નવી દિલ્હી: રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ પરિવારના 11 લોકોના મોત મામલે હવે નવો ખુલાસો થયો છે. શુક્રવારે દિલ્હી પોલીસને મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી રિપોર્ટ મળ્યો. જેમાં કહેવાયું છે કે 11 લોકોએ આત્મહત્યા કરી નહતી. રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયો છે કે પરિવારના તે 11 લોકોએ આત્મહત્યા નહતી કરી પરંતુ કોઈ એક અનુષ્ઠાન દરમિયાન દુર્ઘટનાવશ તેઓ બધા માર્યા ગયાં. દિલ્હી પોલીસે જુલાઈમાં સીબીઆઈને સાઈકોલોજિકલ ઓટોપ્સી કરવાનું કહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈ પણ સભ્યને જીવ આપવાનો કોઈ ઈરાદો નહતો-રિપોર્ટ
રિપોર્ટ મુજબ મૃતકોના મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી અધ્યયનના આદારે આ ઘટના એ આત્મહત્યા નહતી પરંતુ દુર્ઘટના હતી. જે એક અનુષ્ઠાનને અંજામ આપતી વખતે ઘટી. કોઈ પણ સભ્યનો પોતાનો જીવ આપવાનો કોઈ ઈરાદો નહતો. મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી દરમિયાન સીબીઆઈની કેન્દ્રીય ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળા (સીએફએસએલ)એ ઘરમાં મળેલા રજિસ્ટરોમાં લખેલી વાતો અને પોલીસ દ્વારા નોંધવામાં આવેલા ચૂંડાવત પરિવારના સભ્યો તથા મિત્રોના નિવેદનોના આધારે વિશ્લેષણ કર્યું. સીએફએસએલએ પરિવારના સૌથી મોટા સભ્ય દિનેશસિંહ ચૂંડાવત અને તેમની બહેન સુજાતા નાગપાલ તથા પરિવારના અન્ય સભ્યોની પણ પૂછપરછ કરી. 


મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી રિપોર્ટની શું છે ખાસ વાત
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ મનોવૈજ્ઞાનિક ઓટોપ્સીમાં કોઈ વ્યક્તિના મેડિકલ રેકોર્ડનું વિશ્લેષણ કરીને, મિત્રો અને પિરવારના સભ્યોની પૂછપરછ કરીને તથા મૃત્યુ પહેલાની તેમની માનસિક દશાનું અધ્યયન કરીને તે વ્યક્તિની માનસિક સ્થિતિનો તાગ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પરિવારનો સભ્ય લલિત ચૂંડાવત તેના દિવંગત પિતા તરફથી નિર્દેશો મળતા હોવાનો દાવો કરતો હતો અને તે પ્રમાણે જ પરિવારના અન્ય સભ્યો પાસે કેટલીક ગતિવિધિઓ કરાવતો હતો. 


પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવી આ વાત
પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસનું કહેવું છે કે 10 લોકોના મોત ફંદે લટકવાના કારણે થયા. શરીર પર ઈજાના કોઈ નિશાન નથી. આવામાં કહી શકાય કે 10 લોકોના મોત ફંદે લટકવાના કારણે થયા હતાં. ત્યાં સુધી ઘરના સૌથી વડીલ મહિલા નારાયણી દેવીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નહતો.