Impact of Cyclone Yaas: લેન્ડફોલની સાથે જ તબાહી મચાવવા લાગ્યું 'યાસ', વાવાઝોડાના તાંડવના જુઓ Video

વાવાઝોડા યાસ (cyclone yaas) ની ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ પાસેના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે. જેને પૂરી થતા લગભગ 3 કલાકનો સમય લાગશે. લેન્ડફોલની સાથે જ વાવાઝોડાનું તાંડવ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળવા લાગ્યો છે. 

Impact of Cyclone Yaas: લેન્ડફોલની સાથે જ તબાહી મચાવવા લાગ્યું 'યાસ', વાવાઝોડાના તાંડવના જુઓ Video

કોલકાતા: વાવાઝોડા યાસ (cyclone yaas) ની ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ પાસેના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે. જેને પૂરી થતા લગભગ 3 કલાકનો સમય લાગશે. લેન્ડફોલની સાથે જ વાવાઝોડાનું તાંડવ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળવા લાગ્યો છે. 

ઓડિશા-બંગાળમાં ભારે પવન ફૂંકાયો અને વરસાદનું જોર
ચક્રવાત યાસ ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે. જેના કારણે ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ખુબ પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને બંને રાજ્યો માટે 'રેડ કોડેડ' ચેતવણી બહાર પાડવામાં આવી છે. 

At 9.30 am #CycloneYaas is about 30 km south-southeast of Balasore (Odisha). Current intensity of the storm is 130-140 kmph, as per IMD. pic.twitter.com/HLSmtsA1c2

— ANI (@ANI) May 26, 2021

બંગાળમાં જોવા મળ્યું યાસનું ડરામણું સ્વરૂપ
પશ્ચિમ બંગાળમાં ભીષણ વાવાઝોડા યાસનું તાંડવ જોવા મળી રહ્યું છે. અને પૂર્વ મેદિનીપુરના દીઘામાં ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે અને સમુદ્રની લહેરો અશાંત જોવા મળી રહી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 26, 2021

ઓડિશાના રહેણાંક વિસ્તારોમાં પૂર
ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરામાં રહેણાંક વિસ્તારોમાં સમુદ્રના પાણીથી પૂર આવી ગયું છે. ચક્રવાતી તોફાન યાસની લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે. જેને પૂરી થવામાં 3 કલાક જેવો સમય જશે. 

The landfall process of #CycloneYaas is continuing. It will take around 3 hours to complete. It is 30 km south-southeast of Balasore at 9:30 am, as per IMD's update. pic.twitter.com/j6JMo2f3sa

— ANI (@ANI) May 26, 2021

પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લામાં સમુદ્રનું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું છે. હાઈ ટાઈડના કારણે આ પાણી વિસ્તારોમાં ઘૂસી ગયું છે ત્યારબાદ એક વ્યક્તિનું મોત થયું છે. 

Very Severe Cyclonic Storm Yaas centred about 50 km South-Southeast of Balasore (Odisha). Landfall process has commenced around 9 am, says IMD. #CycloneYaas pic.twitter.com/8m667Py8Ec

— ANI (@ANI) May 26, 2021

8 રાજ્યોમાં અસર
હવામાન ખાતાના જણાવ્યા મુજબ યાસ ગંભીર ચક્રવાર્તી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે અને તે આજે ઓડિશાના કાંઠા વિસ્તારો સાથે ટકરાયું છે. ચક્રવાતી તોફાન યાસની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યો પર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ખુબ પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. 

— ANI (@ANI) May 26, 2021

પશ્ચિમ બંગાળમાં કરન્ટ લાગવાથી 2 લોકોના મોત
પ.બંગાળમાં વાવાઝોડા યાસના કારણે કેટલાક અકસ્માત પણ સર્જાયા છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના હાલિશહેરમાં 40 ઘર ક્ષતિગ્રસ્ત થયા છે. બીજી ઘટના ચિનસરાહમાં ઘટી છે. જ્યાં કેટલાક ઘરોને નુકસાન થયું છે. હુગલી જિલ્લાના પાંડુઆમાં કરન્ટ લાગવાથી 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

બંગાળમાં 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
ઓડિશાના ભુવનેશ્વરમાં રાહત પેકેટ તૈયાર થઈ રહ્યા છે. જ્યારે રિલિફ કેમ્પ સુધી સતત લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે. ભદ્રકમાં એનડીઆરએફએ મોરચો સંભાળેલો છે અને લોકોને વાવાઝોડાથી બચાવવાની દરેક શક્ય કોશિશ થઈ રહી છે. ઓડિશાની જેમ બંગાળમાં પણ લોકોને રિલિફ કેમ્પ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં 10 લાખ લોકોને સમુદ્ર કિનારાવાળી જગ્યાઓથી ખસેડીને 4000 જેટલા રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યા છે. દોઢ લાખ લોકો તો પૂર્વ મેદિનીપુરમાં જ સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. અત્યાર સુધીમાં કુલ 14 જિલ્લાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news