નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિક્સ સમૂહના વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. બ્રિક્સ સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ આતંકવાદના મુદ્દા પર નામ લીધા વગર પાડોસી દેશ પાકિસ્તાનને આડે હાથ લીધો છે. આ સિવાય પીએમ મોદીએ એકવાર ફરી યૂએન સિક્યોરિટી કાઉન્સિલમાં ફેરફારનો મુદ્દો ઉઠાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, ગ્લોબલ ગવર્નેંસની ક્રેડિબિલિટી અને ઇફેક્ટિવનેસ બંન્ને પર સવાલ ઉઠી રકહ્યા છે. તેનું મુખ્ય કારણ છે કે તેમાં સમયની સાથે યોગ્ય ફેરફાર કરવામાં આવ્યા નથી. તે હજુ પણ 75 વર્ષ જૂના વિશ્વની માનસિકતા અને વાસ્તવિકતા પર આધારિત છે. ભારતનું માનવું છે કે યૂએ સિક્યોરિટી કાઉન્સિલમાં ફેરફાર ખુબ જરૂરી છે. આ વિષય પર અમને અમારા બ્રિક્સ પાર્ટનરના સહયોગની અપેક્ષા છે. 


છેલ્લા 45 દિવસમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ સાજા થયા, નવા કેસમાં થયો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય  

આતંકવાદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ, આતંકવાદ આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. આપણે તે નક્કી કરવું પડશે કે આતંકવાદીઓને સમર્થન અને સમર્થન આપનાર દેશોને પણ દોષી ઠેરવવામાં આવે અને આ સમસ્યાનો સંગઠિત રીતે મુકાબલો કરવામાં આવે. અમને ખુશી છે કે રશિયાની અધ્યક્ષતા દરમિયાન બ્રિક્સ કાઉન્ટર ટેરરિઝ્મ સ્ટ્રેટજીને અંતિમ રૂપથી આપવામાં આવે. આ એક મોટી સિદ્ધિ છે. ભારત આ કાર્યને પોતાની અધ્યક્ષતા દરમિયાન વધુ આગળ વધારશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube