નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનના છ મહિના પૂરા થવા પર આજે ખેડૂત યુનિયનોએ દિલ્હીની સરહદો પર કાળો દિવસ ઉજવ્યો. આ કડીમાં ગાઝીપુર બોર્ડર પર પ્રદર્શનની કમાન રાકેશ ટિકૈતે સંભાળી હતી. અહીં ખુબ હોબાળો મચ્યો અને લોકોની ભીડ ભેગી કરીને કોવિડ પ્રોટોકોલના ધજાગરા ઉડાવ્યા. આ દરમિયાન દિલ્હી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું. રાકેશ ટિકૈતે કહ્યું કે 'હંગામો તો થશે, જેને જે કરવું હોય તે કરી લે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ સાથે ઘર્ષણ
ગાઝીપુરમાં ખેડૂતોના નેતાઓની છત્રછાયામાં ખુબ હંગામો થયો. રાકેશ ટિકૈતે ખુલ્લેઆમ કેમેરા પર કહ્યું કે હંગામો થશે. પોલીસ અને પ્રશાસનને સમજાવ્યા છતાં ખેડૂતો ન માન્યા. જો કે ખેડૂતોના આ કાર્યક્રમની જાહેરાતની સાથે જ દિલ્હી પોલીસે લોકોને કોવિડ સ્થિતિ અને લોકડાઉનના કારણ સભાઓ ન કરવાની અપીલ કરી હતી. 


Impact of Cyclone Yaas: લેન્ડફોલની સાથે જ તબાહી મચાવવા લાગ્યું 'યાસ', વાવાઝોડાના તાંડવના જુઓ Video


ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર બની ગયું તો પછી જેમ તેમ કરીને શાંત કરાવ્યું. જ્યારે ટિકૈતને પૂછવામાં આવ્યું કે ભીડ કેમ આવી તો તેઓ ભડકી ગયા. તેમણે ધમકી આપતા કહ્યું કે જેને જે કરવું હોય તે કરી લો. આ દરમિયાન ત્યાં સરકારનું પૂતળું બાળવાની પણ કોશિશ થઈ. 


Covid 19 ની સારવારમાં 'રામબાણ' સાબિત થઈ શકે છે Arthritis ની આ દવા, ટ્રાયલને મળી મંજૂરી


વિપક્ષે આપ્યું હતું સમર્થન
ખેડૂત આંદોલનને 6 મહિના પૂરા થયા. આજે ખેડૂતો કાળો દિવસ ઉજવી રહ્યા છે. તેઓ દિલ્હી બોર્ડર પર ભેગા થયા. કાળા કપડા અને ઝંડા લઈને પહોંચી ગયા. જેને જોતા દિલ્હીની તમામ બોર્ડર પર પોલીસનો ચુસ્ત પહેરો છે. જેને કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, સમાજવાદી પાર્ટી, એનસીપી અને ડીએમકે સહિત 12 પ્રમુખ વિપક્ષી દળોએ પોતાનું સમર્થન આપ્યું હતું. 


NHRC ની નોટિસ
આ બધા વચ્ચે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હીની નજીક પ્રદર્શન કરી રહેલા ખેડૂતો દ્વારા કોવિડ સુરક્ષા નિયમોનું પાલન ન કરવા સંબંધી આરોપીને લઈને દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકારોને નોટિસ ફટકારી છે. પંચે આ સરકારોને કહ્યું કે પ્રદર્શન સ્થળો પર કોરોના સંક્રમણના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં સંદર્ભે તેઓ ચાર અઠવાડિયાની અંદર કાર્યવાહીનો રિપોર્ટ આપે. 


પંચે  કહ્યું કે ફરિયાદકર્તાએ કહ્યું છે કે આ વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 300થી વધુ ખેડૂતોના વિભિન્ન કારણોથી મોત થયા છે. જેમાં કોરોના સંક્રમણ પણ એક કારણ છે. બ્લેક ફંગસના કેસમાં પણ વધારો  થઈ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube