Booster Dose: કોરોના મહામારીના વિરૂદ્ધ લડાઇને મજબૂત કરવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે 18 વર્ષથી ઉપરવાળા લોકોને પણ બૂસ્ટર ડોઝ લગાવવામાં આવશે. બૂસ્ટર ડોઝ લગાવવાનું આ અભિયાન આ રવિવારથી શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 એપ્રિલથી લગાવી શકાશે બૂસ્ટર ડોઝ
સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો પણ કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ મેળવી શકશે. તે 10 એપ્રિલથી પ્રાઇવેટ વેક્સીનેશન સેન્ટર્સ પર જઇને આ રસી લગાવી શકશે. હાલ પ્રિકોશન ડોઝ (બૂસ્ટર ડોઝ) તે વેક્સીન લગાવી શકાય છે. જેનો પહેલો અને બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. 


બીજો ડોઝ લગાવનાર જે લગાવવામાં આવશે રસી
જાણકારી અનુસાર જે લોકોની ઉંમર 18 વર્ષથી વધુ છે અને કોરોના વેક્સીનનો બીજો લગાવ્યાને 9 મહિના થઇ ગયા છે, તે બૂસ્ટર ડોઝ લગાવી શકે છે. દેશમાં 15+ એઝ ગ્રુપમાંથી લગભગ 96% ને ઓછામાં ઓછી એક કોરોના વેક્સીન લગાવવામાં આવી છે જ્યારે લગભગ 83 ટકાને બે ડોઝ લગાવવામાં આવ્યા છે. દેશમાં 6 માર્ચથી 12-14 વર્ષના બાળકોને વેક્સીન ચાલુ રહેશે. 


સરકારી કેન્દ્રો પર ણ ચાલતું રહેશે અભિયાન
સરકરે સ્પષ્ટ કર્યું છે કે ગવર્નમેંટ વેક્સીનેશન સેન્ટર પર લોકોને કોરોનાનો પ્રથમ અને બીજો ડોઝ લગાવવાનું કામ પહેલાંની માફક જ ચાલતું રહેશે. આ સાથે જ હેલ્થકેર વર્કર્સ, ફ્રંટલાઇન વર્કર્સ અને 60 વર્ષથી મોટી ઉમરના લોકોને બૂસ્ટર ડોઝ લગાવવાનું કામ પણ ચાલુ રહેશે. 


દુનિયામાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ
તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બુધવારે કોરોના વાયરસ પર એક રિપોર્ટ જાહેર કરીને મહત્વપૂર્ણ માહિતી આપી હતી. WHOએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે સતત બીજા સપ્તાહે વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે, કોરોના મહામારીના કારણે મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.


સંક્રમણના 90 લાખ કેસ
કોવિડ 19 મહામારી પર WHO ના તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક અઠવાડિયામાં સંક્રમણના 90 લાખ કેસ સામે આવ્યા. આ આંકડો ગત અઠવાડિયાના મુકાબલે 16 ટકા ઓછો હતો. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે દુનિયાના દરેક ભાગમાં સંક્રમણના કેસમાં ઘટાડો જોવ મળી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube