Black Friday! PM મોદીના માતા હીરાબા અને ફૂટબોલર દિગ્ગજ પેલેનું નિધન, ક્રિકેટર પંતે મોતને હાથતાળી આપી
આજે શુક્રવાર છે પરંતુ આ શુક્રવાર બ્લેક ફ્રાઈડેથી ઓછો નહોતો. સવારથી ત્રણ દુ:ખદ ઘટનાઓ સામે આવી હતી. મધ્યરાત્રિએ વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક પેલેના નિધનના સમાચાર આવ્યા. આ પછી શુક્રવારે સવારે 3.30 કલાકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું નિધન થયું. આ પછી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને હરિદ્વારમાં અકસ્માત નડ્યો હતો.
આજે શુક્રવાર છે પરંતુ આ શુક્રવાર બ્લેક ફ્રાઈડેથી ઓછો નહોતો. સવારથી ત્રણ દુ:ખદ ઘટનાઓ સામે આવી હતી. મધ્યરાત્રિએ વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક પેલેના નિધનના સમાચાર આવ્યા. આ પછી શુક્રવારે સવારે 3.30 કલાકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું નિધન થયું. આ પછી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને હરિદ્વારમાં અકસ્માત નડ્યો હતો. આમાં તેને ગંભીર ઈજાઓ થઈ છે એ માંડ માંડ બચ્યો છે.
રિષભ પંતની કારને ભયાનક અકસ્માત
ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો છે. આમાં તેને ઘણી ઈજાઓ થઈ છે. શુક્રવારે વહેલી સવારે દિલ્હીથી રૂડકી જતી વખતે ગુરુકુલ નરસન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેની કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતના પગમાં ગંભીર ઈજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંતને મેક્સ દેહરાદૂન રિફર કરવામાં આવ્યા છે. પંતની કારને ખરાબ રીતે નુકસાન થયું છે. ભારતીય સ્ટાર ક્રિકેટરની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં ગંભીર ઈજાઓ દેખાઈ રહી છે.
પીએમ મોદીના માતા હીરા બાનું અમદાવાદમાં નિધન થયું છે
પીએમ મોદીના માતા હીરા બાએ આજે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. શુક્રવારે સવારે 3.30 કલાકે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. હીરા બાને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ગાંધીનગરના સ્મશાનભૂમિ ખાતે હીરા બાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. આ પહેલા પીએમ મોદીએ પણ મૃતદેહને કાંધ આપી હતી.
VIDEO જોઈને જ કહેશો કે ભારતનો ધાકડ ક્રિકેટર માંડ માંડ બચી ગયો, 100 ફૂટ ઘસડાઈ કાર...
પર્લ અને બ્લેક ડાયમંડના નામથી ઓળખાતા પેલે આજે પણ છે મેસી અને રોનાલ્ડોથી આગળ?
બ્રાઝિલના ફૂટબોલર પેલેનું નિધન
બ્રાઝિલના ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. પેલેની પુત્રી કેલી નૈસિમેન્ટોએ ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમના મૃત્યુની જાણકારી આપી હતી. 20મી સદીના મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું અને છેલ્લા કેટલાક દિવસોથી સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ હતા. મોટાભાગે ફોરવર્ડ પોઝિશનમાં રમતા પેલેને વિશ્વના મહાન ફૂટબોલર કહેવા ખોટું નહીં હોય. પેલે જેવા ખેલાડી આવનારી સદીઓમાં ભાગ્યે જ જન્મશે. પેલેનું મૂળ નામ એડસન એરાંટેસ ડો નાસિમેન્ટો હતું. પરંતુ શાનદાર રમતના કારણે તે બીજા ઘણા નામોથી પણ જાણીતો હતો. પેલેને 'બ્લેક પર્લ', 'કિંગ ઓફ ફૂટબોલ', 'કિંગ પેલે' જેવા ઘણા ઉપનામો મળ્યા. પેલે તેના યુગના સૌથી મોંઘા ફૂટબોલરોમાંના એક હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube