બરેલી: લગ્નના અવસરે દુલ્હા-દુલ્હનને ડાન્સ ફ્લોર પર લઈ જવા એ બહુ સામાન્ય વાત છે. સંબંધીઓ અને મિત્રોની એ કોશિશ રહે છે કે દુલ્હા દુલ્હન આ ખાસ અવસરને અનોખા અંદાજમાં સેલિબ્રેટ કરે. પરંતુ ઉત્તર પ્રદેશના બરેલીમાં આ 'કોશિશ'ના કારણે એક લગ્ન તૂટી ગયા. દુલ્હાના મિત્રો દુલ્હનને જબરદસ્તીથી ડાન્સ ફ્લોર પર લઈ ગયા જે છોકરીવાળાને જરાય ગમ્યું નહીં. આ મુદ્દે ખુબ વિવાદ થયો અને ત્યારબાદ છોકરીવાળાઓએ લગ્ન ફોક કરી નાખ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: કર્ણાટક વિધાન પરિષદમાં ભારે હોબાળો, કોંગ્રેસ-ભાજપના MLA વચ્ચે છુટા હાથે મારામારી 


Kannauj ની રહિશ છે છોકરી
ઉત્તર પ્રદેશનૈા બરેલીના એક ગામનો યુવક અને કન્નૌજની યુવતીના લગ્ન પરિવારની મરજીથી નક્કી થયા હતા. બંને પોતે પણ આ લગ્નના નક્કી થવાથી ખુશ હતા. પરંતુ છેલ્લી ઘડીએ વરરાજાના મિત્રોની હરકતથી  બધુ બગડી ગયું. મળતી માહિતી મુજબ લગ્નની રસમો વચ્ચે વરરાજાના કેટલાક મિત્રો દુલ્હનને જબરદસ્તીથી ડાન્સ ફ્લોર પર લઈ જવા લાગ્યા જેના પર દુલ્હને આપત્તિ જતાવી. પરંતુ આમ છતાં મિત્રો માન્યા નહી. આ વાત પર બંને પક્ષોમાં ખુબ વિવાદ થયો અને આખરે સંબંધ જોડાય તે પહેલા જ તૂટી ગયો. 


Farmers Protest: ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ, ગડકરીએ કહ્યું- ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે કેટલાક લોકો


યુવક બધુ જોતો જ રહ્યો
યુવતી એ વાતથી ખુબ નારાજ હતી કે બધુ જોઈને પણ યુવક ચૂપચાપ બેસી રહ્યો. તેણે તેના મિત્રોને રોકવાની કોશિશ ન કરી. યુવતીના પરિજનોએ જ્યારે તેનો વિરોધ કર્યો તો છોકરાવાળા નારાજ થઈ ગયા. ત્યારબાદ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી. યુવતીના માતા પિતાએ પુત્રીના નિર્ણયનું સન્માન કરતા કહ્યું કે તેઓ તેને એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે મજબૂર ન કરી શકે જેને તેના માન સન્માનની કોઈ ચિંતા નથી. 


આ વખતે સંસદનું શિયાળુ સત્ર નહીં યોજાય, સીધુ 2021માં Budget Session, ખાસ જાણો કારણ


ક્ષતિપૂર્તિ આપવા પર સહમતિ બની
કહેવાય છે કે વિવાદ બાદ વધૂ પક્ષે દહેજ ઉત્પીડનની ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું. છોકરીના ઘરવાળા છોકરીને ક્ષતિપૂર્તિ તરીકે 6.5 લાખ રૂપિયા આપવા માટે  તૈયાર થઈ ગયા હતા. આ ઘટનાના બે દિવસ બાદ છોકરાવાળાઓએ સાદગીથી લગ્ન કરવાનો પ્રસ્તાવ યુવતી સમક્ષ મૂક્યો હતો જેને ફગાવી દેવાયો. પીડિત પક્ષે કહ્યું કે તેમનું એકવાર અપમાન થઈ ચૂક્યું અને હવે તેઓ એ જ ભૂલ ફરી દોહરાવવા માંગતા નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube