World Bicycle Day: હાઈટેક યુગમાં વધ્યો સાઇકલિંગનો ક્રેઝ, એક સમયે Cycle માટે પણ લેવું પડતું હતું લાઇસન્સ!

World Bicycle Day: આજે શેરીમાં સાઇકલની ટ્રન ટ્રન વાળી ટંકોરી નથી સંભળાતી.હાઈફાઈ બાઈક અને મોંઘીદાટ કારના હોર્ન વધારે સંભળાય છે.પરંતુ ફરી એક સાઇકલનો યુગ આવી રહ્યો છે.ઘોંઘાટીયા વાહનો છોડી ફરી લોકો સાઈકલને અપનાવી રહ્યા છે. 3 જૂનના રોજ દુનિયાભરમાં સાઈકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

World Bicycle Day: હાઈટેક યુગમાં વધ્યો સાઇકલિંગનો ક્રેઝ, એક સમયે Cycle માટે પણ લેવું પડતું હતું લાઇસન્સ!

નરેશ ધારાણી, અમદાવાદઃ સાઇકલ સાઇકલ મારી સોનાની સાઈકલ જો, સાઇકલ મારી ચાલે એની ઘંટી ટનટન વાગે આવા ગીતો અને કવિતાઓ સાઇકલનું મહત્વ દર્શાવે છે.આજે રાજનેતાઓથી લઈને બોલીવુડના સુપરસ્ટાર સાઇકલ ચલાવતા નજરે પડે છે.ગરીબોનું સાધન ગણાતી સાઇકલ આજે શોખ બની ગઈ છે.ત્યારે તમને એ ખબર નહીં હોય કે પ્રથમ સાઇકલ ક્યારે શોધાઈ. સાઇકલ શોધવાની જરૂર કેમ પડી અને કેવી રીતે શોધાઈ.આજે તમને કરાવીશું લાકડાના વ્હીલ વાળી પ્રથમ સાઈકલથી 10 લાખથી વધુની કિંમત સુધીની સાઈકલની સફર. 3 જૂનના રોજ દુનિયાભરમાં સાઈકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આજના હાઈફાઈ જમાનામાં સવારે કસરત કરવા અને બાળકો માટે સ્કૂલે જવા માટે ઉપયોગમાં લેવાતી સાઈકલ એક જમાનામાં બહુ ઓછા લોકો પાસે હતી. સાઇકલ લેવી એ અમીરોનું સ્ટેટસ ગણાતું હતું.અને તેના માટે લાયસન્સ પણ લેવું પડતું હતું.એટલું જ નહીં પણ વિદેશ પ્રવાસમાં હવે તો પ્રધાનમંત્રીને પણ સાઈકલની ભેટ આપવામાં આવે છે.જેના પરથી સાઇકલનું મહત્વ સમજી શકાય છે.સાઈકલ એ સુંદર ઘરેણું છે જેના ઉપયોગથી સ્વાસ્થ્ય સારૂ રહે સાથે પર્યાવરણનું પણ જતન થાય છે.

સાઇકલની શોધ ક્યારે થઈ
સમય 1815નો હતો.ઈંડોનેશિયામાં માઉંટ ટૈમ્બોરા જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો.જેની રાખ આખી દુનિયામાં ફેલાઈ ગઈ હતી.જેની સૌથી વધુ અસર ઉત્તર ગોળાર્ધના દેશોમાં થઈ હતી.જ્વાળામુખીની રાખમાં તમામ પાક નિષ્ફળ ગયા હતા..જેથી ભૂખમરાનો સમય આવી ગયો હતો.જેમાં મોટા પ્રમાણમાં પાલતુ પ્રાણીઓના મોત થઈ ગયા જેનો ઉપયોગ માલ સામાનની હેરફેરમાં કરવામાં આવતો હતો.જેથી માલસામાનની હેરફેર માટે સાઈકલની શોધ કરવામાં આવી હતી.

કોણે કરી હતી સાઇકલની શોધ
સાઇકલની શોધ જર્મનીના વન અધિકારી karl von drais કાર્લ વોન ડરેઈસએ કરી હતી.આજથી લગભગ 200થી વધુ વર્ષ પહેલા 1817માં પહેલી સાઇકલની શોધ થઈ હતી.કાર્લ વોન ડરેઈસએ ન માત્ર સાઈકલ પણ અનેક એવી શોધ કરી દુનિયાને અમુલ્ય ભેટ આપી છે.જેમાં 1812માં કાગળ પર પિયાનો સંગીત રિકોર્ડ કરવાનું યંત્ર, 1821માં કિબોર્ડવાળું ટાઈપરાઈટર, 1827માં 16 અક્ષરવાળી સ્ટેનોગ્રાફી પણ શોધ કરી હતી.

