લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં આજે વહેલી સવારે હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા. બહરાઈચમાં ભીષણ રોડ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર દુ:ખ જતાવતા અધિકારીઓને આદેશ આપ્યો છે કે ઘાયલોની સારવારમાં કોઈ ઉણપ રહેવી જોઈએ નહીં. જિલ્લા પ્રશાસન તમામ ઘાયલોને યોગ્ય ચિકિત્સા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે સક્રિય રહે. 


રાજસ્થાન: ગુર્જરોએ દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક કર્યો જામ, અલવરના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ


કહેવાય છે કે બહરાઈચમાં પ્રયાગપુરમાં એક વળાંક પાસે બે વાહનોમાં ભીષણ ટક્કર થઈ. જેમાં અનેક લોકોના મોત થયા. અકસ્માત બાદ ઘાયલોને તરત નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા. ઉલ્લેખનીય છે કે હાલ હવામાન બદલાઈ રહ્યું છે. સવારે ધુમ્મસ છવાયેલું હોય છે. જેના કારણે સામે આવતા વાહનો દેખાતા નથી. જે ભયાનક રોડ અકસ્માતનું કારણ બને છે. 


‘Baba Ka Dhaba’ના માલિકે youtuber વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો


આ અકસ્માતમાં 6 લોકોના દર્દનાક મોત થયા છે. પોલીસ અને પ્રશાસન આ અંગે પ્રાથમિક તપાસ કરી રહ્યા છે. બહરાઈચના આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાંથી અનેકની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube