રાજસ્થાન: ગુર્જરોએ દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક કર્યો જામ, અલવરના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ
Trending Photos
જયપુર: અનામતની માગણીને લઈને એકવાર ફરીથી પ્રદેશમાં ગુર્જર આંદોલન (Gujjar Reservation Andolan) શરૂ થઈ ગયું છે. કર્નલ કિરોડી સિંહ બૈંસલા અને વિજય બૈંસલાના નેતૃત્વમાં ગુર્જર સમાજના લોકોએ પીલુપુરામાં રેલવે ટ્રેક જામ કરી દીધો. ગુસ્સે ભરાયેલા ગુર્જરોએ રેલવે ટ્રેકની ફિશ પ્લેટ સાથે જ પાટા પણ ઉખાડી નાખ્યા છે.
ગુર્જરોના આંદોલનના કારણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન અટકાવી દેવાયું છે. આ બાજુ ઝી રાજસ્થાન સાથે વાતચીતમાં કર્નલ બૈંસલાએ કહ્યું કે આંદોલનની રૂપરેખા હવે સરકારના નિર્ણય પર નિર્ભર કરશે. અમે મંત્રી અશોક ચાંદનાની રાહ જોઈ રહ્યા છીએ. એક મોટા સમાચાર એ આવી રહ્યા છે કે સરકારનો પ્રસ્તાવ લઈને પહોંચેલા સંજય ગોયલનો પ્રસ્તાવ વિજય બૈંસલાએ ફગાવી દીધો છે.
આ બધા વચ્ચે મંત્રી અશોક ચાંદના, કર્નલ બૈંસલા સહિત ગુર્જર નેતાઓ સાથે વાતચીત માટે હિન્ડોન પહોંચ્યા પરંતુ રસ્તામાં અવરોધ હોવાના કારણે જયપુર પાછા ફર્યા. મંત્રી અશોક ચાંદનાએ આંદોલનકારીઓને હિંસા ન કરવાની અપીલ કરી છે.
અલવર જિલ્લામાં ગુર્જર બહુમતીવાળા વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે. જેમાં થાનાગાઝી, નારાયણપુર, માલાખેડા વગેરે વિસ્તારો આવે છે. આજે નટનીના બારામાં ગુર્જરોની બેઠક છે. પિલુકાપુરામાં નિર્દેશ મળતા જ આગળ કાર્યવાહી કરાશે. હાલ પ્રશાસન અલર્ટ મોડ પર છે.
16 ટ્રેનોના રૂટ બદલાયા
પોતાની માંગણીઓને લઈને ગુર્જર રેલવેના પાટા પર સૂઈ ગયા અને સરકારને ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માગણીઓ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ પાટા પરથી હટશે નહીં. આ જ કારણે ભારતીય રેલવેએ દિલ્હી અને મુંબઈ વચ્ચે દોડનારી 16 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવો પડ્યો., અનેક ટ્રેનોને ઝાંસી-વીણા-નાગદા રૂટ પર વાળવી પડી.
શનિવારે થઈ હતી બેઠક
ગુર્જર નેતાઓના એક પ્રતિનિધિ મંડળે શનિવારે રાજ્ય સરકાર વચ્ચે વાતચીત કરી હતી. બંને પક્ષમાં 14 પોઈન્ટ પર સહમતી બની હતી. બેઠક બાદ ગુર્જર નેતા હિંમત સિંહે કહ્યું હતું કે વાતચીત સકારાત્મક રહી. જેનાથી સમાજ સંતુષ્ટ થશે અને આંદોલનની જરૂર નહીં પડે. જો કે બેઠકમાં કર્નલ કિરોડી સિંહ બૈંસલા સામેલ થયા નહતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે