ભોપાલ : ભાજપ ભલે પ્રજ્ઞા ઠાકુરને ભોપાલથી પોતાના ઉમેદવાર બનવીને છાતી ફુલાવી રહ્યું હોય. પરંતુ સાધ્વીની ઉમેદવારીએ પાર્ટી માટે પરેશાની પેદા કરી દીધી છે. ડર એનો છે કે પ્રજ્ઞાસિંહ ઠાકુરનું ઉમેદવારી પત્ર રદ્દ ના થઇ જાય. જેના પગેલા આખરી સમયે ભાજપે હાલનાં સાંસદ આલોક સંજરને ડમી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. તેમના સ્વાસ્થય મુદ્દે પણ તેમના નજીકનાં વર્તુળોમાં ચિંતા રહે છે. આશંકા એવી પણ છે કે  તેમનું ઉમેદવારી પત્ર રદ્દ કરવાનું ષડયંત્ર પણ રચાઇ શકે છે. જેના કારણે ભાજપે સતર્કતા દાખવતા આલોક સંજરને પણ ફોર્મ ભરવા માટેનાં નિર્દેશો આપ્યા છે. આલોક સંજરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે,  સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની ઉમેદવારી મંજુર થતાની સાથે જ તે પોતાનું ફોર્મ પરત ખેંચી લેશે. હવે જાણો ભાજપને કયો ડર સતાવે છે જેના કારણે તેણે બે ઉમેદવારો પાસે ઉમેદવારી કરાવવી પડી.
લોકસભા ચૂંટણી 2019: ત્રીજા તબક્કામાં દેશમાં સરેરાશ 65.59% મતદાન
- રાજકીય વર્તુળોમાં શંકા છે કે સાધ્વી પર આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલા હોવાનો આરોપ હોવાના કારણે તેમની ઉમેદવારી રદ્દ કરાવવા માટે મોટી શક્તિઓ ષડયંત્રો રચી રહી છે. 
જેના કારણે ભાજપ હવે તકેદારીના ભાગ રૂપે સ્ટેડ રાખતા ડમી કેંડિડેટ ઉતાર્યો છે. આ અગાઉ ચૂંટણીમાં ભાજપ અનેક વખત ડમી કેંડીડેટ ઉતારી ચુક્યું છે. કોંગ્રેસ આ મુદ્દે ભાજપને ડરાવી રહ્યું છે. કોંગ્રેસ મીડિયા સમન્વયક નરેન્દ્ર સલુજા કહે છે કે ભાજપ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર નબળા લાગી રહ્યા છે.