નવી દિલ્હીઃ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂને આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએના ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. સંસદીય બોર્ડની બેઠક બાદ મંગળવારે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમની ઉમેદવારીની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે મને વિશ્વાસ છે કે દ્રૌપદી મુર્મૂ આપણા દેશના મહાન રાષ્ટ્રપતિ બનશે. તેમણે પોતાનું જીવન સમાજની સેવા ગરીબો, દલિતો તથા હાશિયા પર રહેલા લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત કર્યું છે. 


પીએમ મોદીએ કહ્યુ, 'લાખો લોકો, જેણે ગરીબીનો અનુભવ કર્યો છે અને જીવનમાં મુશ્કેલીનો સામનો કર્યો છે, તે દ્રૌપદી મુર્મૂના જીવનથી શક્તિ પ્રાપ્ત કરે છે. નીતિગત મુદ્દા પર તેમની સમજ અને તેમની દયાળુ પ્રવૃતિથી દેશને ફાયદો થશે.'


Draupadi Murmu Profile: જાણો કોણ છે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ


આ પણ વાંચોઃ Presidential Elections 2022: કોણ છે ભાજપનું ગોત્ર ધરાવતા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર? જાણો કુંડળી


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube