નવી દિલ્હી : ઉત્તરપ્રદેશનાં મેરઠ મંડળના બુલંદશહેર જનપદમાં સોમવારે ઉપદ્રવી ટોળા દ્વારા આચરવામાંઆવેલી હિંસા દરમિયાન સ્યાના પોલીસ સ્ટેશનનાં ઇન્સપેક્ટરની હત્યા બાદ યુપી પોલીસ હરકતમાં આવી હતી. ગત્ત આખી રાત સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિવિધ સ્થળે પાડેલા દરોડા દરમિયાન પોલીસે 2 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આ મુદ્દે ફરિયાદ પણ દાખલ કરી છે, જેમાં 7થી8 લોકોનાં નામ છે. મળતી માહિતી અનુસાર આ તમામ લોકોની ઓળખ થઇ ચુકી છે. તે ઉપરાંત અન્ય લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે. 


હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને 2ની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે 27 વોન્ટેડ છે. આ ઉપરાંત 60 અજાણ્યા લોકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઇ છે. 28 લોકોની ઓળખ થઇ ચુકી છે. આ ઉપરાંત હજી પણ અનેક લોકોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ મુદ્દે બે ફરિયાદ દાખલ કરી છે. જેમાં એક ગૌહત્યા મુદ્દે જ્યારે બીજી ફરિયાદ વિરોધ પ્રદર્શન મુદ્દે દાખલ થઇ છે.
EDની મોટી કાર્યવાહી, એસોસિએટેડ જર્નલ્સની જમીન જપ્ત, કોંગ્રેસી પૂર્વ CM વિરુદ્ધ ચાર્જશીટ...