હૈદરાબાદ બાદ હવે ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી, સ્થિતિ ગંભીર

હૈદરાબાદમાં દુષ્કર્મ બાદ યુવતિને જીવતી સળગાવાના મામલે દેશભરના લોકોમાં ગુસ્સો ભરાયેલો છે. આ બધાની વચ્ચે ઉન્નાવના બિહાર પોલીસ ક્ષેત્રના હિંદુનગર ગામમાં એક દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

હૈદરાબાદ બાદ હવે ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી, સ્થિતિ ગંભીર

ઉન્નાવ: હૈદરાબાદમાં દુષ્કર્મ બાદ યુવતિને જીવતી સળગાવાના મામલે દેશભરના લોકોમાં ગુસ્સો ભરાયેલો છે. આ બધાની વચ્ચે ઉન્નાવના બિહાર પોલીસ ક્ષેત્રના હિંદુનગર ગામમાં એક દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગંભીર રીતે દાઝેલી પીડિતાને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાની હાલ બગડતાં તેને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે પીડિતા પોતાના ઘરેથી ક્યાંક જઇ રહી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ દરમિયાન તકનો લાભ લઇને તોફાની તત્વોએ તેને સળગાવવાનો પ્રયત્ન કર્યો. તોફાની તત્વોએ યુવતી પર તેલ રેડીને સળગાવીને આગ લગાવી દીધી. તેમાં પીડિતા ગંભીર રીતે દાઝી ગઇ છે. સૂચના મળતાં પરિજનોએ યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાવી છે. તો બીજી તરફ યુવતીની હાલત બગડતાં તેને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવી છે. 

યુવતીને જીવતી સળગાવી દેવાની સૂચના સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસે સાવધાની રાખતાં ગામમાં ભારે સંખ્યામાં પોલીસ ફોર્મ ગોઠવી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતાએ આ વર્ષે માર્ચમાં બે આરોપીઓ વિરૂદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. તેમાં કાર્યવાહી કરતાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી હતી. તો બીજી તરફ પીડિતાને સળગાવવાની ઘટનામાં પાંચ લોકોના નામ સામે આવ્યા છે. જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય આરોપીઓની તલાશ માટે પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news