ભાજપ ગઠબંધનો માટે તૈયાર છે, જૂના મિત્રો સાથે મૈત્રી નિભાવે છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ જણાવ્યું કે, `20 વર્ષ પહેલા દૂરંદેશી નેતા અટલજી ભારતીય રાજનીતિમાં નવી સંસ્કૃતિ લાવ્યા હતા, જે સફળ ગઠબંધનની રાજનીતિની સંસ્કૃતિ હતી. તેમણે ક્ષેત્રીય આકાંક્ષાઓને સૌથી વધુ મહત્વ આપ્યું છે, એટલજીએ અમને જે માર્ગ દેખાડ્યો છે, ભાજપ તેના પર જ ચાલી રહ્યો છે`
ચેન્નઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે જણાવ્યું કે, ભાજપ ગંઠબંધન કરવા માટે તૈયાર છે અને તે જૂના મિત્રો સાથે મૈત્રી નિભાવે છે. આ સાથે જ તેમણે એ વાતના સંકેત આપ્યા કે, ભાજપ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમિલનાડુમાં NDAને મજબૂત કરવા માગે છે.
તમિલનાડુમાં પાંચ જિલ્લાના બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીતમાં તેમણે 90ના દાયકામાં પૂર્વ વડા પ્રધાન દિવંગદ અટલ બિહારી વાજપેયી દ્વારા શરૂ કરવામાં આવેલી 'સફળ ગઠબંધનની રાજનીતિ'ને યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે, ભાજપના દરવાજા 'હંમેશાં ખુલ્લા છે.'
સવર્ણ અનામતઃ સંસદમાં પસાર થવાના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં ફેંકાયો પડકાર
અટલજી ભારતીય રાજનીતિમાં નવી સંસ્કૃતિ લાવ્યા હતા
તેમણે જણાવ્યું કે, '20 વર્ષ પહેલા દૂરંદેશી નેતા અટલજી ભારતીય રાજનીતિમાં નવી સંસ્કૃતિ લાવ્યા હતા, જે સફળ ગઠબંધનની રાજનીતિની સંસ્કૃતિ હતી. તેમણે ક્ષેત્રીય આકાંક્ષાઓને સૌથી વધુ મહત્વ આપ્યું છે, એટલજીએ અમને જે માર્ગ દેખાડ્યો છે, ભાજપ તેના પર જ ચાલી રહ્યો છે'.
વડા પ્રધાન મોદી એક કાર્યકર્તાના સવાલનો જવાબ આપી રહ્યા હતા કે શું ભાજપ AIDMK, DMK કે રજનીકાંત સાથે ગઠબંધન કરશે. રજનીકાંતે હજુ પોતાની રાજકીય પાર્ટી બનાવી નથી.
PM મોદીએ 'મહિલા'વાળી ટિપ્પણી બદલ રાહુલ પર સાધ્યું નિશાન, મહિલા આયોગે પાઠવી નોટિસ
કોંગ્રેસે ક્ષેત્રીય આકાંક્ષાઓની ચિંતા કરી નતી
સ્થાનિક પક્ષો સાથે 'સારો વ્યવહાર ન કરવા' માટે કોંગ્રેસ પર નિશાન સાધતાં તેમણે જણાવ્યું કે, 'અટલજીએ જે કર્યું તે કોંગ્રેસથી તદ્દન વિપરીત છે. તેણે ક્યારેય સ્થાનિક આકાંક્ષાઓની ચિંતા કરી નથી.' મોદીએ જણાવ્યું કે, 'કોંગ્રેસે સ્થાનિક રાજકીય પક્ષો, મહત્વાકાંક્ષાઓ અને લોકો સાથે સારો વ્યવહાર કર્યો નથી. કેમ કે તેમને લાગે છે કે માત્ર તેમની પાસે જ સત્તામાં રહેવાનો અધિકાર છે.'
ભારતીય જનતા પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણીમાં તમિલનાડુમાં PMK, MDMK સહિતના નાના સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું અને 39માંથી બે સીટ પર વિજય મેળવ્યો હતો. જેમાં એક ભાજપે અને એક પીએમકેએ જીતી હતી.