Surya Grahan: સૂર્યગ્રહણ થવામાં ગણતરીના કલાકો બાકી, જાણો કોને થશે છપ્પરફાડ લાભ, કોણે રહેવું અત્યંત સાવધ

Solar Eclipse 2023 Date Time Effects: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 3 રાશિના જાતકો માટે સુવર્ણ દિવસો લાવશે સૂર્યગ્રહના દિવસે બની રહેલા શુભ યોગ આ લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. જાણો કઈ રાશિના જાતકોએ અત્યંત સાવધાન રહેવું પડશે. 

Surya Grahan: સૂર્યગ્રહણ થવામાં ગણતરીના કલાકો બાકી, જાણો કોને થશે છપ્પરફાડ લાભ, કોણે રહેવું અત્યંત સાવધ

Surya Grahan 2023 in India: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ ગુરુવારે લાગવા જઈ રહ્યું છે.  20 એપ્રિલ 2023ના રોજ સવારે 7.04 વાગ્યાથી ગ્રહણ શરૂ થશે અને બપોરે 12.29 વાગ્યા સુધી ચાલશે. આ ગ્રહણ જો કે ભારતમાં જોવા મળશે નહીં. ગ્રહણ સમયે અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં સૂર્ય હશે. આ દરમિયાન તેમની સાથે રાહુ અને બુધ પણ હશે. હિન્દુ માન્યતાઓમાં ગ્રહણને શુભ માનવામાં આવતું નથી. પરંતુ આ વખતે સૂર્યગ્રહણના દિવસે 5 શુભ યોગ બની રહ્યા છે જેના લીધે કેટલીક રાશિના જાતકો માટે ગ્રહણ લકી સાબિત થશે. જાણો કઈ છે તે રાશિ...

મિથુન રાશિ
સૂર્યગ્રહણ પર બનનારા શુભ યોગનો લાભ મિથુન રાશિના જાતકોને મળશે. તમારા વર્કપ્લેસ પર તમારા વખાણ થશે અને છૂપાયેલી ટેલેન્ટ પણ બધાની સામે આવશે. કેટલાક મહત્વના લોકો સાથે મળવાનું થઈ શકે છે. જેનો લાભ તમને ભવિષ્યમાં મળશે. જો પૈસા અટક્યા છે તો તે પણ પાછા મળવાની શક્યતા છે. 

કર્ક રાશિ
સૂર્યગ્રહણની સારી અસર કર્ક રાશિ ઉપર પણ જોવા મળશે. ભાગ્ય તમને પૂરેપૂરો સાથ આપશે. કરિયરમાં પણ પ્રગતિના યોગ બની રહ્યા છે. પરવારમાં ખુશીઓનો માહોલ જોવા મળશે. નીકટના લોકો અને કુટુંબીજનો તમને પૂરેપૂરું સમર્થન આપશે. વ્યક્તિત્વમાં પણ નીખાર આવશે. વિદેશ ટુર પર જવા માંગતા હોવ તો તમારી ઈચ્છા પૂરી થશે. નવા લોકો સાથે તમારા સંપર્ક બનશે. મિત્રો સાથે સમય પસાર કરી શકશો. 

સિંહ રાશિ
સૂર્યગ્રહણ પર વિશેષ યોગના કારણે સિંહ રાશિવાળાને ચાંદી થવાની છે. વિદ્યાર્થીઓનું ફોકસ સારું થશે અને અભ્યાસમાં મન લાગશે. લવ લાઈફ ખુબ શાનદાર રહેશે. બાળકો પણ પ્રગતિ કરશે. જેનાથી તમે ખુબ જ ખુશ રહેશો. પરિવારમાં સારો માહોલ રહેશે અને અટકેલા પૈસા પાછા મળશે. તમે જમીન-ગાડી પણ ખરીદી શકો છો. કારોબારમં પ્રગતિના યોગ બની રહ્યા છે. ધર્મ-કર્મના કામોમાં રસ લેશો. 

ધનુ રાશિ
ધનુ રાશિવાળા પણ સૂર્યગ્રહણ પર બની રહેલા યોગોથી ફાયદો મેળવશે. નોકરીયાતોને પ્રમોશન મળી શકે છે. સાથીઓ અને ઓફિસરો સાથે તમારા સંબંધ સારા રહેશે. કોઈ ટીમની કમાન તમને મળી શકે છે. જો કે તમારે ખર્ચા પર લગામ લગાવવાની જરૂરીયાત છે. આ દરમિયાન તમે સેવિંગ્સ કરી શકશો. અને આર્થિક સ્થિતિ સારી થશે. લાઈફ પાર્ટનર સાથે આગળનું પ્લાનિંગ કરી શકો છો. 

કુંભ રાશિ
સૂર્યગ્રહણ કુંભ રાશિવાળા પર ખુબ શુભ અસર કરશે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને મિત્રો પરિવાર સાથે તીર્થયાત્રા કરી શકો છો. જો હેલ્થને લઈને પરેશાનીઓ ચાલી રહી હતી તો તે દૂર થઈ શકે છે. જો કે તમે ભાગ્યથી વધુ તમારી મહેનત પર ધ્યાન આપો. તે તમને વધુ સફળતા અપાવશે. આ દરમિયાન લવ લાઈફ શાનદાર રહેશે અને સંબંધ મજબૂત બનશે. 

વૃષભ રાશિવાળાએ સાચવવું
મેષ રાશિમાં સૂર્યગ્રહણ લાગવાના કારણે વૃષભ રાશિ પર આ ગ્રહમનો દ્વિતિય ભાવની દ્રષ્ટિ પડી રહી છે. 6, 8, 12 ઉપરાંત જ્યોતિષમાં બીજા ભાવને પણ મારક ગણવામાં આવે છે. દ્વિતિય ભાવમાં હોવાના કારણે વૃષભ રાશિવાળા માટે આ ગ્રહણ ખુબ કષ્ટકારી કે પીડાદાયક સાબિત થઈ શકે છે. વૃષભ રાશિવાળા સ્વાભાવે મૃદુ અને સારા હોય છે. સુંદર હોય છે. લોકો તેમના વ્યક્તિત્વના કારણે આકર્ષિત થવા લાગે છે. 

સૂર્યગ્રહણ મેષ રાશિમાં પડવાના કારણે વૃષભ રાશિવાળાને સૂર્યથી શારીરિક રોગ પેદા થઈ શકે છે. ઈજા થઈ શકે છે. લોહી સંબધિત ઈન્ફેક્શન લાગી શકે છે. પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. કાંચથી ઈજા થઈ શકે છે. રસ્તે જતા ઈજા લાગવાનું જોખમ વધુ છે. મોટી દુર્ઘટના ઘટી શકે છે. 

આ ચીજોનું દાન કરવું
જ્યોતિષ શાસ્ત્રમાં વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આથી ખાસ કરીને ચંદ્રમાની વસ્તુઓ અને શુક્રની વસ્તુઓ બંને ભેગા કરીને દાન કરવાની જરૂર છે. ચંદ્રમાની વસ્તુ દાન કરવાથી ગ્રહણનો નકારાત્મક પ્રભાવ આપોઆપ ઓછો થવાનો શરૂ થઈ જશે. આ સાથે જ શિવજીનું પૂજન કરો. લક્ષ્મી નારાયણનું પૂજન કરો. ગ્રહણ કાળમાં મધ્યમાં મુસાફરી ન કરવી. એક સ્થાન પર બેસીને હનુમાન ચાલીસા વાંચવાથી મંગળ દોષ સમાપ્ત થશે. લક્ષ્મી સૂક્ત કે નારાયણ સૂક્તનો પાઠ કરવાથી ભગવાન નારાયણની કૃપાથી સૂર્યનો પ્રભાવ ઓછો પડશે. ગ્રહણમાં સફેદ રંગના વસ્ત્ર ધારણ કરવાથી તેના મધ્યમાં બેસીને આ બધી ચીજોનો જાપ કરશો તો ચામડીન રોગ વગેરેની અસર ઓછી થઈ જશે. 

ઉપાય
ગ્રહણનો દુષ્પ્રભાવ ન પડે તે માટે શુક્ર સંબંધિત ચીજો અત્તર જરૂર તમારી પાસે રાખો. ગ્રહણ કાળ બાદ તે અત્તર કોઈ પણ વ્યક્તિને દાનમાં આપી દો. કોઈ બ્રાહ્મણ કે બ્રાહ્મણીને દાન કરવાથી પણ શુક્રની કૃપા પ્રાપ્ત થશે. તમારા પર કોઈ પણ પ્રકારનું ગ્રહણ દોષ લાગશે નહીં. જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય, તેમણે સૂર્યને જળ ચડાવવું અને સૂર્યની વસ્તુઓ દાન કરવું પણ ફાયદો કરાવી શકે છે.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news