Covid 19 ની સારવારમાં 'રામબાણ' સાબિત થઈ શકે છે Arthritis ની આ દવા, ટ્રાયલને મળી મંજૂરી

કોરોના (Corona)  મહામારી સામે લડવા માટે રોજરોજ નવા હથિયારોની શોધ થઈ રહી છે તથા તેના વિરુદ્ધ કારગર દવાઓમાં સમય સાથે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે Arthritis ની સારવારમાં ઉપયોગી દવા કોલ્ચીસીન  (Colchicine) ને કોરોના વિરુદ્ધ પ્રભાવી માનવામાં આવી રહી છે. 
Covid 19 ની સારવારમાં 'રામબાણ' સાબિત થઈ શકે છે Arthritis ની આ દવા, ટ્રાયલને મળી મંજૂરી

નવી દિલ્હી: કોરોના (Corona)  મહામારી સામે લડવા માટે રોજરોજ નવા હથિયારોની શોધ થઈ રહી છે તથા તેના વિરુદ્ધ કારગર દવાઓમાં સમય સાથે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે Arthritis ની સારવારમાં ઉપયોગી દવા કોલ્ચીસીન  (Colchicine) ને કોરોના વિરુદ્ધ પ્રભાવી માનવામાં આવી રહી છે. 

નવા વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક?
હિન્દુસ્તાનના રિપોર્ટ મુજબ કોલ્ચીસીન (Colchicine) ને કોરોનાના નવા વેરિએન્ટ B.1.617.2 ની સારવારમાં પ્રભાવી માનવામાં આવી રહી છે અને અભ્યાસમાં એ વાત પર મહોર લગાવાઈ છે. દવાની ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે તેનાથી કોરોના સંક્રમિત દર્દીઓમાં હાર્ટ સંબંધી બીમારીઓના જોખમને ઓછું કરી શકાય છે. 

ટ્રાયલ સંબંધિત એક રિસર્ચ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પણ પ્રકાશિત થયો હતો. હવે ICMR એ વૈજ્ઞાનિકોને આ દવા અંગે વધુ આંકડા ભેગા કરવા માંડ્યા છે. આ સાથે જ DCGI પાસેથી પ્રી ક્લિનિકલ ટ્રાયલ બાદ કોલ્ચીસીનના બીજા અને ત્રીજા ફેસના ટ્રાયલની મંજૂરી માંગી હતી તેને પણ હવે લીલી ઝંડી મળી ગઈ છે. 

હ્રુમન ટ્રાયલને મંજૂરી
અમેરિકાથી લઈને ભારતમાં આ દવા પર રિસર્ચ ચાલુ છે. જેથી કરીને કોરોના વિરુદ્ધ જંગમાં એક નવું હથિયાર મળી શકે. ભારતની 4 હોસ્પિટલોમાં લગભઘ 300 દર્દીઓ પર આ દવાની હ્યુમન ટ્રાયલ થઈ રહી છે. 

કોલ્ચીસીનને લઈને અન્ય દેશોમાં અત્યાર સુધીમાં કરાયેલા અભ્યાસથી એક મોટી વાત સામે આવી છે. જાણકારી મુજબ આ દવા બીમારીને ગંભીર બનતા રોકી શકે છે. આ સાથે જ દર્દીઓની વેન્ટિલેટર પર નિર્ભરતા અને મૃત્યુદરને ઓછો કરે છે. આમ છતાં હજુ સુધી કોઈ પણ દેશે કોરોનાની સારવાર માટે આ દવાને મંજૂરી આપી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news