કેવી હતી પહેલી સાઇકલ 
સૌ પ્રથમ જે સાઇકલની શોધ થઈ હતી તે લાકડાની હતી.જેમાં કોઈ પેડલ નહોંતા. એક હેંડલ વાળી લાકડાની સાઈકલને ચલાવવા ધક્કો મારવો પડતો હતો.હતો. આ લાકડાની સાઇકલનું વજન 23 કિલો હતું. કાર્લ વોન ડરેઈસએ શોધેલી સાઇકલને દુનિયાની સામે લાવવા 12 જુન 1817માં જર્મનીના બે શહેર મૈનહેમ અને રિનાઉની વચ્ચે ચલાવવામાં આવી હતી.જેમાં 7 કિલોમીટરનું અંતર કાપવામાં 1 કલાકનો સમય લાગ્યા હતો.

કેવી રીતે સાઇકલના સ્વરૂપ બદલાયા
પહેલી પેડલવાળી સાઈકલ 1863માં ફ્રાંસના એક મેકેનિક pierre lallement પિયર લાલિમેન્ટ બનાવી હતી. જેણે સાઇકલના આગળના વ્હીલમાં પેડલ લગાવ્યા હતા.જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ સાઇકલની ડિઝાઈનમાં ફેરફાર થતો ગયો.આજની આધુનિક સાઇકલમાં વચ્ચે પેડલ આવે છે.સાથે ગેયર પણ જોવા મળે છે.

સાઇકલિંગના ફાયદા
સાઈકલ ચલાવવાથી પેટ્રોલ ડીઝનો ખર્ચ તો બચે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ સાઈકલ ખુબ જ ઉપયોગી હોય છે.સાઈકલથી રોગપ્રતિરોધક શક્તિ મજબૂત બને છે, હૃદય તંદુરસ્ત રહેશે, તણાવથી રાહત મળશે, સહનશક્તિ વધશે. સ્નાયુઓ મજબૂત રહેશે રહેશે.એટલું જ નહીં સાઇકલિંગથી સંતુલન રાખવામાં મળશે મદદ અને સૌથી મોટો ફાયદો ઝડપથી વજન ઘટાડવામાં થશે. સાઇકલિંગમાં ડીઝલ કે પેટ્રોલની જરૂર નથી  પડતી. જેથી ઓછો ખર્ચ થાય છે. સાથે પ્રદૂષણને અટકાવી પર્યાવરણની પણ જાળવણી થાય છે.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા પણ કરે છે સાઇકલિંગ
સામાન્ય માણસો જ સાઈકલ ચલાવે તેવું નથી હોતું.બોલિવુડના કેટલા  દિગ્ગજ અભિનાતાએ પણ છે જેઓ નિયમીત પણે સાયકલિંગ કરે છે.નિયમીત સાયકલ ચલાવવાના કારણે વૃદ્ધ અવસ્થામાં પણ અભિનેતા અનિલ કપૂર યુવાનોને પણ સરમાવે છે.તેમની ફિટેનેશનું કારણ છે નિયમીત કસરત અને સાયકલિંગ.તો બોલિવુડના દબંગખાન સલમાન પણ સાયકલિંગનો શોખ રાખે છે.અને જ્યારે સમય મળે ત્યારે મુંબઈના રસ્તા પર સાઈકલિંગ કરવા નીકળી પડે છે.જો કે નિયમીત પણે જીમમાં તો સાઈકલિંગ કરે જ છે.આમ અભિનેતાઓ પણ સાઈકલના શોખીન છે.શરીરને તંદુરસ્ત રાખવા કોઈ રસ્તા પર તો કોઈ જીમમાં પણ સાઈકલથી દુર નથી રહી શકતા.

રાજનેતાઓ પણ છે સાઇકલના શોખીન
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અવાર નવાર સાયકલિંગ કરતા જોવા મળે છે.મનસુખ માંડવિયા નિયમીત પણે સંસદમાં સાઈકલ લઈને જાય છે.એટલુ જ નહીં શપથ ગ્રહણ સમારોહમાં પણ સાઈકલ લઈને જ ગયા  હતા.આમ હવે નેતાઓ પણ સારા સ્વાથ્ય અને પર્યાવરણની જાણવણીના સંદેશ સાથે સાઈકલિંગ કરતા થયા છે.

