નવી દિલ્હી: મસૂદ અઝહર પર ચીનના વલણ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પીએમ મોદી પર નિશાન સાધતી ટ્વિટ કરી જેનો ભાજપે આક્રમક થઈને વળતો પ્રહાર કર્યો છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે જ્યારે પણ ભારતને તકલીફ થાય છે તો રાહુલ ગાંધીને ખુબ ખુશી થાય છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ખબર પડવી જોઈએ કે વિદેશ નીતિ ટ્વિટરથી નથી ચાલતી. તેમણે કહ્યું કે ખુબ અફસોસ સાથે કહેવું પડે છે કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં કોંગ્રેસ ક્યારેય  ગંભીર રહી નથી. નહેરુના કારણે ચીન UNSCનો સ્થાયી સભ્ય બન્યો. તેમણે કહ્યું કે આજે તમારી વિરાસતના કારણે જ ચીન સુરક્ષા પરિષદનો સભ્ય છે. તેમણે કહ્યું કે રાહુલજી તમારું નિવેદન પાકિસ્તાનમાં હેડલાઈન બને છે, સાચવીને નિવેદન આપવા જોઈએ. સાવધાની હટી, દુર્ઘટના ઘટી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટ્વિટ, કહ્યું- 'PM મોદી ચીનથી ડરી ગયા'


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આતંકવાદી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા પર આજે ચીન સિવાયના તમામ દેશો ભારતની સાથે છે. એક પ્રકારે આ ભારતની જીત છે. મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટેનો આ પ્રસ્તાવ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ લઈને આવ્યાં હતાં. જ્યારે ચીનને બાદ કરતા અન્ય તમામ દેશોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો. ચીનના આ પગલાંથી ભારત અને ભારતવાસીઓ ખુબ દુ:ખી છે. 


ચીનની અવળચંડાઈથી સુરક્ષા પરિષદના બાકીના 4 સ્થાયી સભ્ય દેશો ખુબ નારાજ, આપી દીધી 'ચેતવણી'


રવિશંકર પ્રસાદે કહ્યું કે શું મસૂદ અઝહર જેવા નૃશંસ હત્યારાના મામલે કોંગ્રેસનો સૂર બીજો હશે? રાહુલ ગાંધીના ટ્વિટથી એવું લાગે છે કે તેમને એ વાતની ખુશી છે. ભારતને જ્યારે પણ પીડા થાય છે ત્યારે રાહુલ કેમ ખુશ થાય છે?  રવિશંકર પ્રસાદે  કહ્યું કે રાહુલ ગાંધીને મારો સવાલ છે કે 2009માં યુપીએના સમયમાં પણ ચીને મસૂદ અઝહર પર આ જ ટેક્નિકલ ઓબ્જેક્શન લગાવ્યું હતું, ત્યારે પણ તમે આવી જ ટ્વિટ કરી હતી?


UNSCમાં ચીને ચોથી વખત વાપર્યો વીટો, આતંકવાદી મસૂદ અઝહર પર પ્રતિબંધ નહીં લાગે


તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ઈતિહાસનું જરાય જ્ઞાન નથી. તેમને ખબર હોવી જોઈએ કે દેશ નહેરુની ભૂલનું પરિણામ ભોગવી રહ્યો છે. નહેરુના કારણે ચીન યુએનનો સ્થાયી સભ્ય બન્યો. એ વાતને સાબિત કરવા માટે  તેમણે કોંગ્રેસ નેતા શશિ થરુરના પુસ્તકનો હવાલો આપ્યો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...