The Kashmir Files: `ધ કાશ્મીર ફાઈલ્સ` ફિલ્મ વિશે પીએમ મોદીએ સંસદીય બોર્ડની બેઠકમાં આપ્યું મોટું નિવેદન
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં એક રસપ્રદ વાત જોવા મળી. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં થઈ રહેલી બેઠકમાં પાર્ટીના નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરતા જીત માટે અભિનંદન પાઠવ્યા.
નવી દિલ્હી: દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં એક રસપ્રદ વાત જોવા મળી. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં થઈ રહેલી બેઠકમાં પાર્ટીના નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરતા જીત માટે અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીના સ્વાગત દરમિયાન જ્યારે તેમને મોટો હાર પહેરાવવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને આગળ કરી દીધા. નડ્ડા તો થોડી પળો માટે જાણે સ્તબ્ધ થઈ ગયા. જો કે ત્યારબાદ થોડીવારમાં બંને નેતાઓ એક સાથે માળાની ફ્રેમમાં જોવા મળ્યા. બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ.
ધ કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મો બનતી રહેવી જોઈએ- મોદી
ભાજપની સંસદીય દળની બેઠકમાં સૂત્રોના હવાલે એ પણ જાણવા મળ્યું છે કે પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મો બનતી રહેવી જોઈએ. આવી ફિલ્મોથી સત્ય સામે આવે છે. એક લાંબા સમય સુધી જે સત્યને છૂપાવવાની કોશિશ કરાઈ તેને સામે લાવવામાં આવી રહ્યું છે. આ કારણએ જે લોકો સત્ય છૂપાવવાની કોશિશ કરતા હતા તેઓ આજે તેનો વિરોધ કરી રહ્યા છે.
વંશવાદ લોકતંત્ર માટે જોખમ
પ્રધાનમંત્રી મોદીએ ભાજપની સંસદીય દળની બેઠકમાં કહ્યું કે વંશવાદ લોકતંત્ર માટે જોખમ છે આપણે તેના વિરુદ્ધ લડવું પડશે. તેમણે એ પણ કહ્યું કે પરિવારવાદ વિરુદ્ધ જો અમે બીજી પાર્ટીઓ સામે જંગ કરી રહ્યા છીએ તો તેના પર આપણે આપણી પાર્ટીમાં પણ વિચાર કરવો જોઈએ. સાંસદોના પુત્રોને ટિકિટ ન મળી તો તેના માટે હું જવાબદાર છું. જો તે પાપ છે તો મે તે કર્યું છે. હું તમારો આભારી છું કે આમ છતાં તમે અમારી સાથે છો.
Hijab Case: ઈસ્લામમાં હિજાબ પહેરવો જરૂરી નથી, તે ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી, HC એ અરજી ફગાવી
ચાર રાજ્યોમાં ભાજપને મળી શાનદાર જીત
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત મળી છે. યુપીમાં ઈતિહાસ રચતા ભાજપે એકવાર ફરીથી બાજી મારી છે. તમામ માન્યતાઓને ધ્વસ્ત કરતા યોગી આદિત્યનાથ એકવાર ફરીથી સરકાર બનાવશે. યુપીમાં ભાજપ ગઠબંધનને 273 બેઠકો મળી છે. જ્યારે સપા ગઠબંધનને 125 બેઠકો મળી છે. કોંગ્રેસને 2 જ્યારે બસપાને તો સમ ખાવા પૂરતી એક જ બેઠક મળી. જ્યારે ઉત્તરાખંડમાં ભાજપને 47 બેઠકો મળી છે. કોંગ્રેસે 19 સીટો સાથે સંતોષ માનવો પડ્યો.
યુક્રેન-રશિયા યુદ્ધ મામલે શું ઈચ્છે છે ભારત? UNSC માં સ્પષ્ટ કર્યું પોતાનું વલણ
લોકસભામાં ભાજપના 301 સાંસદ છે. જ્યારે રાજ્યસભામાં 97 સાંસદ છે. બેઠકમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે. 10 રાજ્યો યુપી, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં થયેલી વિધાનસભા ચૂંટણીના તાજેતરમાં પરિણામ જાહેર થયા. પંજાબને બાદ કરતા ભાજપે તમામ રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube