Rampur Seat Result: આઝમ ખાનના ગઢ રામપુરમાં ભાજપનો ભગવો, ઘનશ્યામ લોધી 42 હજાર મતથી જીત્યા
ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અહીં ભાજપે સપાને મોટો ઝટકો આપતા જીત મેળવી છે.
રામપુરઃ રામપુર લોકસભા સીટની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અહીં ભાજપના ઘનશ્યામ સિંહ લોધીએ 42048 મતોથી ચૂંટણી જીતી લીધી છે. આ સાથે આઝમ ખાન અને સમાજવાદી પાર્ટીનો અભેદ ગઢ ધરાશાયી થઈ ગયો છે.
રામપુરની સીટને સપા નેતા આઝમ ખાનનો ગઢ માનવામાં આવે છે. અહીં આઝમ ખાને પોતાના સમર્થક અસીમ રઝાને ટિકિટ અપાવી હતી. ખુદ આઝમ ખાને અસીમના નામની જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે લોધી એમએલસી રહ્યા છે. તેઓ 2022માં ભાજપમાં જોડાયા હતા. ઘનશ્યામ સિંહ લોધીને પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નજીકના માનવામાં આવે છે. 2004માં યોજાયેલી એમએલસી ચૂંટણી દરમિયાન કલ્યાણ સિંહની રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટી અને મુલાયમ સિંહ યાદવના સપા ગઠબંધનની ટિકિટ પર ચૂંટણી લડી અને જીત મેળવી હતી.
આ પણ વાંચોઃ Delhi Bypoll Results: રાજેન્દ્ર નગર વિધાનસભા સીટ પર આપની લહેર, દુર્ગેશ પાઠકની જીત
આઝમ ખાનના રાજીનામા બાદ ખાલી થઈ હતી સીટ
સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાન 2019ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી જીત મેળવી સાંસદ બન્યા હતા. પરંતુ ત્યારબાદ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા આઝમ ખાને આ સીટ પરથી રાજીનામુ આપી દીધુ હતું.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube