બીએલ સંતોષ હશે ભાજપના નવા સંગઠન મહાસચિવ, કર્ણાટકમાં યેદિયુરપ્પાનો વિકલ્પ
કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંયુક્ત મહાસચિવ બીએસ સંતોષ હવે ભાજપના સંગઠન મહાસચિવ હશે. તેઓ સંગઠન મહાસચિવ રહેલા રામલાલનું સ્થાન લેશે. તેમને આરએસએસે પરત સંગઠનમાં બોલાવી લીધા છે. પાર્ટીની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું તેના સ્થાને હવે સંતોષ આ જવાબદારી સંભાળશે.
નવી દિલ્હી : કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંયુક્ત મહાસચિવ બીએસ સંતોષ હવે ભાજપના સંગઠન મહાસચિવ હશે. તેઓ સંગઠન મહાસચિવ રહેલા રામલાલનું સ્થાન લેશે. તેમને આરએસએસે પરત સંગઠનમાં બોલાવી લીધા છે. પાર્ટીની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું તેના સ્થાને હવે સંતોષ આ જવાબદારી સંભાળશે.
હિમાચલના સોલનમાં ગેસ્ટહાઉસ ધરાશાયી, સેનાના 35 જવાનો દબાયાની આશંકા
લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં સારા પરિણામોથી વધ્યું કદ
બીએલ સંતોષ કર્ણાટકથી આવે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે કર્ણાટકમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે. તેની પાછળ બીએલ સંતોષ જેવા જમીની નેતા છે. કોંગ્રેસનાં એક ધારાસભ્યએ તો પરિણામો બાદ ત્યાં સુધી કહી દીધું હતું કે ત્યાર બાદ હવે યેદિયુરપ્પાથી માંડીને કર્ણાટક ભાજપની કમાન સંતોષને સોંપવામાં આવી શકે છે.
ચિંતા વધારનારા સમાચાર: ભારત નહી રહે યુવાનોનો દેશ, વધી જશે વૃદ્ધોની સંખ્યા
80% મુદ્દાઓ પર સહમતિ થઈ, કરતારપુર કોરિડોર પર ભારત સાથે વધુ એક બેઠક કરીશું: પાકિસ્તાન
આરએસએસ કેડરમાંથી પાર્ટીમાં આવ્યા
બીએસ સંતોષ આરએસએસથી ભાજપ સંગઠનમાં આવ્યા છે. તેમની પાસે દક્ષિણ ભારતની કમાન છે. કર્ણાટકમાં લોકસભા ચૂંટણીનાં પરિણામોના કારણે તેમનું કદ વધી ગયું છે. એવામાં તેમને સંગઠનનું મહત્વનું પદ આપવામાં આવવું તે પાર્ટીની ભવિષ્યની નવી રણનીતિ તરફ ઇશારો કરે છે.
પંજાબ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ, નવજોત સિંહ સિદ્ધુએ સરકારમાંથી આપ્યું રાજીનામું
ભવિષ્યમાં ચીફ મિનિસ્ટર માટે પણ
બીએલ સંતોષ માટે એવું પણ કહેવાય છે કે તેઓ કર્ણાટકમાં પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો પણ બની શકે છે. આરએસએશ પહેલાથી જ સીધા સંઘના વ્યક્તિને પ્રદેશની કમાન સોંપવા માંગે છે. અગાઉ 2000માં નરેન્દ્ર મોદીને સંઘ ગુજરાત સોંપી ચુક્યું છે. હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ઉપરાંત 2017માં યુપી યોગી આદિત્યનાથને સંઘના ઇશારે જ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.