પ્રધાનમંત્રી મોદીને પણ ગીફ્ટમાં મળી હતી સાઇકલ 
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે નેધરલેંડના  પ્રવાસે ગયા હતા ત્યારે નેધરલેંડના પ્રધાનમંત્રી માર્ક રૂટે તેમને સાઈકલની ભેટ આપી હતી.નેધરલેંડના પ્રવાસથી ભારત ફર્યા બાદ ટ્વીટર  પર તેની માહિતી આપી હતી અને નેધરલેંડના પ્રદાનમંત્રીનો સાઈકલ આપવા બદલ આભાર પણ માન્યો હતો.

આર્મીના જવાનો પણ કરતા હતા સાઈકલનો ઉપયોગ
કહેવત છે કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ.આવું જ કંઈક જોવા મળે છે સાઈકલમાં.આજે લાખોની મળતી સાઈકલો તમે જોઈ હશે.પરંતુ આર્મીમાં વપરાતી અનોખી સાઈકલ તમને નહીં જોઈએ.આ સાઈકલનો આર્મીના જવાનો ઉપયોગ કરતા હતા.ઈ.સ.1905ની આસપાસ આર્મીમાં જવાનો સાઈકલનો ઉપયોગ કરતા હતા જેથી આને આર્મી સાઈકલ કહેવાય છે.જેમા રબરના ટાયરના બદલે સ્પિંગો રાખવામાં આવતા હતા.

એક સમય હતો જ્યારે સાઇકલ માટે પણ લેવું પડતું લાઇસન્સ
જાણીને તમને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. ગોંડલ સ્ટેટમાં એવો રીવાજ હતો કે સાઈકલ ચલાવવા માટે પણ લાયસન્સ લેવું પડતું હતું. ગોંડલના રાજા ભગવતસિંહજીના કાર્યકાળમાં સાઈકલ ચલાવવા માટે લાયસન્સ લેવું પડતું.જેમાં સાઇકલ ધારકને ગોંડલના રાજવી ભગવતસિંહજીના હસ્તાક્ષર ધરાવતું નવ પાનાની પુસ્તિકાવાળુ લાયસન્સ આપવામાં આવતો હતો. જેમાં સાયકલ ચલાવવા માટે 14 જેટલા નિયમોનું પાલન કરવું પડતું હતું.

5 હજારથી શરૂ કરીને 10 લાખ સુધીની સાઇકલ મળે છે
વર્ષો પહેલાની સાઈકલથી આજની સાઈકલો ઘણી જ જુદી જોવા મળે છે.ભારતમાં હાલ હિરો, હરકયુલીસ, એટલાસ, BSA, SLR જેવી કંપની સાઇકલ બનાવે છે.બોલિવડુની જુની ફિલ્મોમાં હિરો-હિરોઇન સાઈકલ પર ગીતો ગાતા પણ નજરે પડતા  હતા..આ સિવાય ફેરારી, બેમ્બોરગીની, ઇન્ફાયનાઇટ, SL સેવરેન એકસ બાયસિકલ, એકસડીએસ જેવી ઇન્ટરનેશનલ કંપનીઓ પણ સાઈકલ બનાવે છે.જેની કિંમત 5 હજારથી ૧૦ લાખ કે તેથી વધુની હોય છે. કેટેગરી વાઇસ ફેટ બાયસીકલ, ગાઉન્ટેન ટેરેન બાયસીકલ, હાઇબ્રીડ બાયસીકલ અને રોડ બાયસીકલ વધારે ચલણમાં છે.જેમાં નાના ભૂલકા માટે 5થી 10 હજારની સાઇકલ આવે છે.જો કે લોકોની હાઈટ મુજબ અલગ અલગ કદની પણ સાઈકલ મળે છે.અને તેની સીટ પણ એડજસ્ટ કરી શકાય છે.

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

આજના યુગમાં વાહનો દિનપ્રતિદિન વધી રહ્યા છે.પરંતુ કુદરતી સંપદા ઘટી રહી છે.એક સમય આવશે જ્યારે પેટ્રોલ, ડિઝલ સહિતના ઈંધણની અછત વર્તાશે.અથવા તો તેનો ઉપયોગ કરવો સામાન્ય લોકોને નહીં પરવડે.જેથી ઇંધણ પર ચાલનારા દ્વિચક્રી અને ચારચક્રી વાહનો નિરઉપયોગી પુરવાર થશે.ત્યારે ફરી એકવાર સાઈકલનો જમાનો આવશે.લોકો વાહનો છોડી ફરી સાઈકલ સાથે જીવનની સફર આગળ વધારશે.

તમારા Phone માં અવાજ Clear નથી આવતો? તો ઘરે બેઠા આવી રીતે કરો રિપેર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news