Presidential Elections 2022: કોણ છે ભાજપનું ગોત્ર ધરાવતા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર? જાણો કુંડળી

બેઠક બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે વિપક્ષી દળોએ સર્વસંમત્તિથી નિર્ણય કર્યો છે યશવંત સિન્હા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર હશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પદ માટે યશવંત સિન્હાનું નામાંકન 27 જૂને 11:30 વાગે યોજાશે.

Presidential Elections 2022: કોણ છે ભાજપનું ગોત્ર ધરાવતા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર? જાણો કુંડળી

Presidential Elections 2022: રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને આજે વિપક્ષી દળોની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક બાદ વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિન્હાના નામની જાહેરાત કરી. આ બેઠકમાં જયરામ રમેશ, શરદ પવાર, ડી રાજા,  પ્રફૂલ્લ પટેલ, સીતારામ યેચૂરી, મલ્લિકાર્જુન ખડગે, રણદીપ સુરજેવાલા, હસનૈન મસૂદી (નેશનલ કોન્ફ્રેંસ), રામગોપાલ યાદવ, ઓવૈસીની પાર્ટીના સાંસદ ઇમ્તિયાઝ જલ્લીલ સહિત ઘણા નેતા પહોંચ્યા હતા. બેઠકમાં કુલ 15 પાર્ટી સામેલ થઇ. શરદ પવારે કહ્યું કે ટીઆરએસ ટીઆરએસ, આમ આદમી પાર્ટી અને શિવસેના બેઠકમાં નથી. પરંતુ ત્રણ પાર્ટીઓ યશવંત સિન્હાનું સમર્થન કરશે. 

બેઠક બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે વિપક્ષી દળોએ સર્વસંમત્તિથી નિર્ણય કર્યો છે યશવંત સિન્હા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર હશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પદ માટે યશવંત સિન્હાનું નામાંકન 27 જૂને 11:30 વાગે યોજાશે. વિપક્ષે કહ્યું કે અમે ભાજપ, તેના સહયોગીઓ સાથે રાષ્ટ્રપતિના રૂપમાં યશવંત સિન્હાનું સમર્થન કરવાની અપીલ કરે છે જેથી અમે એક યોગ્ય 'રાષ્ટ્રપતિ' ને નિર્વિરોધ ચૂંટી શકે. યશવંત સિન્હા બે વાર કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. પહેલીવાર તે 1990 માં ચંદ્રશેખરની સરકારમાં અને પછી અટલ બિહારી વાજપાયી નીત સરકારમાં નાણા મંત્રી હતા. તે વાજપાઇ સરકારમાં વિદેશમંત્રી પણ રહ્યા છે. 

લગભગ બેથી અઢી દાયકા સુધી ભાજપમાં સક્રિય રહીને દેશના રાજાકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર યશવંત સિન્હાએ આઇએએસની નોકરી છોડી રાજકારણમાં પગલાં માંડ્યા હતા. 1937 માં એક કાયસ્થ પરિવારમાં જન્મેલા યશવંત સિન્હા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇની સરકારમાં નાણા અને વિદેશ મંત્રી જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળી ચૂક્યા છે. 

બિહારના નાલંદા જિલ્લાના અસ્થાવા ગામામાં જન્મેલા યશવંત સિન્હાએ પ્રારંભિક શિક્ષણ પટનામાં પુરૂ કર્યા બાદ રાજનીતિ શાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે. 1960 સુધી પટના યુનિવર્સિટીમાં આ વિષયના પ્રોફેસર પણ રહ્યા. આ વર્ષે તેમની પસંદગી આઇએએસ માટે થઇ ગઇ અને લગભગ 24 વર્ષ સુધી તેમણે વહિવટી સેવામાં નોકરી કરી. તે બે વર્ષ સુધી બિહારમાં નાણા વિભાગના સચિવ અને ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં ઉપસચિવ સહિત ઘણા પદો પર રહ્યા, જ્યારે 1971 થી 1974 સુધી જર્મનના બોન સ્થિત ભારતીય દૂતાવાસના પહેલા સચિવ નિયુક્ત કરવામાં આવ્યા.

1973 થી 74 દરમિયાન યશવંત સિન્હાએ ફ્રેંકફર્ટમાં ભારતેય મહાવાણિજ્યદૂતના પર કામ કર્યું. લગભગ 7 વર્ષ સુધી આ પદ પર રહ્યા બાદ તેમને વિદેશ વેપાર અને ભારતના યૂરોપીય આર્થિક સંઘ સાથે સંબંધોના વિષયમાં નિપુણતા પ્રાપ્ત કરી. બિહાર અને કેન્દ્રમાં વિભિન્ન પદો પર કામ કર્યા બાદ જેપી આંદોલનથી પ્રભાવિત થઇને રાજકારણમાં આવી ગયા. 1984માં યશવંત સિન્હાએ ભારતીય વહિવટી સેવાની નોકરી છોડીને જનતા પાર્ટી સાથે રાજકીય ઇનિંગની શરૂઆત કરી. 1988 માં જનતા દળના નિર્માણ બાદ તેમને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા. 

1990-91 માં તે ચંદ્રશેખર સરકારમાં નાણામંત્રી રહ્યા. પછી તે ભાજપમાં સામેલ થયા બાદ તેમને પાર્ટીના પ્રવક્તા બનાવવામાં આવ્યા. તો બીજી તરફ અટલ બિહારી વાજયેપીના નેતૃત્વમાં એનડીએની સરકાર બન્યા બાદ તે નાણામંત્રી અને વિદેશમંત્રી રહ્યા. આ દરમિયાન યશવંત સિન્હાએ હજારીબાગ સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું. પછી તેમણે ભજપમાંથી રાજીનામું આપી દીધું અને અલગ મોરચો બનાવીને ભાજપના વિરોધમાં રાજકીય એકજૂટતા બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વર્ષ 2021 માં તે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા. હાલ રાજ્યસભાના સાંસદ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news