ભાજપનો માસ્ટરસ્ટ્રોક: આજથી મહારાષ્ટ્રમાં ઠાકરે મુક્ત શિવસેનાની શરૂઆત
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરૂવારના તેમની પ્રેસ કોન્ફરન્સમાં પોતે મુખ્યમંત્રી ન બની શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી રાજકીય કોરિડોરમાં સૌ કોઈને ચોંકાવ્યા હતા
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરૂવારના તેમની પ્રેસ કોન્ફરન્સમાં પોતે મુખ્યમંત્રી ન બની શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી રાજકીય કોરિડોરમાં સૌ કોઈને ચોંકાવ્યા હતા. લોકો તો ઠીક પરંતુ ભાજપના ધારાસભ્યો પણ આ વાતથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે જે ખુરશી માટે ભાજપે શિવસાના સાથે ગઠબંધન તોડી દીધું હતું, આજે તે ખુરશી સામે છે અને ફડણવીસ તેની પર બેસવાની ના પાડી રહ્યા છે.
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હવે એકનાથ શિંદે છે. શિંદેએ સીએમ પદના શપથ ગ્રહણ કરી લીધા છે. જોકે, આ માત્ર શિંદેના મુખ્યમંત્રી બનવાની શપથ ન હતી. આ તો માતોશ્રી મુક્ત શિવસેનાની શપથ હતી. આ પરિવારવાદ મુક્ત રાજનીતિની શપથ છે. આ શપથ છે રાજનીતિના મોદી મોડલની જેમાં પરિવારોના વિરોધ પર ઊભેલી પાર્ટી પણ તેમની સાથે ચાલી રહેલા પરિવારોથી મુક્તિ ઇચ્છે છે.
શિંદે બન્યા મહારાષ્ટ્રના 'એક'નાથ, મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
એક રીતે જોવામાં આવે તો ભાજપ માટે મુખ્યમંત્રી પદનું બલિદાન એક ડગલું પાછળ હોવાનું સ્પષ્ટ જણાય છે. પરંતુ ખરેખરમાં એ પોતાનાં પગલાં પાછળ ખેંચીને આગળ કૂદવાની તૈયારી છે. ભાજપ આ એક નિર્ણયથી ઘણું બધું કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપનું આ એક પગલાંએ ઘણા સવાલો, ચિંતાઓ અને સંભાવનાઓના જવાબો પોતાની અંદર છૂપાઇ રાખ્યા છે.
ભાજપનો માસ્ટરસ્ટ્રોક
શિંદેને મુખ્યમંત્રી બનાવવાના ઘણા પરિણામો છે. તેને સમજવા માટે પ્રેસ કોન્ફરન્સમાં ફડણવીસના નિવેદન પર ધ્યાન આપો. તેમણે કહ્યું કે, એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. શિવસેનાની સરકાર બનશે. ભાજપ તેમનું સમર્થન કરશે.
હકીકતમાં, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સાથે સમાધાન કર્યું હોત તો તે ડેપ્યુટી સીએમ બની શકતા હતા. પરંતુ મુખ્યમંત્રી બન્યા બાદ શિંદે શિવસેનાના મુખ્યમંત્રી કહેવાતા. તેમને ભાજપનું સમર્થન મળશે. સરકાર શિવસેનાની હશે. શિવસૈનિકો માટે આ એક મોટો સંદેશ છે. તેનાથી પાર્ટીનો એક મોટો વર્ગ અને તેના સમર્થક શિંદે વિરૂદ્ધ ઉભા થવાની જગ્યાએ તેમની સાથે ઉભા રહેશે.
શિવસેનાના સૈનિકથી સેનાપતિ બનવા સુધીની એકનાથ શિંદેની સફર
શિંદે શિવસેના સરકારનું નેતૃત્વ કરવાની સાથે ન માત્ર પાર્ટી અને સમર્થકોને જોડશે પરંતુ શિવસેનાને સંપૂર્ણ રીતે પોતાના નિયંત્રણમાં લાવવાની સ્થિતિમાં પણ હશે. અહીંથી ઠાકરે મુક્ત શિવસેનાની શરૂઆત માટે આ એક મહત્વનો દાવ રમવામાં આવ્યો છે. શિંદે સરકાર અને સંગઠન બંને મોરચા પર ઠાકરે મુક્ત શિવસેના સ્થાપિત કરવાનું કામ થઈ રહ્યું છે.
શિંદેના મુખ્યમંત્રી બનવાથી ન તો શિંદે પર સત્તાના લોભી હોવાનો આરોપ લાગશે અને ન ભાજપ પર. અગાઉ ભાજપે જે રીતે શિવસેનાનો સાથ છોડ્યો હતો અને જે રીતે ઝડપથી દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા હતા, તેનાથી લોકો વચ્ચે ભાજપને સત્તાનો લોભ હોવાની છબી ઉભી થઈ હતી. ઉદ્ધવ સરકાર પર સતત થઈ રહેલા પ્રહારો પણ ભાજપની સત્તા મેળવવાની બેચેની તરીકે જોવામાં આવ્યા હતા. શિંદેને આગળ કરી ભાજપે મોટું દિલ બતાવ્યું છે અને આવા આરોપોને વિરામ આપવા માટે એક મોટું પગલું ભર્યું છે.
જાણો કેમ ફડણવીસ બન્યા ત્યાગી, શિંદેને CM બનાવવા પાછળ આ મોટો પ્લાન
ફડણવીસે હિન્દુત્વ મુદ્દે સમર્થનની વાત કરી આગળની રણનીતિનો વધુ એક મહત્વનો સંકેત આપ્યો છે. શિંદે અને ભાજપ અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરેના સત્તા લોભી અને સિંદ્ધાંતો સાથે સમાધાન કરીને ખુરશી મેળવવાના ચરિત્રને મુદ્દો બનાવી આગળ વધી છે. હવે અહીંથી શિંદે એવા નિર્ણયો પર ભાર આપશે જે હકિકત અને નક્કર હિન્દુત્વ તરીકે જોવામાં આવશે. એવા નિર્ણય લેઇને શિંદે અને તેમને સમર્થન કરતી ભાજપ હવે હિન્દુત્વ પર ઠાકરે અને લોકો સામે એક મોટી રેખા દોરશે. લોકો વચ્ચે પ્રસ્થાપિત કરશે કે ઠાકરેને સત્તા પરથી હટાવવાનો ખરો હેતું હિન્દુત્વના રાજકારણની પુનઃસ્થાપના હતી, ખુરશીની ભૂખ નહીં.
ભાજપ માટે શિંદેની આગેવાની હેઠળ શિવસેનાને સમર્થન આપવાને ખરેખરમાં પરિવાર અને પરિવારવાદના વિરોધ તરીકે જોવામાં આવશે. શિવસેનાના વિરોધ કરીકે નહીં. તેનથી વૈચારિક સમાનતાના આધારે બંને પાર્ટીઓના સમર્થકો વચ્ચે તણાવનો અવકાશ ઓછો હશે. જ્યારે તે સાબિત થઈ જશે કે બાજપ શિવસેના વિરોધી નથી, ત્યારે ઠાકરે પાસે કોઈ ભાવનાત્મક થવા વિક્ટિમ કાર્ડ જેવી સંભાવના રહેશે નહીં. ભાજપ ક્યારે ઇચ્છશે નહીં કે ઠાકરેને આગળ જતા પથભ્રષ્ટની જગ્યાએ પીડિત તરીકે જોવામાં આવે. ભાજપ માટે આગળની રાજનીતિ માટે આ એક અનુકૂળ પરિસ્થિતિ હશે.
ભાજપ તે પણ સ્થાપિત કરવા ઇચ્છે છે કે બાળા સાહેબ ઠાકરેના વિચાર અને પાર્ટી કોઈ પરિવારની જાગીર નથી. બાળા સાહેબ એક વિચાર છે અને ભાજપ તેમનું સંપૂર્ણ સન્માન કરે છે. તે બાળા સાહેબના પરિવારથી મુક્ત થઈને પણ બાળા સાહેબના વિચારોને આગળ વધારનાર પાર્ટી તરીકે પોતાને સ્થાપિત કરવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube