પર્લ અને બ્લેક ડાયમંડના નામથી ઓળખાતા પેલે આજે પણ છે મેસી અને રોનાલ્ડોથી આગળ?

Pele World Cup goals: પેલે દુનિયાના એકમાત્ર એવા ખેલાડી હતા જેના નામે ત્રણ વિશ્વ કપ જીતવાનો રેકોર્ડ છે. બ્રાઝીલ માટે રમતા તેમણે 1958, 2962 અને 1970માં ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેમના નામે વર્લ્ડ કપમાં 77 ગોલ નોંધાયા છે. ફૂટબૉલની દુનિયામાં પેલેને બ્લેક પર્લ અને બ્લેક ડાયમંડના નામથી ઓળખવામાં આવતા હતા.

પર્લ અને બ્લેક ડાયમંડના નામથી ઓળખાતા પેલે આજે પણ છે મેસી અને રોનાલ્ડોથી આગળ?

Pele Died: ફૂટબૉલની દુનિયામાં પેલેને બ્લેક પર્લ અને બ્લેક ડાયમંડના નામથી ઓળખવામાં આવતા હતા. આજના સમયમાં ફૂટબૉલની દુનિયામાં લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામ ચર્ચામાં હોય છે. પરંતુ પેલેને આજે પણ અનેક ચાહકો ગ્રેટેસ્ટ ઑફ ઓલ ટાઈમ માને છે.

ફૂટબૉલના ચાહકો માટે આજનો દિવસ દુઃખદ છે. કારણ કે મહાન ફૂટબૉલર પેલેનું નિધન થયું છે. 82 વર્ષની ઉંમરમાં પેલેએ અંતિમ શ્વાસ સીધા. પેલેના નિધનથી આખું ફૂટબૉલ જગત સ્તબ્ધ છે. સૌ કોઈ પેલે અને તેના ફૂટબૉલમાં પ્રદાનને યાદ કરી રહ્યા છે. પેલે સદીના સૌથી મોટા ફૂટબૉલરની યાદીમાં છે. 

પેલે દુનિયાના એકમાત્ર એવા ખેલાડી હતા જેના નામે ત્રણ વિશ્વ કપ જીતવાનો રેકોર્ડ છે. બ્રાઝીલ માટે રમતા તેમણે 1958, 2962 અને 1970માં ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેમના નામે વર્લ્ડ કપમાં 77 ગોલ નોંધાયા છે. ફૂટબૉલની દુનિયામાં પેલેને બ્લેક પર્લ અને બ્લેક ડાયમંડના નામથી ઓળખવામાં આવતા હતા. આજના સમયમાં ફૂટબૉલની દુનિયામાં લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામ ચર્ચામાં હોય છે. પરંતુ પેલેને આજે પણ અનેક ચાહકો ગ્રેટેસ્ટ ઑફ ઓલ ટાઈમ માને છે.

મેસીએ ફિફા વર્લ્ડ કપ 2022 જીતીને કેટલીક હદ સુધી મહાન ફૂટબૉલરની રેસમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને જરૂર પાછળ છોડ્યા છે પરંતુ આજે પણ પેલે તેમને આ મામલામાં ટક્કર આપે છે. મેસીના નામ પર જ્યાં ક્લબ અને આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ મળીને 970 ગોલ નોંધાયા છે, ત્યાં જ પેલેના નામ પર 757 ગોલ છે. જો કે, આ એક વિવાદિત આંકડો છે. કારણ કે પેલે દાવો કરી ચુક્યા છે કે તેમણે કરિયર દરમિયાન 1000થી વધારે ગોલ કર્યા છે, તો ફીફાની આધિકારીક વેબસાઈટના અનુસાર પેલેના નામે 1281 ગોલ છે. પેલેએ કેટલાક વર્ષો પહેલા મેસીને અપૂર્ણ ખેલાડી ગણાવ્યા હતા કારણ કે તેઓ હેડર સ્કોર નથી કરી શકતા. આર્જેન્ટિનાના આ સ્ટાર મોટાભાગે ફ્રી કિક કે કોર્નરથી ગોલ કરે છે.

પેલેના નામે ફુટબૉલ વર્લ્ડ કપના 3 ખિતાબ છે. જ્યારે રોનાલ્ડોના હાથમાં અત્યાર સુધીમાં એકપણ ટ્રોફી નથી આવી. એટલે જ રોનાલ્ડો પાછળ છે. રોનાલ્ડોના નામે જ્યાં ફિફા વર્લ્ડ કપમાં 8 ગોલ છે. જ્યારે પેલેએ 1958, 1962, 1966 અને 1970માં કુલ 12 ગોલ કર્યા હતા. ક્લબ ગોલના મુકાબલામાં રોનાલ્ડો પેલેથી થોડા જ આગળ છે. બ્રાઝિલિયલ સ્ટાર ફૂટબૉલર પેલેના નામ પર જ્યાં 680 ગોલ છે, જ્યારે રોનાલ્ડોએ અત્યાર સુધીમાં 701 ગોલ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news