ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સોમવારે 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી. પાર્ટીએ અનુભવી નેતા અરવિંદ લિંબાવલીને મહાદેવપુરા સીટથી હટાવીને તેમની જગ્યાએ તેમના પત્ની મંજૂલા અરવિંદ લિંબાવલીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના સંપર્કમાં હોવાની અફવાઓ વચ્ચે 2008થી આ સીટ પર વિધાયક રહેલા અરવિંદ લિંબાવલીને ભાજપે ટિકિટ આપવાની ઓફર આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાદેવપુરા ગત વર્ષે ચર્ચામાં હતું જ્યારે ભારે વરસાદના કારણે આ મતવિસ્તારના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. અહીં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ અને હાઉસિંગ સોસાયટીઓના પણ ઘર છે. 


'ગુજરાત મોડલ' કર્ણાટકમાં BJP ને ભારે પડશે? અઠવાડિયામાં 8 દિગ્ગજ નેતાઓએ પાર્ટી છોડી


સૂર્યગ્રહણ થવામાં ગણતરીના કલાક બાકી, જાણો કોને થશે છપ્પરફાડ લાભ, કોણે રહેવું સાવધ


ચર્ચિત લાંચ કેસમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને મોટો ઝટકો, SCએ રદ્દ કર્યા જામીન


આજે બહાર પાડવામાં આવેલી યાદીમાં હુબલી-ધારવાડ-મધ્યથી પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર ચૂંટણી લડવા માંગતા હતા. પાર્ટીએ આ સીટ પરથી પોતાના પ્રદેશ મહાસચિવ મહેશ તેંગિનાકાઈની જાહેરાત કરી છે. ભાજપે હાલમાં જ બીજી યાદીમાં 23 ઉમેદવારો અને પહેલી યાદીમાં 189 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. કર્ણાટકમાં 10મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને 13મી મેએ મતગણતરી થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube