Maharashtra Political Crisis: જાણો કેમ ફડણવીસ બન્યા ત્યાગી, શિંદેને CM બનાવવા પાછળ આ મોટો પ્લાન
Maharashtra Political Crisis: ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા સીએમ બનાવવાનો નિર્ણય કર્યો છે. કોઈએ વિચાર્યું ન હતું કે, ડબલ કરતા વધુ બેઠકો હોવા છતાં ભાજપ શિંદેને શિવસેનાની સત્તા સોંપશે.
Trending Photos
Maharashtra Political Crisis: દેવેન્દ્ર ફડણવીસ આજે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે... બધી જગ્યાએ આ સમાચાર ચાલી રહ્યા હતા, પરંતુ અચાનક સમાચાર બદલાઈ ગયા કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હવે એકનાથ શિંદે બનશે. બધાને આશ્ચર્યચકિત કરતા પોતે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે શિંદેને સમર્થન આપી મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ કિંગ નહીં, કિંગમેકર છે. ફડણવીસના આ નિર્ણયથી રાજકીય પંડિત પણ ચોંકી ગયા છે. કોઇએ વિચાર્યું ન હતું કે ડબલ કરતા વધુ બેઠકો હોવા છતાં ભાજપ શિંદેને શિવસેનાની સત્તા સોંપશે. આવો સમજીએ કે ફડણવીસ અને ભાજપે કેમ પોતે ડ્રાઈવિંગ શીટ પર બેસવાની જગ્યાએ શિંદેના હાથમાં સ્ટેયરિંગ પકડાવી દીધું.
એકનાથ શિંદેએ ભાજપ અને ફડણવીસના ત્યાગની પ્રશંસા કરતા કહ્યું કે, આજના સમયમાં આવું થવું શક્ય નથી. આ આખા દેશ માટે એક મિસાલ છે. શિંદેએ કહ્યું- આજે ભાજપ અને ફડણવીસજીએ શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના સૈનિકને સપોર્ટ કર્યો છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અધ્યક્ષ જેપી નડ્ડાજીનો આભાર માનું છું. ખાસકરીને દેવેન્દ્ર ફડણવીસનો આભાર માનું છું, કેમ કે, તેઓ પોતે આ પદ પર રહી શકતા હતા. આ રાજ્યમાં નહીં પરંતુ દેશમાં આ એક મિસાલ હશે. આજના સમયમાં મને લાગે છે કોઈ આવું કરી શકતું નથી. જે વિશ્વાસ ભાજપે વ્યક્ત કર્યો છે, તેને નિશ્ચિત રીતે અમે લોકો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું.
ફાયદા ઘણા, નુકસાન નથી
ખરેખરમાં દેવેન્દ્ર ફડણવીસનો આ ગેમપ્લાન 'સાંપ પણ મરી જાય અને લાકડી પણ ના તૂટે' ની કહેવત પર આધારીત છે. ભાજપે આ દાવ લગાવી ઉદ્ધવ ઠાકરે પાસે 2019 ની છેતરપિંડીનો બદલો લીધો છે, જ્યારે સાથે મળી ચૂંટણી લડ્યા બાદ શિવસેનાએ પલટી મારી કોંગ્રેસ અને એનસીપી સાથે મળી સરકાર બનાવી હતી. અજિત પવારને તોડી ફડણવીસે સીએમ પદની શપથ લીધી પરંતુ બહુમત સાબિત ન કરી શકવાને કારણે તેમણે 24 કલાકમાં ખુરશી પરથી ઉતરવું પડ્યું હતું. ફડણવીસે ઠાકરેની સત્તા પલટાવી તે બદલો પૂર્ણ કર્યો છે. પરંતુ આ સત્તા પલટ બાદ ફડણવીસને સીએમ ન બનાવી ભાજપે આ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે સત્તાની લાલચમાં ઉદ્ધવની સરકાર તોડવામાં આવી નથી.
ઉદ્ધવ- રાઉતના આક્ષેપો થયા ખોટા સાબિત
શિંદેની સાથે શિવસેનાના 39 ધાસાસભ્યોના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા આ સંપૂર્ણ ઘટના ક્રમમાં ભાજપને વિલન તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. ભાજપે સત્તાની લાલચમાં બળવો કરાવવા અને ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું હતું. ભાજપે એક ક્ષણમાં તેમના આ આક્ષેપોને ખોટા સાબિત કરી દીધા છે.
આગળ વધવા માટે કરી પીછે હટ
રાજકીય નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ફડણવીસે લાંબી છલાંગ લગાવવા માટે પીછે હટ કરી છે. તેઓ આ પગલાથી જનતાને આ સંદેશ આપવાનો પ્રયત્ન કરશે તે તેમણે શિવસેનાની સરકાર તોડી નથી, પરંતુ કથિત રીતે હિન્દુત્વના એજન્ડાથી હટી ગયેલા ઉદ્ધવ જૂથને હટાવી બાળા સાહેબ ઠાકરેના પગલા પર આગળ વધી રહેલી શિવસેનાને સત્તામાં આવવામાં મદદ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણીમાં ભાજપને તેનો લાભ મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે