશનાં ખેડૂતો સશક્ત થઇ શકે. મોદીએ કહ્યું કે, તેઓ મજબુર સરકાર ઇચ્છે છે જેતી તેઓ ફરીથી કોમનવેલ્થ જેવા ગોટાળા થઇ શકે. અમે મજબુત સરકાર ઇચ્છીએ છીએ જેથી દેશનાં ખેડૂતોની સ્થિતી સુધારી શકાય. તેમનો રસ્તો દળોને જોડવાનું છે અમે દેશની જનતાનું હૃદય જોડવા માંગીએ છીએ.
કોંગ્રેસનાં રાજમાં પૈસા હજમ કરવાની છુટ હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું એવો દાવો નથી કરતો કે મે જ બધુ કામ કર્યું જો તેવું કહીશ તો પછી મોદીનું કામ જ શું છે. મે દિવસ રાત એક કરીને પ્રયાસ કર્યો છે કે દેશનાં લોકોનો જીવન સરળ બને. જે સ્પીડ પહેલા વિજળી ગામ ગામ પહોંચી. જે સ્પીડે રેલ્વે લાઇનો બિછાવાઇ રહી છે. જો આ સ્પીડે કામ અગાઉની સરકારોએ કર્યું હોત તો અત્યાર દેશનો વિકાસ અનોખી ઉંચાઇએ પહોંચી ગયો હોત. પહેલા પબ્લિક અને તેમનાં પબ્લિક મનીની કોઇ જ કિંમત નહોતી.
અગાઉની સરકારોએ અન્નદાતાને માત્ર મતદાતા બનાવી રાખ્યો હતો
વડાપ્રધાને કહ્યું કે, જ્યારે ખેડૂતોની સમસ્યાની વાત કરીએ તો પહેલા સત્યનો સ્વિકાર કરવાની જરૂર છે. પહેલા જેમની પાસે ખેડૂત સંકટથી બહાર કાઢવાની જવાબદારી હતી તો તેમણે અન્નદાતાને માત્ર અને માત્ર મતદાતાઓ બનાવી રાખ્યા. અમે અન્નદાતાને માત્ર મતદાતા જ નહી પરંતુ ઉર્જાદાતા પણ બનાવવા જઇ રહ્યા છીએ. તે માટે વ્યવસ્થા ચાલી રહી છે. દેશમાં ખેડૂતો તે વાતનાં સાક્ષી છે કે મુળ કિંમતનાં 1.5 ગણો ભાવ કેટલાય દશકોથી ચાલી રહી હતી, પહેલા આ વાત માત્ર ફાઇલોમાં જ દબાઇને રહી હતી.
દેશની દિકરીઓએ પહેલીવાર ફાઇટર પ્લેન ઉડવ્યું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઓફીસમાં મહિલાઓની ભાગીદારી વધારાઇ રહી છે. મેટરનિટી લીવ પણ 12થી વધારીને 26 અઠવાડીયા માટેની કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણ એ જ છે કે દેશમાં પહેલીવાર દેશની બાળકીઓએ ફાઇટર પ્લેન ઉડાવી રહી છે. મહિલા સશક્તિકરણ એજ છે કે દેશમાં પહેરીવાલ પુત્રીઓ ફાઇટર પ્લેન ઉડાવી રહી છે.
યુવાનો માટે અમે અનેક કામ કર્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યુવાનો માટે ગત્ત 4 વર્ષોમાં ભાજપ સરકારે અનેક કામ કર્યા છે. દેશનાં યુવાનો આજે વિશ્વના મંચો પર ન્યૂ ઇન્ડિયાનાં પરિણામોથી જ ઝંડાઓ લહેરાઇ રહ્યા છે. યુવાનોને ખબર છે કે તેમનો દેશ નવો આયામ બનાવી રહ્યું છે. દેશ નવી ઉંચાઇ પર વધી રહ્યું છે. દેશનાં યુવાનો આજે પોતે એક્સપ્રેસ કરે છે. અમારા દેશમાં ટેલેન્ટની કોઇ જ કમી નથી, ભાજપ સરકારે દેશમાં તેને વધારવા માટે એક વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
સવર્ણો માટે અલગથી 10 ટકા અનામતની વ્યવસ્થા કરવામાં આવી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જેમને પહેલાથી જ અનામત મળી રહી હતી તેમનો હક છીનવ્યા વગર જ 10 ટકા અનામતની વ્યવસ્થા સવર્ણો માટે કર્યા છે. આ કરવાથી બધુ જ યોગ્ય થઇ જશે, તેવું મે ક્યારે પણ નહોતું કહ્યું કે ન કહું છું પરંતુ તેવું કરવું જરૂરી હતું. કોઇનાં હકને ઘટાડ્યા વગર આ વ્યવસ્થા કરવામાં આવી છે, તે અંગે કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા હતા. અમે કોઇનો હક પણ નથી છીનવ્યો અને નહોતુ મળી રહ્યું તેમને પણ આપ્યું છે.
પટેલ પહેલા વડાપ્રધાન હોત તો દેશની તસ્વીર આજે અલગ જ હોત
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સૌથી મોટી ઉપલબ્ધી છે કે અમે એક એવી સરકારી ચલાવી રહ્યા છીએ જે અંગે સાડા ચાર વર્ષની અંદર એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. જો દેશમાં વર્ષ 2004માં ચૂંટણી બાદ કોંગ્રેસનાં રાજમાં 10 વર્ષ વિકાસનું કામ થયું હોત અને ભ્રષ્ટાચારનો આરોપ ન લાગ્યો હોત તો તસ્વીર આજે કંઇક અલગ જ હોત. હું કહું છું કે જો દેશની પહેલા વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલ હોય તો દેશ કંઇક અલગ જ હોત, તે પ્રકારે 2004 બાદ જો દેશના વડાપ્રધાન અટલજી હોત તો દેશનો વિકાસ આજે કંઇક અલગ જ મુકામ પર પહોંચી ગયો હતો. મોદીએ કહ્યું કે, આજે દેશની જનતાને વિશ્વાશ છે કે તેઓ જે ટેક્સ સ્વરૂપે પૈસા આપી રહ્યા છે તેનો ઉપયોગ વિકાસના કાર્યો માટે થઇ રહ્યો છે. અમે આ વિશ્વાસ લોકોની અંદર પેદા કર્યો છે. ભાજપ સરકારે સાબિત કરી દીધું છે કે ભ્રષ્ટાચાર વગર પણ સરકાર ચાલી શકે છે. ભારતીય જનતા પાર્ટી ન માત્ર વિકાસના મંત્ર પર ચાલી રહી છે. અમારો નારો છે સબકા સાથ સબકા વિકાસ છે, તે આગળ પણ રહેશે. મોદીએ કહ્યું કે, આર્થિક આધાર પર સવર્ણોને 10 ટકા અનામત નવા ભારતને વધારનારૂ છે. બાબા સાહેબે જે અધિકાર આપણને આપ્યો છે તે આગળ પણ રહેવાનો છે. સામાજિક ન્યાયને જોતા સામાન્ય વર્ગને નજરઅંદાજ કરી શકાય નહી.
ઇતિહાસમાં પહેલીવાર સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નહી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશનાં ઇતિહાસામં પહેલીવાર એવું થયું છે જ્યારે સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ લાગ્યો નથી. અમે તે વાત પર ગર્વ કરી શકીએ છીએ. અમારી પહેલાની સરકારનો જે કાર્યકાળ હતો, તેણે દેશને ઉંડા અંધારામાં ધકેલી દીધો હતો. ભારતે 2004થી 2014ના મહત્વપુર્ણ 10 વર્ષોમાં ગોટાળા અને ભ્રષ્ટાચારના આરોપમાં ગુમાવી દીધા. 21મી સદીની શરૂઆતમાં તે 10 વર્ષ ખુબ જ મહત્વપુર્ણ હતા.
બે સાંસદો વાળી પાર્ટી આજે વિશાલ સ્વરૂપમાં
પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે મારૂ મન વધારે બોલવાનું છે. તેમણે કહ્યું કે, 2 સાંસદો વાળી પાર્ટીની આજ એટલી મોટી બેઠક થઇ રહી છે. આ ઐતિહાસિક છે. આ પહેલી બેઠક છે જે અટલજી વગર થઇ રહી છે. તેઓ જ્યાંથી પણ આપને જોઇ રહ્યા હશે તેમને પણ સંતોષ થઇ રહ્યો હશે. હું કામના કરુ છું કે પાર્ટીનાં તમામ કાર્યકર્તા પર તેમનો આશીર્વાદ જળવાઇ રહે.