Draupadi Murmu Profile: જાણો કોણ છે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ

Draupadi Murmu Profile: ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા છે. જાણો કોણ છે દ્રૌપદી મુર્મૂ.

Draupadi Murmu Profile: જાણો કોણ છે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ

નવી દિલ્હીઃ Presidential Elections 2022: રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને એનડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે 20થી વધુ નામ હતા. દ્રૌપદી મુર્મૂ એનડીએના ઉમેદવાર બશે. દ્રૌપદી મુર્મૂના સફર વિશે વાત કરીએ તો તેમણે ઓડિશાના પાર્ષદ બનવાની સાથે રાજકીય જીવનની શરૂઆત કરી હતી. 

20 જૂન 1958ના જન્મેલા દ્રૌપદી મુર્મૂ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજૂ જનતા દળ ગઠબંધન સરકાર દરમિયાન 2000-2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે સ્વતંત્ર પ્રભાર અને 6 ઓગસ્ટ 2002થી મે સુધી મત્સ્ય પાલન અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી હતા. તેઓ વર્ષ 2000થી 2004માં ઓડિશાના પૂર્વ મંત્રી અને રાયરંગપુર વિધાનસભાથી ધારાસભ્ય હતા. તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યા હતા.

તો રાજ્યપાલ પદે પહોંચનારા ઓડિશાના પ્રથમ મહિલા અને આદિવાસી નેતા રહ્યાં છે. તો ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મૂ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. આ સિવાય તે ઓડિશાથી પ્રથમ રાષ્ટ્રપતિ પણ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news