આર્શીવાદ લેવાની યોગ્ય રીત જાણી લેશો તો, તમારી ઈચ્છા 1000 ટકા પૂરી થશે
આજે સમગ્ર ભારતવર્ષ પ્રભુ શ્રીરામના સમ્મુખ નતમસ્તક છે. લોકો ઈચ્છી રહ્યા છે કે જલ્દીથી જલ્દી મંદિર બને, જેથી તેમના આર્શીવાદ લેવા માટે અયોધ્યા પહોંચી શકાય. દરેક વ્યક્તિ આર્શીવાદ લેવા માગે છે. જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિમાં વૃદ્ધિ થાય. તેથી જ આપણે નમસ્કાર કે પ્રણામ કરીએ છીએ. ઝૂકીને પગે લાગવું એ હિન્દુઓની પરંપરા છે. આ ચિંતન નહિ, પણ વિજ્ઞાનનો વિષય છે. વૃદ્ધો કહે છે કે, જ્યારે તમે કોઈને પ્રણામ કરો છો, તો પૂરતા શ્રદ્ધા ભાવ સાથે કરો. જો તમે કોઈના પગે લાગવા નથી માંગતા તો દૂરથી જ નમસ્કાર કરો. આવું કેમ કરવું તે પાછળનું તર્ક તમને જણાવીએ.
ઝી મીડિયા/બ્યૂરો :આજે સમગ્ર ભારતવર્ષ પ્રભુ શ્રીરામના સમ્મુખ નતમસ્તક છે. લોકો ઈચ્છી રહ્યા છે કે જલ્દીથી જલ્દી મંદિર બને, જેથી તેમના આર્શીવાદ લેવા માટે અયોધ્યા પહોંચી શકાય. દરેક વ્યક્તિ આર્શીવાદ લેવા માગે છે. જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિમાં વૃદ્ધિ થાય. તેથી જ આપણે નમસ્કાર કે પ્રણામ કરીએ છીએ. ઝૂકીને પગે લાગવું એ હિન્દુઓની પરંપરા છે. આ ચિંતન નહિ, પણ વિજ્ઞાનનો વિષય છે. વૃદ્ધો કહે છે કે, જ્યારે તમે કોઈને પ્રણામ કરો છો, તો પૂરતા શ્રદ્ધા ભાવ સાથે કરો. જો તમે કોઈના પગે લાગવા નથી માંગતા તો દૂરથી જ નમસ્કાર કરો. આવું કેમ કરવું તે પાછળનું તર્ક તમને જણાવીએ.
ઉપરવાસમાં વરસાદથી આજી નદી જળબંબાકાર, રાજકોટ-જેતપુરમાં ઘરોમાં કમર સુધી પાણી
મોટાભાગના લોકોને પ્રણામ કરવાની યોગ્ય રીત ખબર નથી. માત્ર હાથ જોડવાથી આર્શીવાદ મળતા નથી. તેના માટે તમારે સમજવુ પડશે કે, ભારતીય પરંપરામાં આ સંસ્કારની મહત્વતા શું છે. કેમ તમે પગે લાગો છો, જેથી તમને શક્તિ પ્રાપ્ત થઈ શકે. તમારી મનોકામના ત્યારે જ પૂરી થઈ શકે છે જ્યારે તમે થોડુ નહિ, પરંતુ આખું ઝૂકી જાઓ. જેની કૃપા મેળવવી છે, તેના બંને પગના અંગૂઠાને હાથના અંગૂઠાથી દબાવીને નતમસ્તક થઈ જાઓ. જ્ઞાની લોકો કહે છે કે, આવુ કરવાથી તમારી મનોકામના 1000 ટકા પૂરી થશે. કોઈ પણ કામ કરવાની તમારી ઈચ્છા સફળ થશે.
ધ્યાન રાખો કે, દરેક કોઈના પગે લાગવાનું નથી. કેમ કે, તેનાથી સામી વ્યક્તિની ઉર્જા અને શક્તિ તમારામાં પ્રવાહિત થાય છે. માત્ર એ જ વ્યક્તિના પગે લાગવાનું, જે સકારાત્મક ઉર્જાવાળી છે. જે રીતે શરીરમાં કરંટ પ્રવાહિત થાય છે. બસ એ જ રીતે અત્યાધિક ક્ષમતા એટલે કે પોટેન્શિયલવાળી વ્યક્તિથી ઓછી પોટેન્શિયલવાળી વ્યક્તિની એ શક્તિ મળે છે, જેની તે ઈચ્છા ધરાવે છે. તેથી જ ઔપચારિકતા દાખવવાથી બચો. સિદ્ધ પુરુષને જોઈને કોઈ વ્યક્તિ પ્રણામ કરવા આગળ વધે છે તો તેઓ દૂરથી જ હાથ આગળ કરી દે છે. કેમ કે, આર્શીવાદ લેનાર વ્યક્તિ જો શ્રદ્ધા ભાવથી ઝૂકતુ નથી તો આર્શીવાદ આપનાર વ્યક્તિની ઉર્જા વ્યર્થ જાય છે.
ન્યૂટનના નિયમ અનુસાર, દરેક ચીજમાં ગુરુત્વાકર્ષણ હોય છે. તમે જેની સામે ઝૂકો છે, તેમના પ્રતિ આકર્ષિત થાય છે, કેમ કે, ગુરુત્વાકર્ષણ હંમેશા આકર્ષિત કરનારા તરફ જાય છે. મનુષ્યના માથાથી પગ સુધીની ઉર્જા પ્રવાહિત થાય છે. જો તમે કોઈના ચરણ સ્પર્શ કરો છો, તો તેના પગના અંગૂઠાથી ઉર્જા પ્રાપ્ત કરો છો. તેને કોસ્મિક ઉર્જા કહેવાય છે. તમે જોયુ હશે કે, ઉચ્ચ કોટિના સાધક જલ્દી તમને પગે લાગવા દેતા નથી. આર્શીવાદ પણ ત્યારે જ મળે છે, જ્યારે સામેવાળી વ્યક્તિ માથાના ઉપરી ભાગ પર હાથ રાખે છે.
પ્રતિભાવાન વ્યક્તિની સકારાત્મક ઉર્જા આર્શીવાદના રૂપમાં શરીરમાં પ્રવેશ કરે છે, તેનાથી આપણો આધ્યાત્મિક અને માનસિક વિકાસ થાય છે. શાષ્ટાંગ પ્રણામ કરવાથી શરીરના તમામ અંગોમાં એનર્જિ આવે છે. જેનાથી તણાવ દૂર થાય છે. પગે લાગલાવથી અને આગળની તરફ ઝૂકવાથી રક્તનો પ્રવાહ વધે છે.
આર્શીવાદ આપવાની ત્રણ રીત છે. પહેલો આર્શીવાદ માથા પર આપવામાં આવ છે. તે રોગી વ્યક્તિ માટે સૌથી ઉત્તમ છે. આ આર્શીવાદ દરેક કોઈને મળતા નથી. બીજો આર્શીવાદ પીઠની ઉપર થાપ આપીને અપાય છે. જેને પોતાના લક્ષ્યમાં વિજય પ્રાપ્ત કરવાનું હોય તેઓએ આવા આર્શીવાદ લેવા જોઈએ. ત્રીજો આર્શીવાદ કમર પર અપયા છે, જેને સારું ફળ મળે છે, અને તેની દ્રરિદ્રતા દૂર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર