લોકસભા ચૂંટણી 2019: ત્રીજા તબક્કામાં દેશમાં સરેરાશ 65.59% મતદાન

દેશમાં સાત તબક્કામાં થઇ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 15 રાજ્યોની 117 સીટો પર મતદાન યોજાયું હતું. આ તબક્કામાં ગુજરાત, કેરલ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, અસમ, દાદર નાગર હવેલી અને દમણ-દીવની બધી લોકસભા સીટો પર મતદાન યોજાયું હતું. 

લોકસભા ચૂંટણી 2019: ત્રીજા તબક્કામાં દેશમાં સરેરાશ 65.59% મતદાન

નવી દિલ્હી: LokSabha election 2019 માં Phase 3 Voting લોકસભા ચૂંટણી 2019નાં ત્રીજા તબક્કા માટે આજે સમગ્ર દેશની 117 સીટો પર મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. આ તબક્કામાં ગુજરાત અને કેરળની તમામ સીટો પર મતદાન થયું હતું. સાત તબક્કામાંથી સૌથી મોટા આ તબક્કામાં મહત્વનાં ઉમેદવારોનાં ભાવી ઇવીએમમાં કેદ થયા હતા. મહત્વનાં નેતાઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મુલાયમ સિંહ, વરુણ ગાંધી અને અનેક કેન્દ્રીય મંત્રીઓનાં ભાવી ઇવીએમમાં કેદ થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ મેનપુરીથી સપા સંરક્ષણ મુલાયમ સિંહ પોતાની અંતિમ ચૂંટણી લડી રહ્યા છે. પહેલીવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણની કોઇ સીટ પરથી ચૂંટણી મેદાને છે. 

ત્રણ તબક્કા બાદ 302 સીટો પર મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. 
લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાની 117 લોકસભા સીટ પર સરેરાશ 65.59 ટકા મતદાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રથમ તબક્કામાં 91 સીટો પર 69.5 ટકા મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં સમગ્ર દેશનાં 12 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 95 સીટો પર 69.44 ટકા મતદાન થયું. 

દેશમાં સાત તબક્કામાં થઇ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 15 રાજ્યોની 117 સીટો પર મતદાન શરૂ થઇ ગયું છે. આ તબક્કામાં ગુજરાત, કેરલ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, અસમ, દાદર નાગર હવેલી અને દમણ-દીવની બધી લોકસભા સીટો પર મતદાન યોજાયું હતું.  ત્રીજા તબક્કાની 117 સીટોમાં ભાજપનું લક્ષ્ય પોતાની 62 સીટોને બચાવવી પડશે. જ્યાં પાર્ટી 2014માં જીતી હતી.  એટલા માટે આ તબક્કામાં ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તે ઉપરાંત આ તબક્કો તમામ 7 તબક્કાઓ પૈકી સૌથી મોટો તબક્કો અને સૌથી વધારે સીટો ધરાવતો તબક્કો હતો. 

જો કે પશ્ચિમ બંગાળની હિંસાને બાદ કરતા સમગ્ર પ્રક્રિયા શાંતિપુર્ણ રહી હતી. પશ્ચિમ બંગાળમાં મતદાતાઓને ડરાવવા માટે અજાણ્યા શખ્સો દ્વારા એક મતદાન કેન્દ્ર પર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જેમાં ટીએમસીનાં ત્રણ કાર્યકર્તા ઘાયલ થયા હતા. આ ઉપરાંત એક પ્રિસાઇડિંગ ઓફીસરનું શબ તેનાં ઘરમાંથી મળી આવ્યું હતું. જ્યારે એક મતદાનમાં રહેલા સરકારી કર્મચારીનું ઓન ડ્યુટી મૃત્યુ થયું હતું. 

લોકસભા ચૂંટણી (lok sabha elections 2019)નાં ત્રીજા તબક્કાના મતદાનમાં આજે (23 એપ્રીલ)ના રોજ મતદાન યોજાયું હતું. 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 116 લોકસભા સીટો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં અનેક દિગ્ગજોનાં ભાવી આજે ઇવીએમમાં કેદ થશે. જેના અનુસંધાને મતદાનમાં બપોર સુધી થોડી સુસ્તી જોવા મળી હતી. પરંતુ જેમ જેમ સાંજ ઢળતી ગઇ તેમ તેમ મતદાન ધડાકાભેર વધવા લાગ્યું હતું. જેના પગલે સરેરાશન 65.59 ટકા મતદાન રહ્યું હતું. 

મતદાન પુર્ણ થયું ત્યાં સુધીના આંકડા

ઉત્તર પ્રદેશ 61.35 ટકા
પશ્વિમ બંગાળ 79.43 ટકા
અસમ 80.74 ટકા
બિહાર 59.97 ટકા
ગોવા 72.28 ટકા
ગુજરાત 63.64 ટકા
જમ્મૂ-કાશ્મીર 12.86 ટકા
કર્ણાટક 67.29 ટકા
કેરલ 71.18 ટકા
મહારાષ્ટ્ર 58.82 ટકા
ઓડિશા 59.30 ટકા
ત્રિપુરા 79.36 ટકા
છત્તીસગઢ 68.41 ટકા
દાદરા નગર હવેલી 71.43 ટકા
દમણ અને દીવ 70.76 ટકા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news