કોલકત્તાઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) આ દિવસોમાં પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે. ડાયમંડ હૉરોબરના રેડિયો સ્ટેશન ગ્રાઉન્ડ પર આયોજીત રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે, આજ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ગુંડાએ અમારી ગાડી પર હુમલાનો પ્રયાસ કર્યો. કૈલાશ વિજયવર્ગીય, મુકુલ રોય પર હુમલો કરવામાં આવ્યો. આપણે મમતાનું બંગાળ નહીં, રવીન્દ્રનાથ જીનું બંગાળ બનાવવું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળમાં તંત્રની ટીકા કરતા જેપી નડ્ડાએ કહ્યુ કે, બંગાળમાં વહીવટી તંત્ર નામની કોઈ વસ્તુ નથી. અહીંની જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે. જ્યારે તમે પોતાનો હક માગવા પ્રશાસન પાસે જાવ તો તમારી પાસે કટ મની માગે છે. આવી સરકારને ઉખાડી ફેંકવાની છે. 


નડ્ડાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હુમલો કરતા કહ્યુ કે, મમતા જીને કઈ વસ્તુનો ભય છે. એક તો બેઈમાની ઉતરથી તેનાથી બચવાનો પ્રયાસ. તેણે તમારા હક પર તરાપ મારવાનું કામ કર્યું છે. 


આ પણ વાંચોઃ કિસાનોને મનાવવાના પ્રયાસમાં સરકાર, કૃષિ મંત્રીએ કહ્યું- લેખિતમાં આપીશું MSPની ગેરંટી


આજે કાફલા પર થયેલા હુમલાની નિંદા કરતા ભાજપ નેતા જેપી નડ્ડાએ કહ્યુ કે, બંગાળ જે પોતાની સંસ્કૃતિ, સંસ્કાર, પોતાની મીઠી ભાષા અને બંગાળી સાહિત્ય માટે ઓળખવામાં આવે છે, તેવામાં બંગાળ પર મમતાની અરાજકતા વાળી અને અસહિષ્ણુ સરકાર છે, તેની તસવીર આજે આપણે જોઈ છે. 


નડ્ડાએ કહ્યુ કે, આજે ટીએમસીના ગુંડાએ અમારી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. કૈલાશ વિજયવર્ગીય, મુકુલ રોય પર હુમલો કર્યો. શું આ રવીન્દ્રનાથ ટાગોરજીનું, બંકિમચંદ્ર જીનું બંગાળ છે? અમારે મમતા જીનું બંગાળ નહીં, રવીન્દ્રનાથ જીનું બંગાળ બનાવવું છે. 


આ પણ વાંચોઃ નવા સંસદ ભવનના શિલાન્યાસ પર PM મોદીએ કહ્યું- 130 કરોડ દેશવાસીઓ માટે ગર્વનો દિવસ


તેમણે કહ્યુ કે, અમ્ફાનના સમયે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે મત્સ્ય સાથે જોડાયેલા સમાજના લોકો મારી સામે છે, તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 હજાર કરોડ રૂપિયા મોકલ્યા અને 12 હજાર કરોડ અલગથી મોકલવાની વાત કહી હતી, પરંતુ મમતા બેનર્જીએ ભ્રષ્ટાચારમાં ઉચરથી નીચે સુધી જે સંડોવણી દેખાડી, તેનાથી હાઈકોર્ટને કહેવું પડ્યું કે, તેનો કોઈ હિસાબ નથી, તેથી કેગ ઓડિટ કરે. જેની વિરુદ્ધ મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટ ગયા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube