નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) થવાની છે અને ચૂંટણી રાજકારણમાં પણ રામનામની બોલબાલા છે. ભાજપ તો ત્રણ દાયકાથી રામનામની રાજનીતિ કરે છે પરંતુ રામના વિરોધી અને રામને કાલ્પનિક કથા ચરિત્ર ઠેરવનારા પક્ષ પણ હવે રામની શરણમાં રાજકીય રોટલા શેકી રહ્યા છે. આ જ કોશિશમાં યુપી ચૂંટણીથી બરારબર પહેલા એક પુસ્તક લખવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખુર્શીદે લખ્યું અયોધ્યા પર પુસ્તક
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ સલમાન ખુર્શીદે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને એક પુસ્તક લખ્યું છે. ખુર્શીદનું કહેવું છે કે તેઓ દેશને ચુકાદાનું કારણ અને મક્સદ સમજાવવા માંગે છે. પંરતુ પુસ્તક જોઈને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી અયોધ્યાની હારને પગ નીચે દબાવીને અયોધ્યાની જીતમાં પોતાનો ઝંડો પણ ઘૂસાડવા માંગે છે. 


NCP નેતા નવાબ મલિક ગુજરાત વિશે આ શું બોલી ગયા? ડ્રગ્સ મુદ્દે ઉઠાવ્યા ગંભીર સવાલ


પુસ્તકને લઈને ભાજપે ખુર્શીદ પર સાધ્યું નિશાન
સલમાન ખુર્શીદના પુસ્તકને લઈને ભારતીય જનતા પાર્ટી આક્રમક બની ગઈ છે. આજે ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સલમાન ખુર્શીદ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે હિન્દુત્વ વિરુદ્ધ કોંગ્રેસનું આ મોટું ષડયંત્ર છે અને તેમની વિચારધારા હિન્દુઓ વિરુદ્ધ છે. આ ફક્ત હિન્દુઓની ભાવનાઓ નહીં, ભારતના આત્માને પણ ઊંડી ઠેસ પહોંચાડે છે. કોંગ્રેસ પાર્ટી એક કરોળિયાની જેમ હિન્દુઓ વિરુદ્ધ નફરતનું જાળું બનાવી રહી છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે સલમાન ખુર્શીદ પર કાર્યવાહી કરવાની માંગણી કરી. 


સલમાન ખુર્શીદે કેમ લખ્યું પુસ્તક?
સલમાન ખુર્શીદે હાલ આ પુસ્તક કેમ લખ્યું અને તેનો હેતુ શું છે? તેને સારી પેઠે સમજવા માટે તમારે આ પાંચ પોઈન્ટ પર નજર ફેરવવી જોઈએ. જે સલમાન ખુર્શીદના પુસ્તકમાં કહેવાઈ છે. 


1. સલમાન ખુર્શીદ પોતાના પુસ્તકમાં કહે છે કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો બિલકુલ યોગ્ય છે. તેનો અર્થ એ છે કે કોંગ્રેસ પાર્ટી જન્મભૂમિ પર મસ્જિદના દાવાના પક્ષમાં ખોટી રીતે ખડી હતી. 


2. ખુર્શીદ લખે છે કે કોર્ટમાં હિન્દુ પક્ષે દાવાના પક્ષમાં વધુ મજબૂત પુરાવા રજુ કર્યા. તેનો અર્થ એ થયો કે મુસ્લિમ પક્ષ પુરાવા કે નબળા પુરાવાના આધારે વિવાદ કરી રહ્યો હતો. 


3.સલમાન ખુર્શીદ લખે છે કે કોંગ્રેસ પાર્ટીનું એક જૂથ હિન્દુત્વ તરફ પાછા ફરવાના પક્ષમાં છે. તેનો અર્થ એ થયો કે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ તરફી પાર્ટી ગણાય છે અને આ છબી બદલવાની કોશિશ થઈ રહી છે. 


4. ખુર્શીદ પુસ્તકના પેજ નંબર 113 પર લખે છે કે આજનું રાજનીતિક હિન્દુત્વ ISIS અને બોકો હરમ જેવા કટ્ટરપંથી વિચારધારા જેવા છે. તેનો અર્થ એ થયો કે કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વના રસ્તે જ આગળ વધી શકે છે. 


5. સલમાન ખુર્શીદે એમ પણ લખ્યું છે કે અયોધ્યાનું મંદિર કોઈ એક પાર્ટીનું નથી બધાનું છે. તેનો અર્થ એ થયો કે રામ નામની રાજનીતિમાં હવે કોંગ્રેસ પણ પોતાનો હિસ્સો શોધી રહી છે. 


સરહદ પર તણાવ વચ્ચે ભારતનો જડબાતોડ જવાબ, ચીન સહિત આ દેશોને હવે નહીં મળે ઈ-વિઝા


શું કોંગ્રેસ યુપીમાં ચૂંટણી રંગ જમાવી શકશે?
તો શું સલમાન ખુર્શીદનું પુસ્તક ઉત્તર પ્રદેશની ચૂંટણી ધરતી પર રંગ જમાવી શકશે? શું કોંગ્રેસે પણ યુપી ચૂંટણીમાં રામ નામનું સત્ય કબૂલીને આગળ વધવાનો નિર્ણય લીધો છે. સલમાન ખુર્શીદના પુસ્તકનો હેતુ શું છે? અયોધ્યાના શ્રીરામ બધાની રાજનીતિના પણ તારણહાર છે અને આ સત્ય હવે કદાચ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ કબૂલવાનું શરૂ કરી દીધુ છે. તેનું તાજું ઉદાહરણ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઅને સુપ્રીમ કોર્ટના વકીલ સલમાન ખુર્શીદનું પુસ્તક છે. જેમાં સલમાન ખુર્શીદ એવો દાવો કરે છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ખુબ સારો નિર્ણય આપ્યો છે. 


સુપ્રીમ કોર્ટના ચુકાદાને સમજવામાં 2 વર્ષ કેમ લાગ્યા?
અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટના જે સારા નિર્ણયને સમજવા અને પુસ્તક લખવામાં કોંગ્રેસ પાર્ટીના નેતા સલમાન ખુર્શીદને બે વર્ષ લાગી ગયા, તે પુસ્તક ચૂંટણી સમયે જ કેમ પૂરું થયું? તેનું કારણ તો ખુર્શીદ નથી જણાવતા. પરંતુ હા..અયોધ્યાના રામ મંદિરમાં હિસ્સો જરૂર શોધે છે. અયોધ્યામાં  બની રહેલા રામ મંદિરના નામ પર આમ તો કોંગ્રેસે પોતાની રાજનીતિક ભાગીદારી ત્યારે જ માંગવાની કોશિશ કરી હતી જ્યારે અયોધ્યામાં ભૂમિ પૂજન થઈ રહ્યું હતું અને ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર પત્ર પોસ્ટ કરીને મંદિર નિર્માણની  ખુશી અને તેમાં ભાગીદારીનો ભાવ દેખાડ્યો હતો. કોંગ્રેસની આ કોશિશ પર ઓવૈસી જેવા મુસ્લિમ નેતા ચીડાઈ પણ ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube