નવી દિલ્હી: બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી બજરંગબલી હનુમાન સાથે કરી. પીએમ મોદીની સરખામણી બજરંગબલી હનુમાન સાથે કરતા તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે બજરંગબલી હિમાલયથી લક્ષ્મણ માટે કેવી રીતે સંજીવની બુટી લાવ્યાં હતાં અને તેમનો જીવ બચાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં કોરોનાની ડરામણી સ્થિતિ, એક જ દિવસમાં 2000 જેટલા લોકોએ જીવ ગુમાવ્યાં


આ વાતનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રપતિએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો અને જે મદદ બ્રાઝિલ તરફથી માંગવામાં આવી તેની સરખામણી સંજીવની બુટી સાથે કરી. બ્રાઝિલે ભારતને અગાઉથી કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે મેડિકલ ઈક્વિપમેન્ટ્સ અને જરૂરી દવાઓ મોકલવા માટે ભલામણ કરી રાખી હતી જે ભારત મોકલી પણ રહ્યું છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ભારત પોતાના દેશમાં પણ કોરોનાના સંક્રમણને પહોંચી વળે છે અને દુનિયામાં પણ જરૂરિયાતવાળા દેશોની જરૂરિયાતો પૂરી પાડી રહ્યું છે. 


હવે અહીં સવાલ એ થાય કે આખરે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ હનુમાન વિશે કેવી રીતે જાણ્યું અને તેમણે આ રીતે સરખામણી કઈ રીતે કરી. તેમની આ સરખામણીએ બધાને વિચારતા કરી મૂક્યા છે. આ સમગ્ર મામલે ઈન્ડિયા ટુડે દ્વારા બ્રાઝિલના ભારતમાં રાજદૂત એન્ડ્રે અરાન્હા કોરે ડો લાગો સાથે વાતચીત કરવામાં આવી અને તેમણે વિસ્તૃત માહિતી આપી. 


કોરોનાથી ભારત સહિત દુનિયા આખી થઈ રહી છે પાયમાલ, પણ ચીનને મળી ગયો 'કુબેરનો ખજાનો'


તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ પીએમ મોદીને ફોન કરવાનો નિર્ણય એટલા માટે લેવાયો હતો કારણ કે હાલમાં જ રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે આવ્યાં હતાં. ત્યાર બાદ બંને દેશો વચ્ચે સંબંધો વધુ મજબુત થયા છે. રાષ્ટ્રપતિ બોલસોનારો એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગતા હતાં કે ભારત પાસેથી જે મદદ (હાઈડ્રોક્સીક્લોરોક્વીન) મળી છે તે તેમના માટે કેટલી મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદી આ માગણીને લઈને ખુબ સકારાત્મક હતાં. તેમણે કહ્યું કે આ અંગે સરકારમાં વાતચીત ચાલુ છે અને તેઓ જલદી તેનો જવાબ આપશે. 


રાજદૂતે એમ પણ કહ્યું કે જેમ કે તમને ખબર છે કે રાષ્ટ્રપતિ જ્યારથી ભારત આવ્યાં છે ત્યારથી તેમનો લગાવ વધી ગયો છે અને તેઓ ભારતની દરેક ચીજમાં પર્સનલી રસ લે છે. તેમના માટે એ વાત પણ મહત્વપૂર્ણ છે કે ભારતમાં ધર્મની પ્રધાનતા છે. રાષ્ટ્રપતિ બોલસોનારો પીએમ મોદીની જેમ એક ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ છે.  જેને જોતા તેમણે પત્ર લખ્યો કે પોતપોતાની પરંપરા સાથે જોડાયેલા બે ધાર્મિક લોકો પોત પોતાના ધર્મમાં ઉદાહરણ મેળવી શકે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube