નવી દિલ્હી: દિલ્હીની જામા મસ્જિદ પાસે મીના બજારના એક પાર્કમાં બોમ્બ પડ્યો હોવાની સૂચના મળ્યા બાદ રાજધાનીમાં હડકંપ મચી ગયો. જૂની દિલ્હીમાં અફડાતફડી મચી ગઈ. જાણ થતા જ સેના, દિલ્હી પોલીસની અનેક ટીમો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગ ઉપરાંત અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. દિલ્હી પોલીસની એક ટીમે બોમ્બ ડિફ્યુઝ કર્યો. બોમ્બમાં ટાઈમર લાગેલો હતો અને તે ઉપરાંત ઈલેક્ટ્રોનિક સર્કિટ પણ લાગેલી હતી. બોમ્બ ફાટવામાં માત્ર 3 મિનિટનો ટાઈમ બચ્યો હતો. પરંતુ સમયસર બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો. આ બધુ ચાલી રહ્યું હતું અને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલમ 370 રદ થયા બાદ J&Kમાં પ્રથમ ઈદ, સરકારની અગ્નિ પરીક્ષા, આતંકી હુમલાનું અલર્ટ


ઘણીવાર બાદ સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસે બોમ્બ મળી આવવાની ઘટનાને મોક ડ્રિલ ગણાવતા બોમ્બને ડમી ગણાવ્યો હતો. ડમી બોમ્બને સુરક્ષા તપાસ માટે પોલીસ તરફથી જ રાખવા આવ્યો હતો. સેન્ટર ડિસ્ટ્રિક્ટના ડીસીપી મંદીપ સિંહ રંધાવાએ જણાવ્યું કે સ્વતંત્રતા દિવસ પર સુરક્ષા તપાસ માટે સુરક્ષા એજન્સીઓએ મોકડ્રિલની યોજના બનાવી હતી. 


આ જ કડીમાં મીના બજાર પાસેના એક પાર્કમાં ડમી બોમ્બ રાખીને બપોરે 3.45 વાગે પીસીઆર કોલ કરવામાં આવ્યો. જાણ થતા જ સેનાની ટીમ, દિલ્હી  પોલીસની સ્પેશિયલ સેલ, એફએસએલ, ક્રાઈમ ટીમ, એન્ટી બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...