ઝી બ્યૂરો, અમદાવાદઃ IRCTC ટૂર પેકેજઃ જો તને ધાર્મિક સ્થળ પર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો રેલ ટિકિટીંગ વેબસાઈટ IRCTC તમારા માટે 10 દિવસનું જબરદસ્ત અને આકર્ષક ટૂર પેકેજ લાવ્યું છે. IRCTC એવા લોકો માટે ખાસ પેકેજ લઈને આવ્યું છે, જે લોકોએ કોલક્ત્તા અને પુરી જવા માટે લાંબા સમયથી પ્લાન કરી રહ્યા છે. બજેટ પેકેજ માટે જાણો અહીં સંપૂર્ણ વિગતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જો તમે પોતાના બજેટમાં સસ્તી ધાર્મિક ટ્રીપ કરવાનું વિચારી રહ્યા છો તો તમને સસ્તામાં જબરદસ્ત ઓફર મળી શકે છે. રેલ ટિકિટીંગ વેબસાઈટ IRCTC 10 દિવસનું આકર્ષક ટૂર પેકજ લઈને આવ્યું છે. આ પેકેજ એ લોકો માટે છે જે લોકો લાંબા સમયથી કલક્તા અને પુરી જવાનો પ્લાન કરી રહ્યા છે. આ પેકેજમાં ધાર્મિક સ્થળોની યાત્રાનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. સૌધી મહત્વની વાત એ છે કે આ પેકેજ ખુબ જ સસ્તું છે.


IRCTCનું જબરદસ્ત પેકેજ
IRCTC ધાર્મિક યાત્રા સાથે અલગ-અલગ પ્લાન પણ લાવે છે, જેનાથી તમે હોટલ અને ટિકિટ બૂકિંગના ટેન્શનથી મુક્ત થઈને ફરી શકો છો. આ નવા પેકેજમાં વારણસી-ગયા-કલક્ત્તા-પુરીની યાત્રા કરાવવામાં આવશે. આ પેકેજમાં ચાર ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે IRCTCની બજેટ પેકેજ ટ્રીપમાં એક વાર પૈસા આપ્યા બાદ તમે ચાર શહેરના મંદિરોમાં ફરાવવામાં આવશે અને તમામ લોકોની રહેવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.


કોણ છે આ દાદા!....જે મલાઈકાના રૂમમાં તો દીપિકાના રસોડામાં ઘૂસી ગયા, Social Media માં મચી છે ધૂમ


ક્યાં-ક્યાંની હશે ટૂર?
IRCTCના આ પેકેજના માધ્યમથી લોકોને પહેલા વારણસી પછી ગયા પછી કલક્ત્તા અને અંતમાં પુરી લઈ જવામાં આવશે. જેમાં વારણસીના કાશી વિશ્વનાથ મંદિર, ગયાના બૌદ્ધ ગયા મંદિર, કલક્ત્તાના ગંગાસાગર અને પુરીના જગન્નાથ પુરી, કોણાર્ક મંદિર અને લિંગરાજ મંદિરમાં ફરાવવામાં આવશે.  


ક્યાંથી શરૂ થશે ટૂર?
IRCTCનું આ પેકેજની શરૂઆત ગુજરાતથી થશે. ગુજરાતથી આ વિશેષ ટ્રેન વારણસી માટે રવાના થશે. જેમાં તમે રાજકોટ, સુરેન્દ્રનગર,વિરમગામ, સાબરમતી, આણંદ, વડોદરા, ગોધરા, રતલામ, ઉજ્જૈન, શુજાલપુર, શેહોર, વિદિશા, ગંજ બસોદા, બીનામાંથી કોઈ પણ રેલ્વે સ્ટેશનથી તમારી યાત્રા શરૂ કરી શકો છો.


કેટલાં દિવસની ટૂર રહેશે?
આ ટૂર પેકેજ 10 દિવસ અને 9 રાતનું છે. જેમાં લોકોને સવારનો ચા-નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું આપવામાં આવશે. સાથે જ રહેવા માટે હોલ અથવા તો ટ્રિપલ સેરિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. આ ટૂર પેકેજ ખુબ જ સસ્તુ છે.


હાઈટેક યુગમાં વધ્યો સાઇકલિંગનો ક્રેઝ, એક સમયે Cycle માટે પણ લેવું પડતું હતું લાઇસન્સ!


કયારથી શરૂ થશે આ ટૂર?
આ 10 દિવસની ટૂર 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ટૂર માટે અત્યારથી જ બુકિંગ શરૂ કરવામાં આવી છે. આ ટૂરની બુકિંગ તમે IRCTC.CO.IN પરથી કરી શકો છો.


કેટલા રૂપિયા થશે ખર્ચ?
આ પેકેજ માટે તમારે માત્ર 9450 રૂપિયા ભરવાના રહેશે. આ પેકેજ અંતર્ગત તમને સ્લીપર ક્લાસમાં લઈ જવાશે. પરંતુ, જો કોઈ ACમાં યાત્રા કરવામાં માંગતા હોઈ તો તેમણે 15,750 રૂપિયા ચુકવવાના રહેશે.


World's Top Tallest Buildings:દુનિયાની સૌથી ઉંચી ઈમારતો, PHOTOS જોઈને પણ આવી જશે ચક્કર


અન્ય પેકેજ પણ છે ઉપલબ્ધ?
IRCTC આના સિવાય હજૂ એક પેકેજ પણ લઈને આવ્યું છે. જેમાં નાસિક, ઔરંગાબાદ, રામેશ્વરમ, મદુરઈ, કન્યાકુમારીની યાત્રા કરાવવામાં આવશે. આ પેકેજની માહિતી મત IRCTCની વેબસાઈટ પરથી મેળવી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube