મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના વાયરસના વધતા કેસને જોતા બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ વર્ક ફ્રોમ હોમ માટે આદેશ જાહેર કર્યો છે. બીએમસી (BMC) એ પોતાના અધિકારવાળા ક્ષેત્રમાં આવતી તમામ શાળાઓના ટીચર્સ અને અન્ય સ્ટાફને આગામી આદેશ સુધી ઘરેથી કામ કરવાના નિર્દેશ આપ્યા છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોવિડ 19 (Covid 19) ના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કેન્દ્ર સરકારે તેને કોરોના (Corona Virus) ની બીજી લહેરની શરૂઆત ગણાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈ-લર્નિંગ દ્વારા ઘરેથી અભ્યાસ
BMC ના નિર્દેશ મુજબ 17 માર્ચથી 12માં ધોરણ સુધીના તમામ બોર્ડ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનું કહેવામાં આવ્યું છે. આ અગાઉ 50 ટકા ટીચિંગ સ્ટાફને શાળાએ આવવાની મંજૂરી હતી અને ટીચર્ચને શાળા પરિસરમાં ઓનલાઈન ક્લાસ લેવાની મંજૂરી હતી. પરંતુ હવે નવા સર્ક્યૂલર મુજબ ઈ-લર્નિંગ દ્વારા ઘરેથી અભ્યાસ થશે. 


મુંબઈમાં દૈનિક કેસની સંખ્યા 2 હજાર નજીક
સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ મંગળવારે છેલ્લા 24 કલાકમાં મુંબઈ (Mumbai) માં કોરોના વાયરસના 1922 કેસ સામે આવ્યા હતા. સતત સાતમા દિવસે 1500થી વધુ કેસ નોંધાયા. આ અગાઉ સોમવારે કોવિડ-19ના 1712 કેસ નોંધાયા હતા. જ્યારે રવિવારે 1962 કેસ નોંધાયા હતા. 


Coronavirus 2nd Wave: શું ફરીથી આવશે લોકડાઉન? PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube