કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટ્વિટ, કહ્યું- 'PM મોદી ચીનથી ડરી ગયા'

જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને ભારત વિરુદ્ધ વલણ અપનાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે વિવાદાસ્પદ ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરી ગયાં. ચીનના ભારત વિરુદ્ધ વલણ અપનાવવા બદલ પીએમ મોદીએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટ્વિટ, કહ્યું- 'PM મોદી ચીનથી ડરી ગયા'

નવી દિલ્હી: જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને ભારત વિરુદ્ધ વલણ અપનાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે વિવાદાસ્પદ ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરી ગયાં. ચીનના ભારત વિરુદ્ધ વલણ અપનાવવા બદલ પીએમ મોદીએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. 

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે 'નબળા મોદી શી જિનપિંગથી ડરી ગયા છે છે. જ્યારે ચીન ભારત વિરુદ્ધ પગલું ભરે છે તો તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી.' તેમણે દાવો કર્યો કે 'મોદીની ચીન કૂટનીતિ: ગુજરાતમાં શી સાથે ઝૂલા ઝૂલવા, દિલ્હીમાં ગળે મળવું, ચીનમાં ઘૂંટણિયા ટેંકવા જેવી રહી છે.' 

UNSCમાં ચીને ચોથી વખત વાપર્યો વીટો, આતંકવાદી મસૂદ અઝહર પર પ્રતિબંધ નહીં લાગે
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં સંચાલિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર બુધવારે ફરીથી કોઈ નિર્ણય લઈ શકાયો નહીં. ચીને પાકિસ્તાન સાથે દોસ્તી નિભાવતા ચોથી વખત પોતાની અવળચંડાઈ દેખાડી છે. ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને રદ્દ કરાવી દીધો છે. આ વખતે સૌની નજરો ચીન પર હતી, કેમ કે 2009 પછી ચીન ત્રણ વખત આ રીતે પોતાના વીટો પાવરનો ઉપયોગ કરી ચૂક્યો છે. 

NoMo’s China Diplomacy:

1. Swing with Xi in Gujarat

2. Hug Xi in Delhi

3. Bow to Xi in China https://t.co/7QBjY4e0z3

— Rahul Gandhi (@RahulGandhi) March 14, 2019

ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ મુકાયો હતો. આ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ સમય બુધવારે બપોરે (ન્યૂયોર્કના સમય અનુસાર 3 કલાકે) અને ભારતીય સમયાનુસાર રાત્રે 12 કલાકે પુરો થતો હતો. સમિતિ તમામ સબ્યોની સર્વસહમતિથી નિર્ણય લેતી હોય છે. 

પુલવામા સહિત અનેક આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે મસૂદ
14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાને જૈશ એ મોહમ્મદના ફિદાયીન આતંકીએ અંજામ આપ્યો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ તણાવ થયો છે. 

ચીનના વીટો પર ભારતે નિરાશા વ્યક્ત કરી
આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે નિરાશા વ્યક્ત કરી. મંત્રાલયે કહ્યું કે અમે નિરાશ છીએ પરંતુ અમે તમામ ઉપલબ્ધ વિકલ્પો પર કામ કરતા રહીશું જેથી કરીને સુનિશ્ચિત કરી શકાય કે ભારતીય નાગરિકો પર હુમલામાં સામેલ આતંકીઓને ન્યાયના દાયરામાં લાવી શકાય. મંત્રાલયે પ્રસ્તાવ રજુ કરનારા તમામ સભ્ય દેશોનો પણ આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ સુરક્ષા પરિષદમાં અન્ય સભ્યો અને બિન સભ્યોનો પણ આભાર વ્યક્ત કર્યો જેમણે આ કોશિશમાં સાથ આપ્યો. ચીનનું નામ લીધા વગર મંત્રાલયે જણાવ્યું કે કમિટી અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર કોઈ નિર્ણય લઈ શકી નહીં કારણ કે એક સભ્ય દેશે પ્રસ્તાવને રોકી દીધો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news