લખનઉ:  ઉન્નાવ (Unnao)  પીડિતાને લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવી છે. જ્યાં હવે અહીંની સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાની સારવાર થશે. ઉન્નાવ  પીડિતા (Victim)  ને આજે મોડી સાંજે સાડા 6 વાગે લખનઉના અમૌસી એરપોર્ટથી એરલિફ્ટ કરાઈ હતી. દિલ્હીમાં પણ લખનઉની જેમ જ એરપોર્ટથી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. આ મામલે હવે SITની પણ રચના કરી દેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SIT કરશે તપાસ
ઉન્નાવના આ ચકચાર મચાવનારા કેસની તપાસ હવે SIT કરશે. લખનઉના ડિવિઝનલ કમિશનર મુકેશ મેશ્રામે કહ્યું કે ઉન્નાવમાં એક મહિલાને બાળી મૂકવાના મામલાની તપાસ હવે નવી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ કરશે. તેમણે કહ્યું કે આ એસઆઈટીનું નેતૃત્વ એએસપી સ્તરના એક અધિકારી કરશે. 


ઉન્નાવ: 90% દાઝી ગયેલી દુષ્કર્મ પીડિતાએ એક કિમી સુધી ચાલીને લગાવી હતી મદદ માટે ગુહાર


અત્રે જણાવવાનું કે ઉન્નાવ પીડિતા 90 ટકા સુધી દાઝી ગઈ છે અને તેની હાલત સતત ગંભીર બની રહી છે. પીડિતાની સારવાર અત્યાર સુધી લખનઉની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. પરંતુ સ્થિતિમાં સુધાર ન થતા હોસ્પિટલના ડોક્ટરોએ તેને સારી સારવાર માટે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ મોકલવાનો નિર્ણય લીધો. 


આ અગાઉ લખનઉમાં એમ્બ્યુલન્સ દ્વારા પીડિતાને અમૌસી એરપોર્ટ લાવવામાં આવી હતી. પીડિતાને એરપોર્ટ સુધી લાવવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. જ્યાં સો જેટલા પોલીસકર્મીઓ તૈનાત કરાયા હતાં. 


શું છે મામલો?
વાત જાણે એમ છે કે ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હિન્દુનગરમાં રહેતી યુવતીએ આ વર્ષે માર્ચમાં બે લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ  કરીને જેલમામં મોકલ્યા હતાં. આ કેસ મામલે યુવતી ગુરુવારે કેસની પેરવી માટે રાયબરેલી જઈ રહી હતી. રાયબરેલી જવા માટે ટ્રેન પકડવા નીકળેલી યુવતીને ગામની બહાર ખેતરમાં જ આરોપીઓએ પકડી લીધી. ત્યારબાદ આરોપીઓએ પીડિતા પર કેરોસિન છાંટીને આગ લગાવી. કહેવાય છે કે દુષ્કર્મના આરોપીઓ જામીન પર બહાર આવ્યાં હતાં. 


ઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને જીવતી બાળી મૂકનારા 5 આરોપીઓને પોલીસે દબોચ્યા, યુવતી 90 ટકા દાઝી ગઈ


ઘટનાની જાણકારી મળતા જ પરિજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને યુવતીને સીએચસીમાં દાખલ કરાવી. હાલાત સતત બગડતા પીડિતાને લખનઉ રેફર કરાઈ. પોલીસના જણાવ્યાં મુજબ હિન્દુનગર ગામના જ રહીશ શિવમ દ્વિવેદી અને શુભમ દ્વિવેદીએ પીડિતાનું અપહરણ કરીને રાયબરેલી જિલ્લાના લાલગંજ પોલીસ સ્ટેશનની હદમાં ગેંગરેપ કર્યો હતો. આ મામલે કેસ રાયબરેલી જિલ્લાના પોલીસ સ્ટેશન લાલગંજમાં નોંધાયો છે અને રાયબરેલી કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે. 


90 ટકા દાઝ્યા બાદ પણ પીડિતા એક કિમી સુધી પગપાળા ચાલી
ઉન્નાવ (Unnao) ના બિહાર પોલીસ સ્ટેશનની હદના હિન્દુનગર ગામમાં દુષ્કર્મ (Gang Rape)  પીડિતાને જીવતી બાળી મૂકવાની  કોશિશ કરવાના મામલે નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. 90  ટકા દાઝી ગયેલી  પીડિતા (Victim)  આવી સ્થિતિમાં પણ એક કિલોમીટર સુધી પગપાળા ચાલી અને મદદ માટે ગુહાર લગાવી. કહેવાય છે કે ઘરની બહાર કામ કરી રહેલા વ્યક્તિ પાસે પીડિતાએ મદદની ગુહાર લગાવી હતી. 


હૈદરાબાદ બાદ હવે ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી, સ્થિતિ ગંભીર


ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને ગ્રામીણના ફોનથી પોતે જ 112 નંબર પર કોલ કર્યો હતો અને પોલીસને પોતાની આપવીતિ જણાવી. ત્યારબાદ તાબડતોબ પીઆરવી અને એમ્બ્યુલન્સ સ્થળે પહોંચી. પોલીસના જણાવ્યાં અનુસાર પીડિતાની સારવાર લખનઉની સિવિલ હોસ્પિટલના બર્ન યુનિટમાં થઈ રહી છે. પીડિતા 90 ટકા દાઝી ગઈ છે અને તેની સ્થિતિ સતત ગંભીર છે. પ્લાસ્ટિક સર્જન સહિત ડોક્ટરોની ટીમ પીડિતાની સારવાર કરી રહી છે. જ્યારે પીડિતાને જોવા માટે એડીજી જોન એસએન સાવંત પણ હોસ્પિટલ પહોંચ્યા છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube