Budget 2021: 100% સેસ લગાવ્યા છતાં મોંઘો નહીં થાય દારૂ, સમજો ગણિત
Alcohol prices after Budget 2021: આલ્કોહોલ બેવરેજ એટલે કે દારૂ પર આ વખતે બજેટમાં 100 ટકા સેસ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ તમને લાગશે કે દારૂ મોંઘો થઈ જશે, પરંતુ તેમ નથી. હકીકતમાં દારૂની કિંમત પર તેની અસર થશે નહીં. અહીં સમજો ગણિત..
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને (Nirmala Sitharaman) પોતાની બજેટ સ્પીચમાં એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલોપમેન્ટ સેસ લગાવવાની જાહેરાત કરી છે. તેમાં આલ્કોહોલ બેવરેજ પણ સામેલ છે. હવે વાત જો આલ્કોહોલ બેવરેજ એટલે કે દારૂની કરીએ તો આ બજેટમાં 100 ટકા સેસ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ તે કહેવામાં આવ્યું કે, દારૂ મોંઘો થઈ જશે પરંતુ નિષ્ણાંતો પ્રમાણે આમ થવાનું નથી. આવો આ વિશે જાણીએ.
100 ટકા સેસ બાદ પણ મોંઘો નહીં થાય દારૂ
દારૂ પર એક તરફ 100 ટકા સેસ લગાવવામાં આવ્યે છે તો બીજીતરફ સરકારે તેના પર લાગનાર કસ્ટમ ડ્યૂટીમાં 100 ટકાનો ઘટાડો કર્યો છે. પ્રથમ 80 ટકા આલ્કોહોલ વાળા આયાત કરવામાં આવેલા દારૂ પર 150 ટકા ટકા કસ્ટમ ડ્યૂટી લાગતી હતી, જે હવે 50 ટકા રહી ગઈ છે. એટલે કે દારૂ પર સેસ લગાવીને સરકારે જેટલી કિંમત વધારી છે, જેના પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને કિંમત ઓછી પણ કરી છે. એટલે કે સેસ લાગવા અને કસ્ટમ ડ્યૂટી ઘટવાના નિર્ણયથી દારૂની કિંમત પર અસર નિલ થઈ ગઈ.
આ પણ વાંચોઃ OBC અને UBIનો PNB માં વિલય, ફટાફટ કરો આ કામ, બાકી અટકી જશે પૈસા
ઘણી વસ્તુ પર લાગ્યો સેસ
દારૂ સિવાય સોના, ચાંદી, કોટન, વટાણા, સફરજન, પેટ્રોલ અને ડીઝલ પર પણ સેસ લગાવવામાં આવ્યો છે. સોના અને ચાંદી પર 2.5 ટકા સેસ લગાવવામાં આવશે, તો સફરજન પર 35 ટકા સેસ લગાવવાની તૈયારી છે. તો કોટન પર 5 ટકા સેસ લગાવવામાં આવ્યો છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube