Bypolls Results 2022: સાત વિધાનસભા અને ત્રણ લોકસભા ચૂંટણીના સામે આવ્યા પરિણામ, જાણો કોની જીત-કોની હાર
Bypolls Results 2022: ચાર રાજ્યોની સાત વિધાનસભા બેઠક અને બે રાજ્યોની ત્રણ લોકસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા છે.
Bypolls Results 2022: ચૂંટણી પંચે આજે સાત વિધાનસભા બેઠક અને ત્રણ લોકસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર કર્યા છે. ભાજપે ત્રણ લોકસભા બેઠકમાંથી બે પર જીત મેળવી છે. ત્યારે એક બેઠક શિરોમણી અકાળી દળને મળી છે. આ ઉપરાંત સાત વિધાનસભા બેઠકમાંથી ભાજપે ત્રણ, કોંગ્રેસે બે અને એક-એક બેઠક આપ અને વાયએસઆરસીપીના ખાતે ગઈ છે.
તમને જણાવી દઈએ કે, ચાર રાજ્યની સાત વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્રિપુરાની ચાર અને આંધ્ર પ્રદેશ, ઝારખંડ તેમજ દિલ્હીની એક-એક વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. આ તે બેઠકો છે જેના પર ચૂંટણી યોજાઈ- આંધ્ર પ્રદેશની આત્માકુર, ઝારખંડની માંડર, દિલ્હીની રાજેન્દ્ર નગર, ત્રિપુરાની અગરતલા, જુબારાજગર, સુરમા અને બારદોલી ટાઉન. ત્યારે બે રાજ્યોની ત્રણ લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં યુપીના આઝમગઢ તેમજ રામપુર અને પંજાબના સંગરૂર લોકસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું.
આંધ્ર પ્રદેશમાં સત્તાધારી પાર્ટીની જીત
ચૂંટણી પરિણામની વાત કરીએ તો આંધ્ર પ્રદેશમાં સત્તાધારી વાઈએસઆરસીપીએ આત્માકુર વિધાનસભા બેઠક પર જીત પ્રાપ્ત કરી છે. વાઈએસઆરસીપી ઉમેદવાર મેકાપતિ વિક્રમ રેડ્ડી 82,000 થી વધુ મતના મોટા અંતર સાથે જીત નોંધાવી છે. રેડ્ડીએ ભાજપના જી ભરત કુમારને હરાવ્યા છે. આ બેઠક પર ફેબ્રુઆરીમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી એમ. ગૌતમ રેડ્ડીના નિધનને કારણે પેટા ચૂંટણી યોજાઈ હતી.
મેટ્રોમાં મહિલાઓએ કર્યો જબરદસ્ત ડાન્સ, તાળીઓના ગળગળાટથી ગુંજ્યો ડબ્બો; જુઓ વાયરલ વીડિયો
ત્રિપુરામાં ત્રણ બેઠક પર ખિલ્યું કમળ
ત્રિપુરાની ચાર વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપે ત્રણ અને કોંગ્રેસે એક બેઠક પર જીત નોંધાવી છે. ત્રિપુરાના સીએમ માણિક સાહા ટાઉન બારદોલી બેઠકથી વિધાનસભા પેટા ચૂંટણી જીત્યા છે. માણિક સાહાને દોઢ મહિના પહેલા બિપ્લબ દેબના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યા બાદ તેમને સીએમ બનાવવામાં આવ્યા હતા. અગરતલા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર સુદીપ રોય બર્મને જીત નોંધાવી છે. તેમણે ભાજપના અશોક સિન્હાને હરાવ્યા છે. રોય બર્મન 2018 વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની સંપૂર્ણ હાર બાદ વિધાનસભામાં એકમાત્ર કોંગ્રેસ ધારાસભ્ય બન્યા છે.
જર્મનીમાં PM મોદીએ કહ્યું- ભારત 'કરવું છે' 'કરવું જ છે' અને 'સમય પર કરવું છે'ના સંકલ્પ પર અગ્રેસર
સીપીઆઈ(એમ)ની ગઢમાં થઈ હાર
ત્રિપુરાની જુબરાજનગર બેઠક પર ભાજપ ઉમેદવાર મલિના દેબનાથની જીત થઈ છે. તેમણે સીપીઆઇના શેલેન્દ્ર ચંદ્ર નાથને હરાવ્યા છે. આ બેઠકને સીપીઆનો ગઢ માનવામાં આવતો હતો. સૂરમા બેઠક પર ભાજપના સ્વપ્ના દાસે ટીઆઇપીઆરએ મોથાના બાબુરામ સતનામીને હરાવ્યા છે. અગરતલા અને બારદોડી ટાઉન બેઠક માટે પેટા ચૂંટણી એટલા માટે કરવામાં આવી હતી કેમ કે, ફેબ્રુઆરીમાં કોંગ્રેસમાં સામેલ થતા પહેલા ભાજપના ધારાસભ્ય આશીષ કુમાર સાહા અને સુદીપ રોય બર્મને વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે જુબરાજનગરમાં સીપીઆઇના ધારાસભ્ય રામેન્દ્ર ચંદ્ર દેવનાથના મોત બાદ પેટા ચૂંટણી થઈ અને સૂરમામાં ભાજપ ધારાસભ્ય આશીષ દાસે તેમની પાર્ટી વિરૂદ્ધ વિદ્રોહ કર્યો હતો જે બાદ તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા.
વેચાઈ ગઈ આ મોટી સરકારી કંપની, હવે રતન ટાટાના હાથમાં કમાન
દિલ્હીમાં આપનો દબદબો કાયમ
દિલ્હીની રાજેન્દ્ર નગર વિધાનસભા બઠક પર પેટા ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીના દુર્ગેશ પાઠકે જીત નોંધાવી છે. દુર્ગેશ પાઠકે ભાજપના ઉમેદવાર રાજેશ ભાટિયાને હરાવ્યા છે. આમ આદમી પાર્ટીએ ત્રીજી વખત આ સીટ પર પોતાની જીત નોંધાવી છે. આ સીટથી પૂર્વ ધારાસભ્ય રાઘવ ચડ્ઢાના પંજાબથી રાજ્યસભા સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી થઈ ગઈ હતી. જે બાદ આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી.
'દરરોજ ધમકીઓ મળી રહી છે, અમારા જીવને ખતરો', શિંદે જૂથની સુપ્રીમ કોર્ટમાં અરજી
ઝારખંડમાં કોંગ્રેસને મળી જીત
ઝારખંડની માંડર વિધાનસભા બેઠક પર કોંગ્રેસની શિલ્પી નેહા તિર્કી જીતી છે. તેમણે ભાજપના ગંગોત્રી કુજુરને હરાવ્યા છે. શિલ્પીના પિતા અને ધારાસભ્ય બંધુ તિર્કીને માર્ચ મહિનામાં આવકથી વધારે સંપત્તિ મામલે ત્રણ વર્ષની સજા થઈ હતી અને તેમની વિધાનસભા સદસ્યતા સમાપ્ત થઈ ગઈ હતી. જે બાદ અહીં પેટા ચૂંટણી યોજાઈ અને તેમની પુત્રીએ પિતાની વિરાસતને આગળ વધારતા જીત પ્રાપ્ત કરી છે.
દારૂ પીધા બાદ શખ્સે સૌથી પહેલા ચોરી કરી પોલીસની જ કાર, પછી કર્યો એવો કાંડ કે...
પંજાબમાં લોકસભા પેટા ચૂંટણીમાં આપને ઝટકો
પંજાબની સંગરૂર લોકસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીના પરિણામે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. આ પેટા ચૂંટણીમાં શિરોમણી અકાલી દળના ઉમેદવાર સિમરનજીત સિંહ માને જીત નોંધાવી છે. રાજ્યમાં ત્રણ મહિના પહેલા સરકાર બનવા છતાં ભગવંત માન તેમનો ગઢ બચાવવામાં નિષ્ફળ રહ્યા. આ બેઠક પર ભગવંત માને 2019 ની લોકસભા ચૂંટણી જીતી હતી. વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય પસંદ કરવામાં આવ્યા બાદ આ બેઠક પરથી ભગવંત માને રાજીનામું આપ્યું હતું. જે બાદ અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી.
આ 1 રૂપિયાની નોટ તમને બનાવી શકે છે લખપતિ! એક નોટના 7 લાખ રૂપિયા, જાણ કેવી રીતે?
ઉત્તર પ્રદેશની બે લોકસાભ બેઠક ભાજપને મળી
ઉત્તર પ્રદેશની આઝમગઢ લોકસભા બેઠક પર ભાજપના ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆએ ભારે મત સાથે જીત નોંધાવી છે. નિરહુઆએ સપાના ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવને હરાવ્યા છે. ત્યારે ઉત્તર પ્રેદશની રામપુર લોકસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણી પણ ભાજપના ફાળે ગઈ છે. અહીં ભાજપ ઉમેદવાર ધનશ્યામ લોધીએ સમાજવાદી પાર્ટીના નેતા આસિમ રાજાને હરાવ્યા છે. ધનશ્યામ લોધી આ પહેલા બે વખત એમએલસી રહી ચૂક્યા છે. તેમણે આ વખતે ભાજપનો હાથ થામ્યો છે. આ પહેલા તેઓ સપામાં હતા અને આઝમ ખાનના ખુબ જ નજીકના માનવામાં આવતા હતા. વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આઝમગઢ લોકસભા બેઠક પરથી સપા અધ્યક્ષ અખિલેશ યાદવને અને રામપુર બેઠક પરથી સપાના આઝમ ખાને રાજીનામું આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube