નવી દિલ્હી: દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરૂવારે ઇઝરાઇલ (Israel) ના દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટને લઇને દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસ (Delhi Police) નું કહેવું છે કે ઇઝરાઇલ દૂતાવાસ (Israel Embassy) પાસે થયેલા ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ કોઇ મોટા કાવતરાનું ટ્રાયલ હોઇ શકે છે. જોકે આ બ્લાસ્ટથી કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ આપણે સાવધાન રહેવાની જરૂર છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ  (Israel Embassy) પાસે થયેલા બ્લાસ્ટ બાદ દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઇ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસ કોઇપણ કાવતરાને નિષ્ફળ કરવા માટે ખૂણે ખૂણે નજર રાખી રહી છે. 

Blast In Delhi: દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ નજીક IED બ્લાસ્ટ, 4થી 5 કાર ક્ષતિગ્રસ્ત


જાણો લો કે દિલ્હી પોલીસ (Delhi Police) ની સ્પેશિયલ સેલ ઇઝરાઇલ (Israel) ના દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટના કેસની તપાસ કરી રહી છે. શરૂઆતી તપાસમાં ખબર પડી છે કે આ બ્લાસ્ટ તણાવ ઉભો કરવા માટે કરવામાં આવ્યો હતો. બ્લાસ્ત બાદ ઇઝરાઇલી દૂતાવાસ આસપાસ સુરક્ષાને વધારી દેવામાં આવી છે. 


ગૃહમંત્રીએ બોલાવી હાઇ લેવલ મીટિંગ 
ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ દિલ્હીમાં ઇઝરાઇલના દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટ બાદ હાઇ લેવલ મીટિંગ કરી. આ મીટિંગમાં ગૃહમંત્રી સાથે ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ જોડાયા હતા. મીટિંગમાં ગુપ્તચર એજન્સીઓને દિલ્હી પોલીસની મદદ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 


અમિત શાહનો બંગાળ પ્રવાસ રદ 
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસને જલદીથી જલદી આ કેસની તપાસ પુરી કરવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં ખેડૂત આંદોલન, ગણતંત્ર દિવસ પર હિંસા અને ઇઝરાઇલના દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટ બાદ ગૃહમંત્રી અમિત શાહે પોતાનો પશ્વિમ બંગાળનો પ્રવાસ રદ કર્યો છે. 


બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube