Eknath Shinde: શિવસેનાના સૈનિકથી સેનાપતિ બનવા સુધીની એકનાથ શિંદેની સફર

Eknath Shinde Maharashtra New CM: એકનાથ શિંદે 1980 ના દાયકામાં બાળા ઠાકરેથી ઘણા પ્રભાવિત થયા હતા. તેઓ પહેલીવખત 2004 માં ધારાસભ્ય બન્યા અને હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવ જઈ રહ્યા છે.

Eknath Shinde: શિવસેનાના સૈનિકથી સેનાપતિ બનવા સુધીની એકનાથ શિંદેની સફર

Eknath Shinde Political Career: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના સીએમ તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપ, એકનાથ શિંદેને સમર્થન આપશે. એવામાં તમે જાણી લો કે આખરે એકનાથ શિંદે કોણ છે અને કેવી રીતે તેઓ અચનાક મહારાષ્ટ્રના રાજકારણમાં આટલા મહત્વપૂર્ણ નેતા બની ગયા.

કેવું રહ્યું એકનાથ શિંદેનું બાળપણ?
તમને જણાવી દઈએ કે, એકનાથ શિંદેનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં થયો હતો. શિંદેએ તેમનું બાળપણ ગરીબીમાં વિતાવ્યું છે. જ્યારે તેઓ 16 વર્ષના હતા તો તેમણે તેમના પરિવારની આર્થિક સહાયતા માટે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઇએ કે, 1980 ના દાયકામાં તેઓ બાળા સાહેબ ઠાકરેના વિચારોથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ શિંદે, શિવસેનામાં સામેલ થયા હતા. એકનાથ શિંદે વર્ષ 2004 માં પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાળા સાહેબ ઠાકરેના નિધન બાદ શિવસેનાના મોટા નેતાઓમાં શિંદેની ગણતરી કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા બે વર્ષમાં શિંદેની જગ્યા ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું. આ વાતથી એકનાથ શિંદે નારાજ થઈ ગયા.

શિંદેના રાજકીય ગુરૂ કોણ છે?
જણાવી દઈએ કે, એકનાથ શિંદેને રાજનીતિમાં જવાની પ્રેરણા તે સમયના કદાવર નેતા આનંદ દીધેથી મળી હતી. એકનાથ શિંદે પહેલા શિવસેનાના શાખા પ્રમુખ બન્યા અને ત્યારબાદ તેઓ ઠાણે મ્યુનિસિપલ કોર્પોરેટર બન્યા. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તે ખાનગી જીવનમાં ઘણા દુ:ખી હતા. તેમનો પરિવાર સંપૂર્ણપણે વિખરાઈ ગયો હતો. 2 જૂન 2000 ના એકનાથ શિંદેના 11 વર્ષના પુત્ર દીપેશ અને 7 વર્ષની પુત્રી શુભદાનું નિધન થયું. શિંદે તેમના બાળકો સાથે સતારા ગયા હતા. બોટિંગ દરમિયાન અકસ્માત થયો હતો. પુત્ર અને પુત્રીના મોત બાદ શિંદેએ રાજકારણ છોડવાનો નિર્ણય કર્યો હતો. આ ખરાબ સમયમાં શિંદેને આનંદ દીધેએ યોગ્ય માર્ગ દેખાળ્યો અને રાજકારણમાં રહેવા માટે કહ્યું હતું.

એકનાથ શિંદેને મળી તેમના ગુરૂનો રાજકીય વારસો
ઉલ્લેખનીય છે કે, 26 ઓગસ્ટ 2001 ના શિંદેના રાજકીય ગુરૂ આનંદ દીધેનું એક દુર્ઘટનામાં નિધન થયું હતું. તેમના મોતને આજે પણ ઘણા લોકો હત્યા માને છે. કહેવામાં આવે છે કે દીધેના નિધનથી શિવસેના માટે ઠાણેમાં શૂન્યાવકાશ સર્જાયો હતો અને પાર્ટીના વર્ચસ્વ ઘટવા લાગ્યું હતું. પછી સમય રહેતા શિવસેનાએ આનંદ દીધેને તક આપી, તેમને ત્યાંની કમાન સોંપવામાં આવી. શિંદે શરૂઆતના દિવસોથી જ આનંદ દીધેની સાથે જોડાયેલા હતા. ઠાણેની જનતાએ પણ એકનાથ શિંદે પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને શિવસેનાએ ધ્વજ લહેરાવ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news