નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરવાની એક પણ તક જતી કરતા નથી. ઉત્તર દિલ્હી નગર નિગમ જલદી એક પ્રસ્તાવ પર ચર્ચા કરશે કે દિલ્હીમાં સ્થિત રામલીલા મેદાનનું નામ બદલીને તેનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવે. આ ખબર આવ્યાં બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા લખ્યું કે રામલીલા મેદાન વગેરેનું નામ બદલીને અટલજીના નામ પર રાખવાથી મત નહીં મળે. ભાજપાએ વડાપ્રધાનજીનું નામ બદલી નાખવું જોઈએ. ત્યારે કદાચ થોડા મત મળી જાય. કારણ કે તેમને પોતાના નામ પર તો લોકો મત નથી આપી રહ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા વડાપ્રધાનને દિલ્હીના મુખ્યમંત્રી બનવા કહ્યું
આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રેશનકાર્ડ રદ કરવાના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે "મોદીજીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે તેમણે 6 કરોડ નકલી રેશન કાર્ડ કપાવ્યાં. પીએમઓ દિલ્હીના ઓફિસરોને ફોૌન કરીને જબરદસ્તીથી કાર્ડ કપાવે છે." તેમણે કહ્યું કે "મોદીજી તમે દેશ સંભાળો, દેશ સંભળતો નથી, દિલ્હીમાં હસ્તક્ષેપ બંધ કરો, કાં પછી પીએમ પદ છોડીને દિલ્હીના સીએમ બની જાઓ." 


રેશનકાર્ડ મામલે પણ કર્યો પીએમ કાર્યાલય પર હુમલો
દિલ્હીમાં રાશન વિતરણ પ્રણાલીમાંથી લગભગ અઢી લાખ લોકોના નામ હટાવવાને લઈને હાલમાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ પગલાં પાછળ વડાપ્રધાન કાર્યાલયનો હાથ ગણાવ્યો હતો. મુખ્યમંત્રી કેજરીવાલ તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે ખાદ્યઆયુક્ત મોહનજીત સિંહે વડાપ્રધાન કાર્યાલયના ઈશારે કોઈ યોગ્ય નીરિક્ષણ વગર 2.9 લાખથી વધુ લોકોના રાશન કાર્ડ રદ કરવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા અધિકારીઓ પર દબાણ નાખીને રેશનકાર્ડને રદ કરાયા છે. જ્યારે દિલ્હી સરકાર તરફથી તેનો સતત વિરોધ થઈ રહ્યો હતો. તેનાથી ગરીબોને ખુબ અસુવિધા થઈ રહી છે. તેમણે કહ્યું કે પીએમઓએ જબરદસ્તીથી ગરીબોના રેશનકાર્ડ રદ કરાવવા નહતા  જોઈતાં.